
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ બંને વન ડે મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવીને જીતી લીધી હતી. આમ બાંગ્લાદેશે શ્રેણીને 2-0 સાથે પોતાના નામે કરી લીધી હતી. હવે ભારતીય ટીમના માથે ક્લીન સ્વીપનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતીમાં હવે શનિવારે ભારતીય ટીમ કોઈ પણ હિસાબે મેચને જીતી લેવા માટે પુરો દમ લગાવી દેશે.
આ દરમિયાન ભારતીય ટીમ પ્રદર્શનથી જ નહીં પરંતુ ખેલાડીઓની ફિટનેસને લઈને પણ પરેશાન છે. ભારતીય ટીમના નિયમીત સુકાની રોહિત શર્મા સહિત ત્રણ ખેલાડીઓ ઈજાને લઈ પરેશાન છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન 20માંથી કુલ 6 ખેલાડીઓ ફિટનેસથી પરેશાન છે. એટલે કે હવે 20માંથી માત્ર 14 ખેલાડીઓ જ પ્લઈંગ ઈલેવન પસંદ કરવા માટે રહ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા મુંબઈ પરત ફર્યો છે. ઈજાને લઈ તે પ્રવાસથી પરત ફર્યો છે. હવે આવી સ્થિતીમાં વાઈસ કેપ્ટન કેએલ રાહુલ ભારતીય ટીમનુ સુકાન સંભાળશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વનડે મેચ 10 ડિસેમ્બર શનિવારના રોજ રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વનડે મેચ ચિત્તાગોંગના ઝહુર અહેમદ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ODI સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને ટોસ સવારે 11 વાગ્યે થશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ODI મેચનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ODIનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Live એપ પર જોઈ શકાશે. ઉપરાંત, તમે TV9Gujarati.com પર આ મેચના અપડેટ્સ વાંચી શકો છો.
ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, ઈશાન કિશન, શાહબાઝ અહેમદ.
Published On - 5:21 pm, Fri, 9 December 22