ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને છે. ઓકલેન્ડમાં રમાઈ રહેલી આ મેચનો ટોસ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચ માટે બંને ટીમોએ 1-1 ફેરફાર કર્યો છે. શેફાલી વર્માની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમ માટે આ મેચમાં જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે આ કરવું સરળ નહીં હોય. જો ઓસ્ટ્રેલિયા આજે જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે.
સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, સ્નેહ રાણા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
એલિસા હીલી, રશેલ હેઈન્સ, મેગ લેનિંગ, એલિસે પેરી, બેથ મૂની, તાહિલા મેકગ્રા, એશ્લે ગાર્ડનર. ડાર્સી બ્રાઉન, જેસ જોનાસેન, અલાના કિંગ, મેગન શુટ
રોમાંચક તબક્કામાં પહોંચેલી મેચમાં મેઘના સિંહે લેનિંગની વિકેટ ઝડપીને ભારતની આશાને વધારી હતી.
વરસાદ બાદ વસ્ત્રાકરે પેરીને પહેલી જ ઓવરમાં આઉટ કરી હતી. પેરીએ ફુલ ટોસ બોલ પર શાનદાર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ મિતાલી રાજના હાથે કેચ થઈ ગઈ. તેણે 51 બોલમાં 28 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું.
વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ છે. પેરી અને લેનિંગ ક્રિઝ પર છે. પૂજા વસ્ત્રાકરે ભારત માટે બોલિંગની શરૂઆત કરી છે.
41 ઓવર રમાઈ અને વરસાદ શરૂ થયો. પિચ પર કવર આવી ગયા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ડીએલએસના મામલે પણ આગળ છે અને તેના માટે જીત મેળવવી સરળ છે
ઝુલન ગોસ્વામી 39મી ઓવર લઈને આવી અને 11 રન આપ્યા. ઓવરના છેલ્લા બોલે ડ્રાઇવિંગ કરીને મિડ-ઓન પર ચોગ્ગો માર્યો, જ્યારે એક બોલ વાઇડ રહ્યો. આ પછી પૂજા વસ્ત્રાકરે આગલી ઓવરમાં બે રન આપ્યા હતા.
સ્નેહ રાણાએ 36મી ઓવરમાં ચાર રન આપ્યા હતા. આ પછી ગોસ્વામીએ આગલી ઓવરમાં ત્રણ રન આપ્યા. 38મી ઓવરના ત્રીજા બોલ પર લેનિંગે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને તેની જીત નિશ્ચિત દેખાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાએ 35.3 ઓવરમાં 200 રન પૂરા કરી લીધા છે. સ્નેહ રાણાની આ ઓવરના બીજા બોલ પર કેપ્ટન મેગ લેનિંગે 2 રન પૂરા કર્યા અને પછીના બોલ પર સિંગલ સાથે ટીમનો સ્કોર 2 વિકેટે 200 રન સુધી પહોંચાડ્યો.
34મી ઓવરના બીજા બોલ પર લેનિંગે શોટ રમ્યો અને બે રન લીધા. આ સાથે તેણે પોતાની અડધી સદી પૂરી કરી. લેનિંગે 56 બોલમાં 50 રન પૂરા કર્યા.
લેનિંગ શાનદાર લયમાં જોવા મળી રહી છે. પેરી ધીમી બેટિંગ કરીને લેનિંગને મોટા શોટ રમવાની તક આપી રહ્યી છે. ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 167 રન બનાવ્યા છે અને તેણે માત્ર બે વિકેટ ગુમાવી છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે અને હવે ભારત માટે મેચમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે.
રાજેશ્વરી ગાયકવાડની શાનદાર ઓવર, માત્ર 2 રન આપ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમે 30 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. તેને જીતવા માટે હજુ 114 રનની જરૂર છે. એલિસ પેરી 8 અને કેપ્ટન મેગ લેનિંગ 34 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 41 રનની ભાગીદારી થઈ છે.
મેઘના સિંહે 27મી ઓવરમાં 10 રન આપ્યા હતા. ઓવરના બીજા બોલ પર લેનિંગે કટ કરીને ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે, તેના આગલા બોલ પર, તેણે સ્ક્વેર લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો. આગલી ઓવરમાં ગાયકવાડે બે રન આપ્યા.
