IND vs AUS: સૂર્યાકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ‘ઝીરો’, ત્રણેય મેચમાં ‘ગોલ્ડન ડક’ વિકેટ ગુમાવી

|

Mar 22, 2023 | 9:32 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ છે. આ સિરીઝ સૌથી ખરાબ સૂર્યકુમાર યાદવ માટે રહી છે. વ્હાઈટ બોલ ફોર્મેટ માટે વિસ્ફોટક રમત રમવા માટે જાણિતો સૂર્યા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ફ્લોપ રહ્યો છે.

IND vs AUS: સૂર્યાકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ઝીરો, ત્રણેય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી
Suryakumar Yadav lost a Golden Duck wicket

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ છે. આ સિરીઝમાં ભારતીય બેટરોએ ખાસ પ્રભાવિત કરનારી બેટિંગ કરી નથી. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ જરુરીયાતના સમયે ઉપયોગી રમત દર્શાવી હતી. ચેન્નાઈમાં વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી છે. જોકે આ સિરીઝ એક ખેલાડીને માટે કરિયરની સૌથી ખરાબ રીતે યાદ રહી જશે. સૂર્યકુમાર યાદવ માટે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ ખરાબ રહી છે. આ સિરીઝમાં તે ના તો એક પણ રન પોતાના બેટથી નોંધાવી શક્યો છે, કે ના બેટ અને બોલનો સંગમ થયો છે. તે ત્રણેય વનડેમાં શૂન્ય રને આઉટ થઈ પરત ફર્યો છે.

ચેન્નાઈમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા 270 રનનુ લક્ષ્ય રાખ્યુ છે. જે લક્ષ્યને પાર કરવા માટે ભારતીય ટીમને ચડાવ ઉતારનો સામનો કરવો પડ્યો છે. શરુઆત સારી રહેવા છતાં વચ્ચે એવા સમયનો સામનો કરવો પડ્યો કે જેમાંથી ભારતે મુશ્કેલીથી બહાર નિકળી શકાયુ હતુ.

સિરીઝમાં ત્રણેય મેચમાં શૂન્ય

સૂર્યકુમાર યાદવની રમત કંગાળ, કે સુપર ફ્લોપ શબ્દોથી પણ ખરાબ રીતની જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં એક પણ વાર તેના બેટને બોલ સ્પર્શી શક્યો નથી. સિરીઝમાં તે એક પણ રન નોંધાવી શક્યો નથી. સિરીઝની ત્રણેય વનડેમાં તેની ઈનીંગ શૂન્ય રનમાં જ સમાપ્ત થઈ હતી અને સિરીઝમાં પણ તેનુ પ્રદર્શન સરવાળે શૂન્ય જ રહ્યુ છે. સૂર્યકુમાર યાદવની રમત ઝીરો રહી છે. જેને લઈ સોશિયલ મીડિયા પર પણ તે ટ્રોલ થવા લાગ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડેમાં સૂર્યકુમાર યાદવ મિશેલ સ્ટાર્ટના બોલ પર તે લેગબિફોર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. ક્રિઝ પર પહોંચીને પ્રથમ બોલ પર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. આમ તે મુંબઈમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. વિસ્ફોટક બેટર ગણાતો સૂર્યા વિશાખાપટ્ટનમાં પણ આવી જ રીતે પરત ફર્યો હતો. મિશેલ સ્ટાર્કના બોલનો સામનો કરતા તે ફરી એલબીડબલ્યુ વિકેટ પ્રથમ બોલ પર જ ગુમાવીને પરત ફર્યો હતો. આ વખતે પણ તે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ચેન્નાઈમાં રમાઈ. જ્યા તે આ વખતે એશ્ટન એગરના બોલ પર ક્લીન બોલ્ડ થઈને પરત ફર્યો હતો. આમ સિરીઝની ત્રણેય વનડે મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી દીધી હતી.

Published On - 9:06 pm, Wed, 22 March 23

Next Article