બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 ની અંતિમ મેચ અમદાવાદમાં રમાનારી છે. સિરીઝની અંતિમ મેચમાં ભારત જીત સાથે શ્રેણી વિજય અને WTC ફાઈનલ મેચની ટિકિટ કાપવાનો ઈરાદો રાખશે. જોકે આ મેચ વિશેષ બનવા જઈ રહી છે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે, જ્યાં મેચ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનારા છે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ ઉપસ્થિ રહેશે. અમદાવાદ ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાદ ટેસ્ટમાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેવાને લઈ મેચને લઈ ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે. વડાપ્રધાન મોદી પોતાના નામના સ્ટેડિયમમાં પ્રથમ વાર ટેસ્ટ મેચ નિહાળશે અને અહીં તેઓ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વધુ શાનદાર બનાવશે. રિપોર્ટસ્ મુજબ વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન બંને ટોસ સમયે મેદાન પર ઉપસ્થિત રહેશે. બંને વડાપ્રધાન કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળી શકે છે. આ પળ મેચને ખાસ બનાવી દેશે. ઓસ્ટ્રેલિયામાં પરંપરા રહી છે કે, ઘરેલુ સિઝન દરમિયાન વડાપ્રધાન ટેસ્ટ મેચમાં કોમેન્ટરી કરતા હોય છે.
ટેસ્ટ મેચની શરુઆત પહેલા વડાપ્રધાન મોદી અને અલ્બાનીજની ઉપસ્થિતીમાં ખાસ ઉત્સાહપૂર્વત જશ્ન મનાવવામાં આવશે. 75 વર્ષની ભારત અને ઓસ્ટ્રેલિયાની દોસ્તીને લઈ આ જશ્ન મનાવવામાં આવશે. સોનાના વરખથી મઢેલી એક ગોલ્ફકારમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સવાર થશે. બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચક્કર લગાવશે. દર્શકો બંને વડાપ્રધાનને નજીકથી એકસાથ જોઈ શકશે અને અભિવાદન કરશે. એક સ્થાનિક અધિકારી મુજબ વડાપ્રધાન મોદીએ આ જ ગોલ્ફ કારમાં સવાર થઈને નેશનલ ગેમ્સ દરમિયાન સ્ટેડિયમમાં ચક્કર લગાવ્યુ હતુ.
મેચની શરુઆત પહેલા જ એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવશે. સાઈટસ્ક્રિન સામે જ નાનકડા મંચ પર આ કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તે મંચને સાઈટ સ્ક્રિન પરથી હટાવી દેવામાં આવશે અને મેચ શરુ કરવામાં આવશે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 1 લાખ કરતા વધારે દર્શકો ઉપસ્થિત રહેશે એવી સંભાવના છે. આ એક રેકોર્ડ રચાઈ જશે. આ પહેલા ઈડન ગાર્ડનમાં ક્રિસમસ ટેસ્ટ મેચો દરમિયાન 88 થી 89 હજાર દર્શકોની ઉપસ્થિતી નોંધાઈ હતી. અમદાવાદમાં એક લાખ કરતા વધારે દર્શકો ઉપસ્થિત રહીને સૌથી વધારે દર્શકો ટેસ્ટ મેચ જોવા માટે હાજર હશે. આમ વિશ્વના મોટા સ્ટેડિયમમાં પ્રથમ દિવસે જ દર્શકને લઈ રેકોર્ડ નોંધાઈ જશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા એમ બંને દેશના વડાપ્રધાનની હાજરીને લઈ અમદાવાદના સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. એસપીજી સહિતની સુરક્ષા વ્યવસ્થાની કિલ્લે બંધી ગુરુવારે રહેશે. સુરક્ષાને લઈ બંને ટીમો માટે વેકલ્પિક અભ્યાસ સત્ર પણ જોઈ શકવુ મુશ્કેલ રહ્યુ છે.
Published On - 8:20 pm, Wed, 8 March 23