IND vs BAN T20 Live Score Highlights : ભારતે 5 રન થી બાંગ્લાદેશને હરાવ્યુ, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યુ

|

Nov 02, 2022 | 5:52 PM

India vs Bangladesh T20 world Cup 2022 Live Score Updates Highlights: ભારતીય ટીમ ગ્રુપ 2 ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ (Bangladesh)ની ટીમ ત્રીજા સ્થાને છે.

IND vs BAN T20 Live Score Highlights : ભારતે 5 રન થી બાંગ્લાદેશને હરાવ્યુ, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યુ
India vs Bangladesh Live Cricket Score
Image Credit source: TV9 Gujarati

Follow us on

T20 વર્લ્ડ કપની 35મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની જીત બાદ ભારત ની નજર ત્રીજી જીત પર છે. તે સાઉથ આફ્રિકા સામે હાર મળી હતી. બીજી તરફ બાંગ્લાદેશે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવીને ચાર પોઈન્ટ મેળવી લીધા છે. તેનો પણ સાઉથ આફ્રિકાના હાથે પરાજય થયો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Nov 2022 05:45 PM (IST)

    IND vs BAN, LIVE Update: નરુલનો છગ્ગો

    અંતિમ ઓવરમાં બાંગ્લાદેશને 20 રનની જરુર છે. આ દરમિયાન ઓવરના બીજા બોલ પર નરુલ હસને છગ્ગો જમાવી દીધો હતો. અર્શદીપ આ ઓવર લઈને આવ્યો હતો. આમ મેચને રોમાંચક બનાવી રાખી છે.

  • 02 Nov 2022 05:39 PM (IST)

    IND vs BAN, LIVE Update: તસ્કીન અહેમદે છગ્ગો જમાવ્યો

    મેચને હજુ પણ રોમાંચક બનાવવાનો પ્રયાસ બાંગ્લાદેશ તરફથી કરાઈ રહ્યો છે. 15 મી ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર તસ્કીન અહેમદે છગ્ગો ફટકારીને 11 રન ઓવરમાં નિકાળ્યા હતા. આ ઓવર બાદ હવે અંતિમ અને 16 મી ઓવર છે. જેમાં 20 રન ની બાંગ્લાદેશ માટે જરુર છે.


  • 02 Nov 2022 05:28 PM (IST)

    IND vs BAN, LIVE Update: હાર્દિકે પણ કર્યો કમાલ, ઓવરમાં 2 શિકાર

    મોસાદ્દેકે છગ્ગો જમાવ્યો બાદ તુરત જ હવે હાર્દિકનો શિકાર બન્યો છે. હાર્દિક પંડ્યાએ ઓવરમાં બીજો શિકાર ઝડપ્યો છે. તેણે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. આમ હવે બાંગ્લાદેશનુ પતન તરફ આગળ વધી રહ્યુ છે.

  • 02 Nov 2022 05:26 PM (IST)

    IND vs BAN, LIVE Update: મોસાદ્દેકે છગ્ગો જમાવ્યો

    વિકેટ બાદ પણ મોસાદ્દેક હુસૈને હાર્દિક પંડ્યાના બોલ પર છગ્ગો જમાવ્યો છે. એક તરફ એક બાદ એક ત્રણ વિકેટો ગુમાવી દીધા બાદ હવે દબાણની સ્થિતીમાં હુસૈને આ છગ્ગો જમાવી દીધો છે.

  • 02 Nov 2022 05:23 PM (IST)

    IND vs BAN, LIVE Update: હાર્દિક પંડ્યાએ ઝડપી વિકેટ, યાશિર આઉટ

    હવે બાંગ્લાદેશની વિકેટો પડવાનો સિલસિલો શરુ થઈ ગયો છે. પહેલા અર્શદીપ સિંહે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપ્યા બાદ હાર્દિક પંડ્યાએ યાશિરની વિકેટ ઝડપી છે.

  • 02 Nov 2022 05:19 PM (IST)

    IND vs BAN, T20 World Cup: અર્શદીપ સિંહનો કમાલ, ઓવરમાં બીજી વિકેટ

    ભારતે હવે મેચ પર પોતાનુ નિયંત્રણ જમાવી લીધુ છે. જેમાં અર્શદીપ સિંહે મહત્વની ભૂમિકા બતાવી છે. અર્શદીપ સિંહે એક જ ઓવરમાં બીજી વિકેટ ઝડપી લીધી છે. બાંગ્લાદેશનના સુકાનિ શાકિબ અલ હસનને હૂડાના હાથમાં કેચ ઝડપાવ્યો છે.

