IPL 2023 ની સિઝન સમાપ્ત થતા જ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની સ્ક્વોડ ઈંગ્લેન્ડમાં એક્શનમાં જોવા મળશે. વિરાટ કોહલીની સહિતના કેટલાક ભારતીય ક્રિકેટરો ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. આગામી 7 જૂથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ભારત સળંગ બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચ્યુ છે. આ વખતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ભારત મેદાને ઉતરશે, અગાઉ ન્યુઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી.
આ દરમિયાન ICC એ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ એલાન કર્યુ છે. શુક્રવારે આ અંગેની જાહેરાત કરતા બતાવ્યુ હતુ કે, 9 ટીમો વચ્ચે રકમની વહેંચણી કરવમાં આવશે. 31, 39,42, 700 રુપિયા આ તમામ ટીમની વચ્ચે વહેંચવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ બંને ટીમોને બાકીની ટીમો કરવા વધારે રકમ ઈનામના રુપે મળશે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનનારી ટીમને 13.2 કરોડ રુપિયાનુ ઈનામ આઈસીસી દ્વારા આપવામાં આવશે. જ્યારે રનર અપ ટીમને તેનાથી અડધા જેટલી રકમ મળશે, એટલે કે 6.5 કરોડ રુપિયાનુ ઈનામ મળશે. આ રકમ ચેમ્પિયન ટીમને મળેલી રકમ જેટલી જ છે. અગાઉ ન્યુઝીલેન્ડને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા પર આટલી જ રકમનુ ઈનામ પ્રાપ્ત થયુ હતુ. જ્યારે ભારતને રનર અપ રહેતા સાડા છ કરોડ રુપિયા મળ્યા હતા. આમ ઈનામની રકમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારત સામે ન્યુઝીલેન્ડે ફાઈનલ મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી.
Prize pot for the ICC World Test Championship 2021-23 cycle revealed 💰
Details 👇https://t.co/ZWN8jrF6LP
— ICC (@ICC) May 26, 2023
દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને હોવાને લઈ આઈસીસી દ્વારા 3,71,78,325 ની રકમ મળશે. જ્યારે ચોથા સ્થાને રહેનારી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને 2,89,16,475 રુપિયાનુ ઈનામ મળશે. જ્યારે પાકિસ્તાનને માત્ર 82 લાખ રુપિયાની જ રકમ હાથ લાગશે. પાકિસ્તાન 7માં સ્થાને રહ્યુ છે. પાકિસ્તાન ઉપરાંત ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને પણ માત્ર 82-82 લાખ રુપિયાની રકમ મળશે. શ્રીલંકાને 1 કરોડ 65 લાખ રુપિયા જેટલી રકમ મળશે. જ્યારે 13 કરોડ રુપિયાનુ ઈનામ ભારત કે ઓસ્ટ્રેલિયા કોણ મેળવશે એની પર નજર બની રહેશે
Published On - 4:21 pm, Fri, 26 May 23