વસ્ત્રાકર 25મી ઓવરમાં આવ્યો અને તેણે સાત રન આપ્યા. ઓવરના ત્રીજા બોલ પર લેનિંગે બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર બાઉન્ડ્રી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. તે હજુ પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.
સ્નેહ રાણાએ 22મી ઓવરમાં 6 રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે વસ્ત્રાકરે આગલી ઓવરમાં ચાર રન આપ્યા હતા. ભારતે ઓપનિંગ જોડીને પેવેલિયન મોકલીને મેચમાં પુનરાગમન કર્યું છે પરંતુ હવે તેમના માટે મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત ભાગીદારી કરી શકે નહીં
હિલી બાદ હેઈન્સ પણ પેવેલિયન પરત ફરી હતી. ઓવરના છેલ્લા બોલ પર શોટ રમ્યો હતો પરંતુ કીપર રિચા ઘોષના હાથે કેચ થયો હતો. તેણે 52 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા સામેલ હતા.
ભારત તરફથી મળેલા 278 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા હતા. હાલમાં ઓપનર રશેલ 43 અને મેગ લેનિંગ 1 રન બનાવીને ક્રિઝ પર છે. હવે તેને જીતવા માટે 156 રનની જરૂર છે.
લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 121 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ સફળતા સ્નેહ રાણાએ આપી હતી. તેણે એલિસે હીલીને 72 રન પર પેવેલિયન મોકલી હતી.
First breakthrough for #TeamIndia ☝️
Sneh Rana gets the prized scalp of Alyssa Healy, who is gone for 72. #CWC22 pic.twitter.com/yCLNdBdAfB
— ICC Cricket World Cup (@cricketworldcup) March 19, 2022
17મી ઓવર ભારત માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી. આ ઓવરમાં રાજેશ્વરી ગાયકવાડે 14 રન આપ્યા હતા. હીલીએ આ ઓવરના પહેલા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, ઓવરના ચોથા બોલ પર, તેણે ડીપ પર ફિલ્ડરોની વચ્ચેથી ચોગ્ગો ફટકાર્યો. ભારતે આગલા બોલ પર LBWની માંગ કરી. બોલ બેટ સાથે અથડાયો ન હતો
17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 111 રન બનાવ્યા હતા. હાલમાં એલિસા હીલી 57 બોલમાં 66 રન અને રશેલ 45 બોલમાં 39 રન બનાવીને બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે હજુ 167 રનની જરૂર છે.
15 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 88 રન બનાવી લીધા હતા. એલિસા હીલીએ શાનદાર બેટિંગ કરતાં તેની ODI કારકિર્દીની 15મી અડધી સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપમાં આ તેની બીજી અડધી સદી હતી. તે જ સમયે, રશેલ હેન્સ 34 રન બનાવીને બેટિંગ કરી રહી છે.
A 15th ODI half-century for Alyssa Healy 🙌#CWC22 pic.twitter.com/7CGfEif8cr
— ICC Cricket World Cup (@cricketworldcup) March 19, 2022
મેઘના સિંહે 13મી ઓવરમાં 7 રન આપ્યા હતા. ભારતને આ ભાગીદારીનો અંત લાવવો જ પડશે. તે જ સમયે, સ્નેહ રાણાએ આગામી ઓવરમાં બે રન આપ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 76 રન બનાવી લીધા છે. રશેલ અને હીલીએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. હેલી 42 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 47 રન અને રશેલ 31 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને ક્રિઝ પર છે.
10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 67 રન બનાવ્યા હતા. રશેલ 25 અને હીલી 42 રન સાથે ક્રિઝ પર છે. ભારતીય બોલરો વિકેટની શોધમાં છે. જો ભારતે આ મેચ જીતવી હોય તો ઓપનિંગ ભાગીદારી તોડવી પડશે.
હિલી-રશેલ વચ્ચે પચાસ રનની ભાગીદારી,સાત ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન બનાવી લીધા હતા. હાલમાં રશેલ 14 અને હીલી 36 રન સાથે ક્રિઝ પર છે. ભારતીય ટીમે પ્રથમ સાત ઓવરમાં વિકેટ માટે સંઘર્ષ ચાલુ છે.
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 278 રનનો ટાર્ગેટ આપ્યો છે. જો ભારતે વર્લ્ડ કપમાં પોતાની સફર ચાલુ રાખવી હોય તો આ મેચ જીતવી જરૂરી છે.