  • 02 Nov 2022 05:16 PM (IST)

    IND vs BAN, LIVE Update: ભારતની ત્રીજી સફળતા, અફિફ આઉટ

    અર્શદીપ સિંહે તેના બીજા સ્પેલની શરુઆત કરવાના પ્રથમ બોલ પર જ અફિફને સૂર્યાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આમ માત્ર 3 રન નોંધાવી તે પરત ફર્યો હતો. આમ ભારતે હવે બાજી પોતાના હાથમાં મેળવી લીધી છે

  • 02 Nov 2022 05:04 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી

    10મી ઓવરની જવાબદારી મોહમ્મદ શમીને આપવામાં આવી હતી, જેણે પહેલા જ બોલ પર શાંતોને વિરાટ કોહલીના હાથે કેચ કરાવીને બાંગ્લાદેશની ટીમને બીજો ઝટકો આપ્યો હતો.

  • 02 Nov 2022 05:02 PM (IST)

    IND vs BAN T20 Live:બાંગ્લાદેશને જીતવા માટે 43 બોલમાં 68 રનની જરુર

    ફાસ્ટ બેટિંગ કરી રહેલો બાંગ્લાદેશના ઓપનર લિટન દાસ રન આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો છે. તેના આઉટ થયા બાદ સુકાની શાકિબ બેટિંગ કરવા ઉતર્યો છે.

  • 02 Nov 2022 04:59 PM (IST)

    IND vs BAN T20 Live: શાન્તોએ સિક્સ ફટકારી

    લિટન દાસ આઉટ થયા બાદ શાન્તો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે

  • 02 Nov 2022 04:56 PM (IST)

    IND vs BAN T20 Live: શાન્તોએ ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 04:54 PM (IST)

    IND vs BAN T20 Live: લિટન દાસ આઉટ

    મેચ ફરી શરૂ થયો હતો.આર અશ્વિન આઠમી ઓવર નાખવા આવ્યો હતો. લિટન દાસ પેવેલિયન પરત ફર્યો

  • 02 Nov 2022 04:50 PM (IST)

    IND vs BAN T20 Live:મેચ માટે તૈયાર ખેલાડીઓ

    ભારતીય ખેલાડીઓ ડગઆઉટમાં છે. તે જ સમયે, બાંગ્લાદેશના બંને બેટ્સમેનો પણ ક્રિઝ પર આવવા માટે તૈયાર છે.શાકિબ અલ હસન એકદમ મૂંઝાયેલો દેખાઈ રહ્યો છે અને પોતાના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો છે.

     

  • 02 Nov 2022 04:48 PM (IST)

    IND vs BAN T20 Live:બાંગ્લાદેશનો નવો લક્ષ્યાંક 151

    મેચ 4.50 કલાકે ફરી શરૂ થશે. બાંગ્લાદેશને હવે જીતવા માટે 16 ઓવરમાં 151 રન બનાવવા પડશે. એટલે કે હવે તેણે 54 બોલમાં 85 રન બનાવવાના છે.

  • 02 Nov 2022 04:38 PM (IST)

    IND vs BAN T20 Live:એડિલેડમાં વરસાદ બંધ થયો

    એડિલેડથી ભારતીય ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયો છે. મેદાન પરથી કવર દૂર કરવામાં આવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે અમ્પાયર ઓવર કાપે છે કે નહીં.

  • 02 Nov 2022 04:33 PM (IST)

    IND vs BAN T20 Live: 4:28 વાગ્યાથી ઓવર કટ શરૂ

    ભારતના સમય અનુસાર, ઓવરનો કટ 4.28 વાગ્યાથી શરૂ થશે. મેચ જેટલી લાંબી શરૂ થશે તેટલી વધુ ઓવરો કપાશે.

