IND vs AUS: વિરાટ કોહલી થોડાક માટે ચૂક્યો બેવડી સદી, ઓસ્ટ્રેલિયા સામે દર્શાવી શાનદાર ઈનીંગ

અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા સામે 480 રન નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 571 રનનો વિશાળ સ્કોર ખડકીને 91 રનની લીડ મેળવી લીધી હતી.

IND vs AUS: વિરાટ કોહલી થોડાક માટે ચૂક્યો બેવડી સદી, ઓસ્ટ્રેલિયા સામે દર્શાવી શાનદાર ઈનીંગ
Virat Kohli અમદાવાદ ટેસ્ટમાં શાનદાર ઈનીંગ રમી
| Edited By: | Updated on: Mar 12, 2023 | 6:22 PM

અમદાવાદ ટેસ્ટ માં વિરાટ કોહલીએ કમાલની બેટિંગ કરી ભારતને લીડ અપાવવામાં મહત્વની ઈનીંગ રમી હતી. વિરાટ કોહલી 14 રન માટે બેવડી સદી ચૂક્યો છે. પરંતુ તેની રમતે ભારતીય ટીમને માટે ઉપયોગી રમત રમી હતી અને ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કરી દીધા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના પ્રથમ દાવને સમાપ્ત થવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો. વિરાટ કોહલીએ ત્રીજા અને ચોથા દિવસની રમત દરમિયાન વિશાળ સ્કોર સામે ભારતને લીડ અપવાતા રન નિકાળ્યા હતા. ભારતે પ્રથમ દાવના અંતે ઓસ્ટ્રેલિયા સામે 91 રનની લીડ મેળવી હતી.

શુભમન ગિલે પણ ઓપનર તરીકે સદી નોંધાવી હતી. જેને લઈ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના મોટા સ્કોરની નજીક પહોંચવાનો પાયો નંખાયો હતો. જોકે વિરાટ કોહલી અને અક્ષર પટેલની રમતે ભારતને માત્ર ઓસ્ટ્રેલિયના સ્કોરની નજીક જ નહીં પરંતુ તેનાથી આગળ વધારવાની રમત રમી હતી.

 

કોહલીના શાનદાર 186

જબરદસ્ત ઈનીંગ રમતા વિરાટ કોહલીએ 186 રન નોંધાવ્યા હતા. સૌને આશા હતી કે, વિરાટ કોહલી બેવડી સદી નોંધાવશે. જોકે આ પહેલા જ તે પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ તેણે ત્યાં સુધીમાં તો મહત્વનુ કામ ભારતીય ટીમ માટે પાર કરી લીધુ હતુ. રવિવારે અમદાવાદમાં કોહલી પોતાની સદી પુરી કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે કોહલીએ આ 8મી સદી નોંધાવી હતી. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી ફટકારી હતી. સદી નોંધાવ્યા બાદ વિરાટ કોહલીએ ગતિ પકડી હતી.

કોહલીએ સદી બાદ 150નો આંકડો પાર કરીને તે બેવડી સદી તરફ આગળ વધવા લાગ્યો હતો. કોહલીના શોટ્સ વિશ્વાસ દર્શાવી રહ્યા હતા કે તે, આસાની થી બેવડી સદી નોંધાવી દેશે. જોકે 14 રન દુર રહેતા જ તે ટોડ મર્ફીના બોલ પર આઉટ થયો હતો. મર્ફીના બોલ પર તણે લાબુશેનના હાથમાં કેચ આપ્યો હતો અને આમ 364 બોલની રમત રમીને કોહલી પરત ફર્યો હતો. કોહલીની આ ઈનીંગને સૌ કોઈએ સન્માન આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાના સ્કોરને વામન બનાવીને ભારતના માટે વિશાળ સ્કોર ખડકવાનુ કામ તેણે પાર પાડ્યુ હતુ.

ભારતે 91 રનની લીડ મેળવી

ચોથા દિવસે ભારતનો દાવ 571 રન પર સમેટાયો હતો. આમ ભારતે પ્રથમ દાવની રમતમાં ઓસ્ટ્રેલિયાને 91 રન પાછળ છોડી દીધુ હતુ. શુભમન ગિલે 128 રન અને અક્ષર પટેલે 79 રનની ઈનીંગ રમી હતી. આમ કોહલી, ગિલ અને પટેલની રમતે ઓસ્ટ્રેલિયાની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. હવે મેચ સોમવારે રોમાંચક સ્થિતીમાં પહોંચવાના પૂરા સંકેત દેખાઈ રહ્યા છે.

Published On - 6:04 pm, Sun, 12 March 23