IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વન ડે શ્રેણી રમાશે, જાણો ODI અને ટેસ્ટ મેચોનુ શેડ્યૂલ

|

Dec 04, 2022 | 8:41 AM

ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે. રવિવારે પ્રવાસની પ્રથમ મેચ રમાનારી છે, આ પ્રવાસ અને વનડે વિશ્વકપ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈ મહત્વનો છે

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વન ડે શ્રેણી રમાશે, જાણો ODI અને ટેસ્ટ મેચોનુ શેડ્યૂલ
Know full schedule: India Tour Of Bangladesh

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી વન ડે શ્રેણીની શરુઆત થઈ રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી રહી છે. જેમાં શરુઆત વન ડે શ્રેણીની થઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રવાસની પ્રથમ મેચ ઢાકમાં રમાનાર છે. શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને થશે. વિશ્વકપની તૈયારીઓની નજરથી પણ આ પ્રવાસને જોવામાં આવી રહ્યો છે. હાલમાં જ ટી20 વિશ્વકપ સમાપ્ત થયો છે અને હવે દુનિયાભરની ક્રિકેટ ટીમોનુ ધ્યાન હવે ભારતમાં રમાનારા વન ડે વિશ્વકપ 2023 પર રહેશે.

બંને દેશો વચ્ચે વન ડે ઉપરાંત બે ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમાનારી છે. જે ભારતીય ટીમને માટે મહત્વની છે. ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે આ બંને ટેસ્ટ મેચોને જીતી લેવા માટે દમ લગાવશે. ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસના કાર્યક્રમ પર અહીં એક નજર કરીશું

3 વન ડે મેચોની શ્રેણી રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રવાસ દરમિયાન 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. ભારતીય ટીમ વન ડે શ્રેણીને વિશેષ ફોકસ રાખીને પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. કારણ કે ભારતીય ટીમને ઘર આંગણે રમાનારા વિશ્વકપને પોતાના હાથોમાં ઉઠાવવાની આશા છે. ભારતીય ક્રિકેટના ચાહકો પણ ટી20 બાદની નિષ્ફળતા બાદ હવે વન ડે વિશ્વકપ પર નજર લગાવી બેઠા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
  • 4 ડિસેમ્બર, રવિવારઃ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં પ્રથમ વન ડે મેચ રમાશે.
  • 7 ડિસેમ્બર, બુધવારઃ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બીજી વન ડે મેચ રમાશે.
  • 10 ડિસેમ્બર, શનિવારઃ ચટગ્રામના ઝહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં શ્રેણીની અંતિમ અને ત્રીજી વન ડે રમાશે.

ત્રણેય મેચો ભારતીય સમયાનુસાર સવારે 11.00 કલાકે શરુ થનારી છે.

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ

આગામી વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ચેમ્પિયનશિપના 2021-2023ના ચક્રની ફાઈનલને લઈ ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાનની 2 ટેસ્ટ મેચ મહત્વની રહેનારી છે. ભારતીય ટીમ બંને ટેસ્ટ મેચોને જીતીને ફાઈનલમાં પહોંચવાની નજીક જવા પ્રયાસ કરશે. બંને મેચોની જીત ભારતીય ટીમના ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચવાની તકને મજબૂત કરી શકે છે. જે મેચો ભારતીય સમયાનુસાર સવારે 9.00 કલાકે શરુ થનારી છે.

  • 14 ડિસેમ્બર, બુધવારઃ ચટગ્રામના ઝહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે.
  • 22 ડિસેમ્બર, ગુરુવારઃ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે.

 

Next Article