  • 02 Nov 2022 04:32 PM (IST)

    IND vs BAN T20 Live: જો વરસાદ નહીં અટકે તો રિઝલ્ટ આ રીતે જોવા મળશે

    મેચમાં 30 મિનિટનો વધારાનો સમય છે. જો વરસાદ ચાલુ રહેશે તો ઓવરો કટ થવા લાગશે અને પછી સમીકરણ આ પ્રમાણે રહેશે

    જો 18 ઓવરની મેચ હોય તો લક્ષ્ય હશે – 169 રન

    જો 15 ઓવરની મેચ હોય તો લક્ષ્ય હશે – 142 રન

    જો 13 ઓવરની મેચ હોય તો લક્ષ્ય હશે – 122 રન

    જો 10 ઓવરની મેચ હોય તો લક્ષ્ય હશે – 89 રન

  • 02 Nov 2022 04:30 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતીય ટીમ માટે સારા સમાચાર, એડિલેડમાં વરસાદ બંધ થયો

    વરસાદના કારણે મેચ હાલ પુરતી રોકવામાં આવી છે. બાંગ્લાદેશે સાત ઓવરમાં 66 રન બનાવ્યા છે.

  • 02 Nov 2022 04:14 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતીય ચાહકોની વરસાદ બંધ તે માટે પ્રાર્થના કરશે

    ભારત પ્રાર્થના કરશે કે કોઈ પણ સંજોગોમાં વરસાદ અટકે અને મેચ પૂર્ણ થાય

  • 02 Nov 2022 04:03 PM (IST)

    IND vs BAN T20 Live: વરસાદને કારણે રમત બંધ

    દરમિયાન, વરસાદ આવી ગયો, જેના કારણે મેચ અહીં રોકવી પડી. હાલમાં 7 ઓવર રમાઈ છે, એટલે કે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ તેનો નિર્ણય લઈ શકાય છે અને જો આવું થાય તો બાંગ્લાદેશની ટીમને જીતવા માટે માત્ર 49 રનની જરૂર છે, જે 17 રનથી આગળ છે. આવી સ્થિતિમાં જો મેચ અહીં રોકવી પડશે તો બાંગ્લાદેશની ટીમ 17 રને મેચ જીતી જશે.

  • 02 Nov 2022 04:02 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશનો સ્કોર 66/0

    7મી ઓવર માટે અક્ષર પટેલ બોલિંગ કરવા આવ્યો, જેણે 6 રન આપ્યા, જેના કારણે બાંગ્લાદેશની ટીમનો સ્કોર 66/0 થઈ ગયો.

  • 02 Nov 2022 03:57 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશની ટીમે પાવરપ્લેમાં 60 રન બનાવ્યા

    છઠ્ઠી ઓવર માટે, મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો, જેના પહેલા જ બોલ પર લિટન દાસે ચોગ્ગો ફટકાર્યો, પછી બીજા બોલ પર છગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી. લિટન દાસે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે જ સમયે, તેણે ફરીથી ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 16 રન આવ્યા, જેના કારણે બાંગ્લાદેશની ટીમે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવી લીધા છે.

  • 02 Nov 2022 03:53 PM (IST)

    IND vs BAN T20 Live: લિટન દાસે અડધી સદી ફટકારી

    ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે શાનદાર શરૂઆત કરી છે. લિટન દાસ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેણે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી છે. જોકે, બીજા છેડે શાંતો શાંત છે. પાંચ ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 58 રન છે.

  • 02 Nov 2022 03:49 PM (IST)

    IND vs BAN T20 Live: લિટન દાસે સિક્સ ફટકારી

  • 02 Nov 2022 03:41 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશની શાનદાર શરુઆત

    ચોથી ઓવર મોહમ્મદ શમી લઈ આવ્યો હતો. લિટન દાસ 33 અને શાન્તો 2 રન પર રમી રહ્યા છે, ચોથી ઓવરમાં બાંગ્લાદેશના ખાતામાં 5 રન આવ્યા છે કુલ સ્કોર 35/0

  • 02 Nov 2022 03:40 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશનો સ્કોર 30 રન

    બાંગ્લાદેસનો ખેલાડી લિટન દાસ ચોગ્ગાનો વરસાદ કરી રહ્યો છે. લિટન દાસ 10 બોલમાં 27 રન બનાવી ક્રિઝ પર છે, 3 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 30 રન પર છે

  • 02 Nov 2022 03:36 PM (IST)

    IND vs BAN T20 Live: લિટન દાસે ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 03:35 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશનો સ્કોર 14/0

    બાંગ્લાદેશે પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા હતા, બીજીઓવરમાં બાંગ્લાદેશના ખાતામાં 12 રન આવ્યા હતા.

