IND vs BAN: ઢાકા ટેસ્ટમાં અક્ષર પટેલ રચશે વિક્રમ, 6 શિકાર ઝડપતા જ અશ્વિનનો રેકોર્ડ તૂટશે

અક્ષર પટેલ અત્યાર સુધીમાં 7 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે ભારતીય ટીમ વતી શાનદાર પ્રદર્શન કરતા 44 વિકેટ ઝડપી છે.

IND vs BAN: ઢાકા ટેસ્ટમાં અક્ષર પટેલ રચશે વિક્રમ, 6 શિકાર ઝડપતા જ અશ્વિનનો રેકોર્ડ તૂટશે
Axar Patel અશ્વિનનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે (Photo-AFP)
| Edited By: | Updated on: Dec 21, 2022 | 7:21 PM

ભારતીય ટીમ નો બાંગ્લાદેશ પ્રવાસ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રવાસની અને ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ ઢાકામાં રમાનારી છે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ જીતીને 1-0 થી સરસાઈ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પાસે આ દરમિયાન મોટો કમાલ કરવાની તક છે. અક્ષર પટેલ શિકાર ઝડપવાને લઈ વિક્રમ રચી શકે છે.

અક્ષર પટેલ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તે 44 વિકેટ ઝડપી ચુક્યો છે. હવે ગુરુવારથી રમાનારી મેચમાં પટેલે આ માટે વધુ શિકાર ઝડપતા જ રેકોર્ડ રચી શકે એમ છે.

સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાનો રેકોર્ડ રચાઈ શકે છે

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ગુરુવારે બીજી ટેસ્ટ મેચ રમાનારી છે. અક્ષર પટેલની આ આઠમી મેચ રમાનારી છે. આ મેચમાં પટેલ 50 ટેસ્ટ વિકેટ પુરી કરી લેતા જ તે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી શકે છે. તેણે 7 ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 44 વિકેટ ઝડપી છે. પરંતુ ઢાકામાં વધુ 6 વિકેટ મેળવતા જ તે સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનારો બોલર નોંધાઈ શકે છે.

સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાનો આ રેકોર્ડ અત્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે નોંધાયેલો છે. અશ્વિના આ કમાલ 9 ટેસ્ટ મેચમાં કર્યો હતો. અનિલ કુંબલેએ પોતાની 50 વિકેટ પુરી કરવા માટે 10 ટેસ્ટ મેચ રમી હતી, જે આ યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને 11 ટેસ્ટ મેચ રમીને હરભજન સિંહ, જસપ્રીત બુમરાહ અને નરેન્દ્ર હિરવાણી પોતાના નામ ધરાવે છે. આમ અક્ષર ટોપ ટુ માં પોતાનુ નામ સામેલ કરી શકે છે પરંતુ, ટોપર રહેવા માટે તેણે ઢાકામાં 6 વિકેટ ઝડપવાનો કમાલ કરવો પડશે.

અક્ષરની ટેસ્ટ કરિયર

આતો થઈ ભારતીય બોલરોની વાત પરંતુ, ઓવર ઓલ રેકોર્ડની વાત કરવામાં આવેતો વિશ્વપમાં સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર ઓસ્ટ્રેલિયન છે. જેનુ નામ ચાર્લ્સ થોમસ ટર્નર છે. જેણે માત્ર 6 ટેસ્ટ મેચમાં જ 50 વિકેટ હાંસલ કરી લીધી હતી. 7 મેચોની ટેસ્ટ કરિયરમાં અક્ષર પટેલની સ્ટ્રાઈક રેટ 35.3 ની રહી છે. જ્યારે તે 13 ની સરેરાશ 7 મેચમાં ધરાવે છે.

બેટિંગમાં અક્ષરના નામે 7 ટેસ્ટ મેચમાં 211 રન નોંધાયેલા છે. જેમાં તે એક વાર તે અડધી સદી નોંધાવી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગ એવરેજ 23.44 રનની રહેલી છે.

 

Published On - 7:20 pm, Wed, 21 December 22