
ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે. જ્યાં બંને દેશો વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે. ઢાકામાં આવેલા શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બીજી વન ડે રમાઈ રહી છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ ભારતે પ્રથમ બોલીંગ કરતા પ્રથમ 20 ઓવરમાં 6 વિકેટ ઝડપીને બાંગ્લાદેશને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધવુ હતુ. પરંતુ મહમુદુલ્લાહઅને મેંહદી હસને સ્થિતી સંભાળી હતી. મહેંદી હસને તોફાની સદી નોંધાવતા બાંગ્લાદેશે નિર્ધારીત 50 ઓવરમાં 271 રન 7 વિકેટે નોંધાવ્યા હતા.
એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે બાંગ્લાદેશની ટીમ માંડ સવાસો રનની આસપાસ સમેટાઈ જશે. પરંતુ મહમુદુલ્લાહ અને મહેંદી હસનની રમતે ભારતીય ચાહકોની ઝડપથી હરીફ ટીમ સમેટાઈ જવાની આશા પુરી થઈ શકી નહોતી. એક સમયે બાંગ્લાદેશે 19મી ઓવરમા 69 રમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મહમુદુલ્લાહ અને મહેંદી હસનની ભાગીદારી રમતે ટીમનો સ્કોર 200 ને પાર કરાવી દીધો હતો.
બાંગ્લાદેશને મુશ્કેલ સ્થિતીમાંથી બહાર નિકાળીને ભારત સામે લડાયક સ્કોર ખડકવાની જવાબદારી મહેંદી હસને નિભાવી હતી. તેણે શાનદાર ઈનીંગ વડે ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. તેને મહમુદુલ્લાહે અડધી સદીની રમત વડે સારો સાથ આપ્યો હતો. મહેંદી હસને 83 બોલમાં 100 રન 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. હસન 8માં ક્રમે રમતમાં આવ્યો હતો અને આ જબરદસ્ત રમત વડે સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.
ભારતને બીજી ઓવરમાં જ પ્રથમ સફળતા મળી હતી. અનામુલ હકને સિરાજે શિકાર કર્યો હતો. હક 9 બોલનો સામનો કરીને 11 રન નોંધાવી પરત ફર્યો હતો. બીજી વિકેટ ઉમરામ મલિકે ઝડપી હતી. તેણે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન લિટ્ટન દાસની વિકેટ ઝડપી હતી. લિટ્ટન દાસે 23 બોલનો સામનો કરીને 7 રન નોંધાવ્યા હતા. ત્રીજી વિકેટ નઝમૂલ હુસેન શાંતોની વિકેટ ઉમરાને ઝડપી હતી.
વોંશિંગ્ટન સુંદરે ઈનીંગની 19મી ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા મુશ્ફિકુર રહિમ અને બાદમાં અફિફ હુસેનની વિકેટ સળંગ ઝડપી હતી. આ સમયે બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી દીધી હતી. સુંદરે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમરાન મલિકે 10 ઓવરમાં 2 ઓવર મેડન કરીને 58 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે સૌથી વધુ રન ગુમાવ્યા હતા. તેણે 10 ઓવરમાં 73 રન આપ્યા હતા. જોકે 2 વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે 10 ઓવરમાં 1 ઓવર મેડન કરીને 47 રન આપ્યા હતા.
Published On - 3:37 pm, Wed, 7 December 22