  • 02 Nov 2022 03:30 PM (IST)

    IND vs BAN T20 Live: લિટન દાસે ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર અર્શદીપ લઈને આવ્યો હતો. જેમાં લિટન દાસે ચોગ્ગો ફટકાર્યો, બાંગ્લાદેશે પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા હતા

  • 02 Nov 2022 03:26 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશની ઈનિગ્સ શરુ

    બાંગ્લાદેશની ઈનિગ્સ શરુ થઈ ગઈ છે. પ્રથમ ઓવર ભુવનેશ્વર લઈને આવ્યો છે, લિટન દાસ અને નઝમિલ હુસૈન શાન્તો  ક્રિઝ પર છે.

  • 02 Nov 2022 03:14 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતે બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો

    20મી ઓવરનો પ્રથમ બોલમાં એક પણ રન આવ્યો ન હતો. બીજા બોલ પર રવિચંદ્રન અશ્વિને સિક્સ ફટકારી ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલ પર એક રન આવ્યા હતો. ચોથા બોલ પર ભારતીય બેટસમેન વિરાટ અને અશ્વિને 2 રન લીધા હતા. છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો. આ સાથે 20મી ઓવરમાં ભારતના ખાતામાં કુલ 14 રન આવ્યા હતા. ભારતે બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છેવિરાટ કોહલી 44 બોલમાં 64 રન બનાવીને અણનમ રહ્યો હતો. 8 ચોગ્ગા અને એક છગ્ગા. આ કારણે પહેલા રમતા ભારતે 6 વિકેટે 184 રનનો સારો સ્કોર બનાવ્યો છે. અશ્વિન 6 બોલમાં 13 રન બનાવીને અણનમ રહ્યો હતો.

  • 02 Nov 2022 03:11 PM (IST)

    IND vs BAN T20 Live: રવિચંદ્રન અશ્વિને સિક્સ ફટકારી

    20મી ઓવરના બીજા બોલ પર રવિચંદ્રન અશ્વિને સિક્સ ફટકારી ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 02 Nov 2022 03:08 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ સિક્સ ફટકારી

    19મી ઓવરમાં હસન મહમૂદે અક્ષર પટેલને 7 રન પર આઉટ કર્યો હતો. પરંતુ કોહલીએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. 6 વિકેટે 170 રન. કોહલી 61 અને આર અશ્વિન 2 રને રમી રહ્યા છે.

  • 02 Nov 2022 03:08 PM (IST)

    IND vs BAN T20 Live: અક્ષર પટેલનું બેટ ન ચાલ્યું

    આ મેચમાં અક્ષર પટેલનું બેટ ચાલ્યું ન હતું. તે છ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. શાકિબ અલ હસને મહેમૂદની બોલ પર તેનો કેચ લીધો હતો. અક્ષરના આઉટ થયા બાદ રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર આવ્યો.

  • 02 Nov 2022 03:06 PM (IST)

    IND vs BAN T20 Live: 18મી ઓવરમાં 7 રન આવ્યા

    ફાસ્ટ બોલર મુસ્તાફિર રહેમાને 18મી ઓવરમાં માત્ર 7 રન આપ્યા. ભારતનો સ્કોર 5 વિકેટે 157 રન. વિરાટ કોહલી 50 રન બનાવીને રમી રહ્યો છે.

  • 02 Nov 2022 03:02 PM (IST)

    IND vs BAN T20 Live: 16 ઓવર પછી સ્કોર 5 વિકેટે 150 રન

    દિનેશ કાર્તિક ફરી એકવાર મોટી ઇનિંગ રમી શક્યો નથી. તે 5 બોલમાં 7 રન બનાવીને રનઆઉટ થયો હતો. 16 ઓવર પછી સ્કોર 5 વિકેટે 150 રન છે.

  • 02 Nov 2022 03:01 PM (IST)

    IND vs BAN T20 Live:કોહલીએ તેની ત્રીજી અડધી સદી ફટકારી

    વિરાટ કોહલીએ વર્તમાન T20 વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તે 37 બોલમાં અહીં પહોંચ્યો હતો. 7 ચોગ્ગા માર્યા. અગાઉ તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે પણ અડધી સદી ફટકારી હતી.