રશેલ અને હીલીએ ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી છે. 278 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 38 રન બનાવી લીધા હતા. હીલી 29 અને રશેલ 9 રન બનાવીને ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. એલિસા હીલી અને રશેલ હેઈન્સ બેટિંગ કરવા આવ્યા હતા. ઝુલન ગોસ્વામીએ પહેલી જ ઓવરમાં 8 રન આપ્યા હતા. આ ઓવરના ત્રીજા બોલ પર હીલીએ ગેપ પર ફોર ફટકારી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 277 રન બનાવ્યા હતા. મેચમાં કેપ્ટન મિતાલી રાજે 68, યસ્તિકા ભાટિયા 59 અને હરમનપ્રીત કૌરે અણનમ 57 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડોર્સી બ્રાઉને 3 અને અલાના કિંગે 2 વિકેટ ઝડપી હતી.
India post 277/7 against Australia at Eden Park!
Which way will it go in Auckland? #CWC22 pic.twitter.com/5SySdrukF2
— ICC (@ICC) March 19, 2022
49મી ઓવરમાં ભારતે સ્કોરમાં 12 રન ઉમેર્યા હતા. ઓવરના બીજા બોલ પર હરમનપ્રીત કૌરે ફ્લિક કર્યું અને શોટ રમ્યો. ઓસ્ટ્રેલિયાએ એલબીડબ્લ્યુ માટે માગણી કરી હતી , પાંચમા બોલ પર વસ્ત્રાકરે લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી.
જેસ જોનાસને 48મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરની આ ત્રીજી અડધી સદી છે.
ભારત માટે 47મી ઓવર સારી હતી જેમાં કિંગે 17 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર કૌરે લોંગ ઓન પર ચોગ્ગો ફટકાર્યો. આ સાથે જ ત્રીજા બોલ પર વસ્ત્રાકરે લોંગ ઓફ પર શાનદાર સિક્સ ફટકારી હતી. ઓવરના પાંચમા બોલ પર તેણે વધુ એક શાનદાર સિક્સર ફટકારી.
જોનાસેન જેસે ઓવરના પહેલા બોલ પર સ્નેહ રાણાને આઉટ કરી હતી. જેસનો બોલ બેટ અને પેડના ગેપ વચ્ચે ગયો અને સીધો લેગ-સ્ટમ્પ પર ગયો. ઓસ્ટ્રેલિયાએ બે ઓવરમાં બે વિકેટ લીધી
42મી ઓવરમાં 12 રન આવ્યા. હરમનપ્રીત કૌરે ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર સ્વીપ કરતી વખતે તેણે ડીપ પોઈન્ટ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. હરમનપ્રીત કૌર સારી લયમાં જોવા મળી રહી છે
મેગન શૂટ 39મી ઓવર લાવી છે. ઓવરના ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌર સામે રિવ્યુ લીધો. કૌરે ફ્લિકિંગ કરતી વખતે શોટ રમ્યો, બોલ ગ્લોવ્ઝ સાથે અથડાયો અને વિકેટકીપરના હાથમાં ગયો. ઓસ્ટ્રેલિયાને લાગતું હતું કે બોલ બેટ સાથે અથડાયો છે પરંતુ એવું નહોતું.
ઈલાના કિંગે મિતાલી રાજને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. 38મી ઓવરના ત્રીજા બોલ પર મિતાલીએ સ્વીપ કરીને ડીપ મિડ-વિકેટ પર શોટ રમ્યો હતો. પેરીએ વધુ એક શાનદાર કેચ લઈને ભારતીય કેપ્ટનની ઈનિંગનો અંત આણ્યો હતો. મિતાલીએ 96 બોલમાં 68 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું. તેની ઇનિંગમાં તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.
ICC Women’s WC. WICKET! 37.3: Mithali Raj 68(96) ct Ellyse Perry b Alana King, India Women 186/4 https://t.co/SLZ4baPe6f #INDvAUS #CWC22
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
36મી ઓવરના ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌરે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં પાંચ રન આવ્યા.
યસ્તિકાના આઉટ થયા બાદ હરમનપ્રીત કૌર ક્રિઝ પર આવી છે. હરમનપ્રીત કૌરે ઓવરના બીજા બોલ પર પુલ રમ્યો હતો પરંતુ બોલ હેલ્મેટ સાથે અથડાયો હતો.
