73 રનનું યોગદાન આપવા છતા ટ્રોલ થયો કે એલ રાહુલ, લોકોએ કહ્યું – મેચનો હીરો પણ તું અને વિલન પણ તું જ

મેચની પ્રથમ પારીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે કે એલ રાહુલ હીરો રહ્યો હતો પણ મેચની બીજી પારીમાં કે એલ રાહુલ જ ભારતીય ટીમ માટે વિલન બન્યો હતો. મેચ દરમિયાન વિકેટકીપરની ભૂમિકા રમી રહેલા કે એલ રાહુલ દ્વારા એક મહત્વપૂર્ણ કેચ છુટ્યો હતો.

73 રનનું યોગદાન આપવા છતા ટ્રોલ થયો કે એલ રાહુલ, લોકોએ કહ્યું - મેચનો હીરો પણ તું અને વિલન પણ તું જ
Kl Rahul droped the catch
Image Credit source: Twitter
| Updated on: Dec 04, 2022 | 10:42 PM

પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમાં મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી. બાંગ્લાદેશના બોલરોએ નવમી ઓવર માટે 50 રનની પાર્ટનશિપ કરીને બાંગ્લાદેશને જીત અપાવી હતી. મેચની પ્રથમ પારીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે કે એલ રાહુલ હીરો રહ્યો હતો પણ મેચની બીજી ઈનિંગમાં કે એલ રાહુલ જ ભારતીય ટીમ માટે વિલન બન્યો હતો. મેચ દરમિયાન વિકેટકીપરની ભૂમિકા રમી રહેલા કે એલ રાહુલ દ્વારા એક મહત્વપૂર્ણ કેચ છુટ્યો હતો.

મેચ દરમિયાન 43મી ઓવરમાં બાંગ્લાદેશના મેહેદી હસન મિરાજે શાર્દુલ ઠાકુર દ્વારા નાંખવામાં આવેલા વાઈડ બોલ પર ઊંચાઈ પર શોર્ટ મારવામાં આવ્યો હતો. થર્ડ મેનના ક્ષેત્રમાં તે સમયે સુંદર હતો, પણ કે એલ રાહુલ તે તરફ દોડયો પણ કેચ ના પકડી શક્યો. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે પણ ભરાયો હતો. મેહેદી હસન મિરાજે જ અંતે બાંગ્લાદેશની ટીમને જીત અપાવી હતી.

કે એલ રાહુલનો વીડિયો થયો વાયરલ

 

આજની પ્રથમ વન ડે માં વરસાદની કોઈ સંભાવના ન હતી પણ ભારતીય બેટ્સમેનો રનનો વરસાદ કરે તેવી આશા સૌને હતી. આ આશા પર ભારતીય બેટ્સમેનો ખરા ઉતરી શક્યા નહીં. ફેન્સને આશા કહી કે વિરાટ કોહલી જેવા બેટ્સમેન વન ડેમાં ટી20 જેવો દેખાવ કરશે પણ ભારતીય ટીમને પહેલા ત્રણ બેટ્સમેન 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. માત્ર કે એલ રાહુલના 73 રનને કારણે ભારતીય ટીમ સન્માન જનક સ્કોર બનાવી શકી હતી. બાંગ્લાદેશ હવે 3 મેચોની વન ડે સીરીઝમાં 1-0થી આગળ છે.

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન – કે એલ રાહુલના 70 બોલમાં 73 રન, રોહિત શર્માના 31 બોલમાં 27 રન અને શ્રેયસના 39 બોલમાં 24 રન

ભારતીય બોલરોનું પ્રદર્શન – સિરાજની 10 ઓવરમાં 3 વિકેટ, સુંદરની 5 ઓવરમાં 2 વિકેટ અને કુલદિપ સેનની 5 ઓવરમાં 2 વિકેટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે મેચનો હીરો પણ તુ અને મેચનો વિલન પણ તુ જ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આપણે મેચ આ જ સમયે હારી ગયા. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મેચ દરમિયાન કેચ છૂટે જ છે, તેના મહત્વપૂર્ણ 73 રન યાદ રાખો.