  • 02 Nov 2022 02:58 PM (IST)

    IND vs BAN T20 Live:દિનેશ કાર્તિક આઉટ

    દિનેશ કાર્તિક બાદ અક્ષર પટેલ ક્રિઝ પર આવતાની સાથે ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 02:57 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી

  • 02 Nov 2022 02:54 PM (IST)

    IND vs BAN T20 Live: દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકાર્યો

    દિનેશ કાર્તિકે ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો છે. 17મી ઓવરના પહેલા બોલ પર દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકાર્યો હતો.ફાસ્ટ બોલર હસન મહમૂદે 16મી ઓવરમાં પંડ્યાની વિકેટ લીધી. પરંતુ તેણે નો-બોલ સહિત 20 રન આપ્યા હતા

  • 02 Nov 2022 02:50 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    હાર્દિકે આઉટ થયા બાદ દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો છે. બીજા છેડે વિરાટ કોહલી અણનમ છે.

  • 02 Nov 2022 02:47 PM (IST)

    IND vs BAN T20 Live: હાર્દિક પંડ્યા આઉટ

    ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યાને હસન મહમૂદે 5 રન બનાવી પેવેલિયન મોકલ્યો હતો. ટીમ ઈન્ડિયાનો લાઈવ સ્કોર 15.1 ઓવરમાં 4 વિકેટે 130 રન. વિરાટ કોહલી 40 રન બનાવીને ક્રીઝ પર.

  • 02 Nov 2022 02:46 PM (IST)

    IND vs BAN T20 Live:15 ઓવરમાં 130 રન

    15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 130 રન છે. 30 બોલ રમવાના બાકી છે. વિરાટ કોહલી 40 અને હાર્દિક પંડ્યા 3 રન પર રમી રહ્યા છે.

  • 02 Nov 2022 02:44 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    વિરાટ કોહલીએ 15મી ઓવરના છેલ્લા 2 બોલ પર ચોગ્ગા ફટકાર્યા છે

  • 02 Nov 2022 02:42 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલી અર્ધશતકની નજીક

    14 ઓવર પછી સ્કોર 3 વિકેટે 119 રન છે. વિરાટ કોહલી સતત ત્રીજા અર્ધશતકની નજીક છે. તે 32 અને હાર્દિક પંડ્યા 2 રન બનાવી રમી રહ્યા છે.

  • 02 Nov 2022 02:38 PM (IST)

    IND vs BAN T20 Live: સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવ બાંગ્લાદેશ સામે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 16 બોલમાં 30 રન બનાવીને શાકિબ અલ હસન દ્વારા બોલ્ડ થયો હતો. સ્કોર 3 વિકેટે 116 રન છે. સૂર્યકુમાર યાદવ પેવેલિયન પરત ફરતા તેના સ્થાને હાર્દિક પંડ્યા આવ્યો છે

  • 02 Nov 2022 02:37 PM (IST)

    IND vs BAN T20 Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

    સૂર્ય કુમાર યાદવે 13મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા છે. 13મી ઓવરના છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો, સૂર્યકુમાર યાદવે 13મી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે

  • 02 Nov 2022 02:34 PM (IST)

    IND vs BAN T20 Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

    સૂર્ય કુમાર યાદવે 13મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા છે.

  • 02 Nov 2022 02:33 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતનો સ્કોર 100 રનને પાર

    ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં 2 વિકેટે 101 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 17 અને વિરાટ કોહલી 29 રને ક્રીઝ પર છે. બંને વચ્ચે 16 બોલમાં 23 રનની ભાગીદારી થઈ હતી.

  • 02 Nov 2022 02:32 PM (IST)

    IND vs BAN T20 Live: 12મી ઓવરમાં ભારતના ખાતામાં 9 રન જમા થયા

    12મી ઓવર બાંગ્લાદેશનો શાકિબ લઈને આવ્યો હતો. આ ઓવરમાં ભારતના ખાતામાં કુલ 9 રન જમા થયા છે. વિરાટ 29કોહલી અને સૂર્યકુમાર યાદવ 17 રન બનાવી ક્રિઝ પર છે

  • 02 Nov 2022 02:29 PM (IST)

    IND vs BAN T20 Live: 11 ઓવર બાદ ભારતનો સ્કોર 92/2

    મુસ્તફિઝુર રહેમાન 11મી ઓવર બોલિંગ કરવા આવ્યો હતો, જેની ઓવરમાં માત્ર 6 રન આવ્યા હતા. જેના કારણે ભારતનો સ્કોર 92/2 થઈ ગયો છે.