32મી ઓવરમાં ડાર્સી બ્રાઉને પોતાની ટીમને ત્રીજી અને મોટી સફળતા અપાવી હતી. ઓવરના ચોથા બોલ પર યાસ્તિકાએ ડીપ પોઈન્ટ પર શોટ રમ્યો હતો. તેની વિકેટ ગુમાવી દીધી. તે 83 બોલમાં 59 રન બનાવીને પરત ફરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા
5⃣9⃣ Runs
8⃣3⃣ Balls
6⃣ FoursA fine knock comes to an end! @YastikaBhatia departs but not before she scored her second WODI fifty & her maiden half-century in the Women’s ODI World Cup. 👏 👏 #TeamIndia | #CWC22 | #INDvAUS
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/t2Iugl3kf0
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
એશ્લે ગાર્ડનરની બોલીંગ દરમિયાન 31 મી ઓવરમાં ભાટીયાએ બાઉન્ડરી ફટકારી હતી. આ સાથે જ તેણે પોતાની અડધી સદી પુર્ણ કરી હતી
30 મી ઓવરમાં મિતાલી રાજે એક રન દોડી જવા સાથે જ પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ભારતીય ટીમના બંને ઓપનરો ઝડપથી આઉટ થઇ જવાની સ્થિતીમાં મિતાલીએ યાસ્તિકા ભાટીયા સાથે મળીને ટીમની જવાબદારી નિભાવી હતી.
જેસ જોનાસેન ઇનીંગની 28મી ઓવર લઇને આવી હતી. જેના પાંચમાં બોલ પર મિતાલી રાજે શાનદાર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. મિતાલી રાજે આજે મુશ્કેલ સ્થિતીને સંભાળી લેતી ઇનીંગ રમી હતી અને ભારતને મુશ્કેલ સ્થિતીમાં પહોંચતુ અટકાવી સન્માનજનક સ્કોર તરફ આગળ લઇ જવાનો સફળ પ્રયાસ કર્યો હતો
ગાર્ડનર 18મી ઓવરમાં આવી હતી અને તેણે સાત રન આપ્યા. મિતાલી ઓવરના પાંચમા બોલ પર સ્વીપ કરે છે પરંતુ તે ચૂકી ગઈ હતી. હિલી પણ બોલ પકડી શકી ન હતી પરંતુ તેણે બે રન લીધા હતા. આ સાથે મિતાલી અને યાસ્તિકા વચ્ચે 50 રનની ભાગીદારી થઈ છે.
ભારતે ખરાબ શરૂઆત બાદ ઇનિંગ્સ પર કબજો જમાવ્યો છે. પેરીની વાઈડ ઓવરથી ભારતને ઘણો ફાયદો થયો. મિતાલી દરેક ખરાબ બોલને બાઉન્ડ્રી પાર કરવામાં ખચકાતી નથી. હાલમાં બંને ટીમો મેચમાં છે. ભારતે આ પીચ પર ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછા 250 રનનો ટાર્ગેટ આપવો પડશે.
એક બાદ એક વાઇડ બોલ ફેંકીને એલેક્સ પેરીએ સૌને પરેશાન કરી દીધા હતા. 12 ઓવર લઇને આવેલી પેરીઓ 6 વાઇડ બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં તેણે 16 રન ભારતને આપ્યા હતા. પેરીએ ઓવરના છઠ્ઠા બોલને વાઇડ ફેંકવા દરમિયાન બોલ સીધો જ બાઉન્ડરીની પાર પહોંચતા ભારતના ખાતામાં 5 રન જમા થયા હતા.
યાસ્તિકા ભાટીયાએ લેગ સાઇડમાં વાઇડ જઇ રહેલા બોલ પર બેટ વડે ચતુરાઇ ભર્યો કટ લગાવીને ચાર રન મેળવ્યા હતા. આ પહેલા ના બોલ પર પણ એલેક્સ પેરીએ વાઇડ બોલ નાંખ્યો હતો. અને આગળનો બોલ પણ વાઇડ થઇ રહ્યો હતો. પરંતુ ભાટીયાએ તે બોલ પર 4 રન મેળવી લીધા હતા. પેરીએ એક બાદ એક વાઇડ બોલ ફેંકીને ઓવર લાંબી કરી દીધી હતી.
9 મી ઓવરના ત્રીજા બોલ પર યાસ્તિકા ભાટીયાએ ચોગ્ગો ફટકાર્યો હતો. મેગન શુટના બોલ પર બેક ફુટ પર રહી પાવરફુલ શોટ પોઇન્ટ તરફ ફટકાર્યો હતો. જે બોલ સીધો જ બાઉન્ડરીને પાર પહોંચ્યો હતો.
