IPL 2023 દરમિયાન ભારતીય ખેલાડીઓને મળશે આરામ? રોહિત શર્માએ બતાવી હકીકત

|

Mar 23, 2023 | 10:04 AM

31 માર્ચથી IPL 2023 ની શરુઆત થવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ સમાપ્ત થવા સાથે જ હવે ભારતીય ખેલાડીઓ આઈપીએલને લઈ તૈયારીઓ માટે પોત પોતાની ટીમો સાથે જોડાઈ જશે.

IPL 2023 દરમિયાન ભારતીય ખેલાડીઓને મળશે આરામ? રોહિત શર્માએ બતાવી હકીકત
Rohit Sharma doubts player will take break during IPL

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝ સમાપ્ત થઈ ચુકી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટૂંક સમયમાં જ IPL ટીમોના કેમ્પમાં જોવા મળશે. વનડે સિરીઝ ખતમ થવા સાથે જ હવે ખેલાડીઓ IPL 2023 ની તૈયારીઓમાં લાગી જશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત આગામી 31 માર્ચથી થવા જઈ રહી છે. લીગમાં હવે ભારતીય ટીમના ખેલાડીઓ જે એક સાથે મળીને રણનિતી બનાવી રહ્યા હતા, એ હવે એક બીજાની સામે રણનિતી બનાવતા નજર આવશે. લીગના સમાપન બાદ તુરત WTC ફાઈનલ અને બાદમાં વર્ષના અંતિમ મહિનાઓમાં વિશ્વકપ રમાનારો છે. આ મહત્વની ટૂર્નામેન્ટ અને મેચને લઈ ભારતીય ખેલાડીઓને માટે વર્કલોડ મેનેજ થશે કે કેમ, ખેલાડીઓને લીગ દરમિયાન બ્રેક મળશે કે કેમ એવા સવાલ જરુર થઈ રહ્યા છે.

જોકે આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વાસ્તવિકતા દર્શાવતા બ્રેકને લઈ હકીકત સમજાવી હતી. રોહિતે બતાવી દીધુ હતુ કે, આવી સંભાવનાઓનુ સ્થાન શક્ય નથી. આ વાત તેણે ચેન્નાઈનાં ઓસ્ટ્રેલિયા સાથેની વનડે સિરીઝની અંતિમ મેચ બાદ બતાવી હતી. આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે, કેટલીક ટીમો IPL દરમિયાન વર્કલોડ મેનેજ કરતા સ્ટાર ખેલાડીઓને બ્રેક આપી શકે છે.

રોહિત શર્મા સહમત નહીં

ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા બ્રેકની વાત સાથે સહમત નથી. રોહિત શર્માએ બતાવ્યુ હતુ કે સ્ટાર ખેલાડીઓને બ્રેક મળશે કે નહીં તે તેમની ટીમો પર નિર્ભર છે. તેણે કહ્યું, “મને નથી લાગતું કે આઈપીએલ દરમિયાન કોઈ ખેલાડી બ્રેક લેશે. અમે કેટલીક ટીમોને સૂચનો આપ્યા છે પરંતુ તે સ્વીકારવું કે નહીં તે ફ્રેન્ચાઇઝ પર છે. તે નક્કી કરશે કારણ કે તે લીગમાં ખેલાડીઓની માલિક છે. તે ખેલાડીઓ પર પણ આધાર રાખે છે. દરેક વ્યક્તિ મોટા થાય છે અને વસ્તુઓ સમજે છે. જો તેને લાગે છે કે તે વધારે રમી રહ્યો છે તો તે 1-2 મેચનો બ્રેક લઈ શકે છે પરંતુ મને તેની આશા ઓછી છે”.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

BCCI દ્વારા શુ અપાઈ છે સલાહ?

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ પણ ચિંતા રાખે છે. ખેલાડીઓનુ વર્કલોડ મેનેજ થાય તે માટે સતત પ્રયાસ કરે છે. આઈપીએલ દરમિયાન દરેક ટીમોએ 14 મેચો રમવાની હોય છે. આમ ખેલાડીઓ બે મહિનામાં થાકી જાય એ હદે અભ્યાસ, રમત અને પ્રેશરને અનુભવતા હોય છે. આવી સ્થિતીમાં ખેલાડીઓને આરામ મળે એ જરુરી છે. આ માટે બોર્ડ દ્વારા ખેલાડીઓને લઈ સલાહ પણ આઈપીએલ ટીમોને આપવામાં આવી છે. જોકે આ એક અધીકૃત રીતે નથી કહેવાયુ હોતુ, પરંતુ સલાહના ધોરણે ખેલાડીઓ માટેની ચિંતાને લઈ હોય છે. ખેલાડીઓ આગામી મહત્વની ટૂર્નામેન્ટ અને મેચ પહેલા ઈજાનો ભોગ ના બને એ જરુરી છે.

Published On - 9:58 am, Thu, 23 March 23

Next Article