  • 02 Nov 2022 02:24 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતનો સ્કોર 10 ઓવરમાં 86 રન

    ભારતનો સ્કોર 10 ઓવર પછી 2 વિકેટે 86 રન છે. વિરાટ કોહલી 24 અને સૂર્યકુમાર યાદવ 7 રન પર રમી રહ્યા છે.

  • 02 Nov 2022 02:23 PM (IST)

    IND vs BAN T20 Live:રાહુલ બાદ સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર

  • 02 Nov 2022 02:22 PM (IST)

    IND vs BAN T20 Live:રાહુલ અડધી સદી ફટકારીને આઉટ થયો

    ભારતને 10મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. કેએલ રાહુલ અડધી સદી ફટકારીને તરત જ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બીજા છેડે વિરાટ કોહલી 18 બોલમાં 23 રન બનાવીને અણનમ છે. રાહુલ બાદ સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે ઉતર્યો છે. ભારતે 9.2 ઓવરમાં બે વિકેટે 78 રન બનાવ્યા હતા.

  • 02 Nov 2022 02:19 PM (IST)

    IND vs BAN T20 Live: કે.એલ રાહુલે અડધી સદી ફટકારી

    કેએલ રાહુલે 31 બોલમાં ટૂર્નામેન્ટની પ્રથમ અડધી સદી પૂરી કરી.

  • 02 Nov 2022 02:16 PM (IST)

    IND vs BAN T20 Live: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

    9મી ઓવરમાં કુલ 24 રન ભારતના ખાતામાં આવ્યા છે. જેમાં કે,એલ રાહુલ ચોગ્ગા અને છગ્ગાનો પણ વરસાદ કર્યો છે.9મી ઓવરના પાંચમા બોલ પર પણ કે,એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. 9 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર 76/1 થઈ ગયો છે.

  • 02 Nov 2022 02:15 PM (IST)

    IND vs BAN T20 Live: ટીમ ઈન્ડિયાના 50 રન પુરા

    ટીમ ઈન્ડિયાએ 8 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 18 અને કેએલ રાહુલ 31 રને ક્રીઝ પર છે. બંને વચ્ચે 28 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી. શાકિબ અલ હસનની પ્રથમ ઓવરમાં 10 રન આવ્યા હતા.

  • 02 Nov 2022 02:14 PM (IST)

    IND vs BAN T20 Live: કે.એલ રાહુલે સિક્સ ફટકારી

  • 02 Nov 2022 02:12 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    ભારતનો સ્કોર 56/1

  • 02 Nov 2022 02:11 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ નંબર વન બન્યો

    વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 16 રન બનાવતા જ શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો હતો. જયવર્દનેએ 1016 રન બનાવ્યા હતા.

  • 02 Nov 2022 02:10 PM (IST)

    IND vs BAN T20 Live: કે,એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

    કે,એલ રાહુલે 8મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 02:08 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતનો સ્કોર 42/1

    7 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 42 રન છે. કેએલ રાહુલ 23 અને વિરાટ કોહલી 16 રન બનાવીને રમી રહ્યા છે.

  • 02 Nov 2022 02:05 PM (IST)

    IND vs BAN T20 Live: ટીમને મોટા સ્કોર તરફ લઈ જવાની જવાબદારી કોહલી અને રાહુલ પર

    પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે ઓપનર કેએલ રાહુલ ક્રિઝ પર છે. રાહુલે 21 બોલમાં 22 રન બનાવ્યા છે. તે જ સમયે, વિરાટ કોહલી 13 બોલમાં 16 રન બનાવીને અણનમ છે.

  • 02 Nov 2022 02:03 PM (IST)

    IND vs BAN T20 Live:પાવરપ્લેમાં 37 રન

    ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 37 રન બનાવ્યા છે. મુસ્તાફિઝુર રહેમાને છઠ્ઠી ઓવરમાં 7 રન આપ્યા હતા. કોહલીએ ચોગ્ગો ફટકાર્યો. કેએલ રાહુલ 21 અને વિરાટ કોહલી 13 રને રમી રહ્યા હતા.