ડાર્સી બ્રાઉને ભારતને માટે મુશ્કેલ સાબિત થઇ છે. તેણે શેફાલી વર્માના રુપમાં તેની બીજી વિકેટ મેળવી છે. આમ ભારતના બંને ઓપનરની વિકેટ ઝડપીને ભારતની શરુઆત મુશ્કેલ કરી દીધી છે. શેફાલી રંગમાં દેખાવા લાગી એવા જ સમયે તેને છઠ્ઠી ઓવરના અંતિમ બોલે કેચ આઉટ કરાવી પેવેલિયન પરત મોકલી હતી. આ પહેલા તેણે મંધાનાના રુપમાં મહત્વની વિકેટ મેળવી હતી.
શેફાલી વર્માએ પાંચમાં બોલ પર છગ્ગો ફટકાર્યા બાદ ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. થર્ડ મેન તરફ બોલને બાઉન્ડરી તરફ ફટકાર્યો હતો. ફિલ્ડરોએ દોટ મુકીને બોલને રોકવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પાંચમી ઓવરના પાંચમા બોલ પર શેફાલી વર્માએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. શેફાલી વર્માને ફરીથી પ્લેયીંગ ઇલેવનમાં સમાવવામાં આવી છે અને તેને ફરીથી મળેલી તકને સાબિત કરવા રુપ આજે રમત રમવી જરુર છે. જે મુજબ જ તેણે પોતાના જાણીતા અંદાજ થી છગ્ગો ફટકાર્યો હતો.
ડાર્સી બ્રાઉન પોતાની બીજી અને ઇનીંગની ચોથી ઓવર લઇને આવતા તેના પ્રથમ બોલ પર જ ભારત ને ઝટકો આપ્યો હતો. તે મેગ લેનિંગના હાથે કેચ ઝડપાઇ હતી. લેનિંગે ડાઇવ લગાવીને મંધાનાનો કેચ ઝડપ્યો હતો. આમ 11 બોલમાં 10 રન નોંધાવીને મંધાના પેવેલિયન પરત ફરી હતી.
બીજી ઓવર ડાર્સી બ્રાઉન લઇ ને આવી હતી. મંધાનાએ શાનદાર શોટ વડે ઓવરના ત્રીજા બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો.
મેગન શૂટ મેચની પ્રથમ ઓવર લઇને આવી હતી. જેણે સ્મૃતિ મંધાના સામે બોલીંગ કરી હતી. પ્રથમ બોલ પર જ સુંદર શોટ વડે મંધાનાએ 2 રન મેળવ્યા હતા. આમ ભારતીય ટીમે પ્રથમ બોલ પર જ ખાતુ ખોલાવ્યુ હતુ. ભારત તરફ થી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનીંગ જોડી તરીકે મેદાને ઉતર્યા હતા. પ્રથમ ઓવરમાં 3 રન મેળવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવન:
એલિસા હીલી, રશેલ હેઈન્સ, મેગ લેનિંગ, એલિસે પેરી, બેથ મૂની, તાહિલા મેકગ્રા, એશ્લે ગાર્ડનર. ડાર્સી બ્રાઉન, જેસ જોનાસેન, અલાના કિંગ, મેગન શુટ
ICC Women’s WC. Australia XI: A Healy (wk), R Haynes, M Lanning (c), E Perry, B Mooney, T McGrath, A Gardner, J Jonassen, A King, M Schutt, D Brown https://t.co/SLZ4bayb4f #INDvAUS #CWC22
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન:
સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, સ્નેહ રાણા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
🚨 Team News 🚨
1⃣ change for #TeamIndia as Shafali Verma is named in the team. #CWC22 | #INDvAUS
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f
Here’s our Playing XI 🔽 pic.twitter.com/FU269oE6ja
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ હારી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મિતાલી રાજે પણ ટોસ હાર્યા બાદ કહ્યું હતું કે જો તે ટોસ જીતી હોત તો તેણે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત કારણ કે મેચ નવી વિકેટ પર છે.
Hello & welcome from the Eden Park, Auckland! 👋 👋
🚨 Toss Update 🚨
Australia have won the toss & elected to bowl against #TeamIndia .
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f #CWC22 | #INDvAUS pic.twitter.com/6PdI30L3gj
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
Published On - 6:25 am, Sat, 19 March 22