  • 02 Nov 2022 02:01 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    વિરાટ કોહલી 6ઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતીયટીમનો સ્કોર 1 વિકેટ બાદ 37 રન છે

  • 02 Nov 2022 02:00 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ અને રાહુલ ક્રિઝ પર જામ્યા

    તસ્કીન અહેમદ દ્વારા 5મી ઓવર. વિરાટ કોહલીએ પ્રથમ 2 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. એક વિકેટે પછી સ્કોર રાહુલ 18 અને કોહલી 9 રને રમી રહ્યા છે.

  • 02 Nov 2022 01:56 PM (IST)

    IND vs BAN T20 Live:4 ઓવરમાં 22 રન

    4 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 22 રન છે. કેએલ રાહુલ 18 અને વિરાટ કોહલી એક રન બનાવીને રમી રહ્યા છે. રાહુલે ત્રીજી ઓવરમાં એક સિક્સ અને ફોર ફટકારી હતી.

  • 02 Nov 2022 01:54 PM (IST)

    IND vs BAN T20 Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    વિરાટ કોહલીએ પણ પાંચમી ઓવરના પ્રથમ અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 01:53 PM (IST)

    IND vs BAN T20 Live: રોહિત માત્ર 2 રન બનાવી શક્યો

    કેપ્ટન રોહિત શર્મા પણ બાંગ્લાદેશ સામે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ફાસ્ટ બોલર હસન મહમૂદે તેને ત્રીજી ઓવરમાં કેચ કરાવ્યો હતો. તેણે 8 બોલમાં 2 રન બનાવ્યા હતા. સતત ચોથી મેચમાં ઓપનિંગ જોડી મોટી ભાગીદારી કરી શકી ન હતી.

  • 02 Nov 2022 01:52 PM (IST)

    IND vs BAN T20 Live કે.એલ રાહુલ ચોગ્ગો ,છગ્ગાનો વરસાદ કર્યો

  • 02 Nov 2022 01:51 PM (IST)

    IND vs BAN T20 Live: રાહુલે ચોગ્ગો ફટકાર્યો

  • 02 Nov 2022 01:50 PM (IST)

    IND vs BAN T20 Live:વિરાટ કોહલી ક્રિઝ પર

  • 02 Nov 2022 01:48 PM (IST)

    IND vs BAN T20 Live: રોહિત શર્મા આઉટ

    ભારતને પહેલો ઝટકો લાગ્યો, રોહિત શર્માને હસન મહેમૂદે આઉટ કર્યો

  • 02 Nov 2022 01:47 PM (IST)

    IND vs BAN T20 Live: હસને રોહિત શર્માનો કેચ છોડ્યો

    ત્યારબાદ ત્રીજી ઓવર ફાસ્ટ બોલર તસ્કીન અહેમદે ફેંકી હતી. રોહિત પ્રથમ 3 બોલમાં રન બનાવી શક્યો નહોતો. ચોથા બોલ પર રોહિત કેચ ચૂકી ગયો અને તેણે એક રન લીધો. હસને કેચ છોડ્યો. 5માં બોલ પર કોઈ રન નોંધાયો નહીં. રાહુલ છઠ્ઠા બોલ પર રન બનાવી શક્યો નહોતો. 3 ઓવર પછી 11 રન.

  • 02 Nov 2022 01:43 PM (IST)

    IND vs BAN T20 Live:ભારતનો સ્કોર 10/0

    ભારતીય ઈનિંગની બીજી ઓવર ફાસ્ટ બોલર ઈસ્લામે ફેંકી હતી. તેણે બીજો બોલ નો બોલ નાખ્યો. પરંતુ આગામી બોલ પર રાહુલ તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. ત્રીજા બોલ પર રન લીધો. રોહિતે ચોથા બોલ પર એક રન પણ લીધો હતો. રાહુલે 5માં બોલ પર સિક્સ ફટકારી હતી. છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 2 ઓવર પછી 10 રન વિના વિકેટે સ્કોર. રાહુલ 8 અને રોહિત એક રન પર રમી રહ્યા છે.

  • 02 Nov 2022 01:41 PM (IST)

    IND vs BAN T20 Live:કે.એલ રાહુલે સિક્સ ફટકારી

    રાહુલે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં પ્રથમ સિક્સ ફટકારી

  • 02 Nov 2022 01:39 PM (IST)

    IND vs BAN T20 Live: બાંગ્લાદેશની સારી બોલિંગ

    ટીમ ઈન્ડિયા પ્રથમ ઓવરમાં માત્ર એક રન બનાવી શકી હતી. કેએલ રાહુલ પ્રથમ 4 બોલમાં તસ્કીન અહેમદ સામે કોઈ રન બનાવી શક્યો નહોતો. 5મા બોલ પર રન લીધો. રોહિત છઠ્ઠા બોલ પર રન બનાવી શક્યો નહોતો.

  • 02 Nov 2022 01:37 PM (IST)

    IND vs BAN T20 Live: મેચની 38 હજાર ટિકિટ વેચાઈ

    ભારત અને બાંગ્લાદેશ મેચની 38 હજાર ટિકિટ વેચાઈ છે. આવી સ્થિતિમાં, મેચ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા છે. દરેક મેચમાં ભારતીય ચાહકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

  • 02 Nov 2022 01:36 PM (IST)

    IND vs BAN T20 Live: પ્રથમ ઓવર પૂર્ણ

    પ્રથમ ઓવરમાં ભારતના ખાતામાં માત્ર 1 જ રન આવ્યો છે

  • 02 Nov 2022 01:33 PM (IST)

    IND vs BAN T20 Live:ક્રિઝ પર રોહિત-રાહુલ, તસ્કિન પહેલી ઓવર ફેંકી રહ્યો છે

    ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં આવ્યા છે. બંને બેટ્સમેન ટીમને મજબૂત શરૂઆત આપવા ઈચ્છશે. બાંગ્લાદેશ માટે તસ્કીન અહેમદ પ્રથમ ઓવર ફેંકવા આવ્યો છે.

  • 02 Nov 2022 01:28 PM (IST)

    IND vs BAN T20 Live:મેચમાં કોનું પલડું ભારે

    ભારતે પ્રથમ બે મેચ જીતી હતી અને પાકિસ્તાન, નેધરલેન્ડને હરાવ્યું હતું, પરંતુ ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને હાર આપી હતી. બાંગ્લાદેશે તેની મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી, તેને આગલી મેચમાં સાઉથ આફ્રિકાએ હાર આપી હતી. જો કે તેની છેલ્લી મેચમાં તેણે ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું.

  • 02 Nov 2022 01:26 PM (IST)

    IND vs BAN T20 Live:વોર્મ-અપ માટે મેદાન પર ખેલાડીઓ

    ભારતના ખેલાડીઓ વોર્મ અપ માટે મેદાનમાં ઉતર્યા છે. સ્ટેડિયમ ચાહકોથી ભરેલું છે

     

     

  • 02 Nov 2022 01:25 PM (IST)

    IND vs BAN T20 Live: ભારતીય ટીમની પ્લેઇંગ-11

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

  • 02 Nov 2022 01:21 PM (IST)

    IND vs BAN T20 Live:બાંગ્લાદેશે ટોસ જીત્યો

    બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ હાલ આસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શાકિબે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરીશું. અમને ખબર નથી કે આ પિચ પર સારો સ્કોર શું હશે. આ ફોર્મેટમાં દરેક મેચ જરૂરી છે

     

     

  • 02 Nov 2022 01:20 PM (IST)

    IND vs BAN T20 Live:એડિલેડમાં હવામાન મેચ બગાડી શકે છે

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાશે. એડિલેડમાં આજે મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં જો વરસાદ રમતને બગાડે છે તો બંને ટીમો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બંને ટીમો પ્રાર્થના કરશે કે મેચ દરમિયાન વરસાદ ન પડે અને મેચ પૂર્ણ થાય.

  • 02 Nov 2022 01:19 PM (IST)

    IND vs BAN T20 Live: ભારત અને બાંગ્લાદેશ છ વર્ષ બાદ આમને સામને

    ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ 6 વર્ષ બાદ આમને સામને થઈ રહ્યાં છે. આ પહેલા 2016 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 23 માર્ચે બાંગ્લાદેશ પર માત્ર એક રનથી મેચ જીતી હતી.

Published On - 1:17 pm, Wed, 2 November 22