ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ પહેલા જયદેવ ઉનડકટને સ્ક્વોડમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં જયદવે ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને નાગપુરમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં અંતિમ ઈલેવનમાં મોકો મળ્યો નહોતો. હવે દિલ્લીમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ઉનડકટને સૌરાષ્ટ્રની ટીમમાં જોડાવવામાં માટે રિલીઝ કરાયો છે. સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ચૂકી છે.
રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે કર્ણાટકને હરાવીને સ્થાન મેળવ્યુ છે. બીજી સેમિફાઈનલ મેચમાં રવિવારે સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હાર આપી હતી. આમ હવે બંગાળ અને કર્ણાટક બંને ટીમો આમને સામને થશે. રણજી ટ્રોફીની ફાઈનલ માટે જયદેવ ટીમનુ સુકાન સંભાળશે.
જયદેવને રિલીઝ કરવાને લઈ બીસીસીઆઈ દ્વારા પ્રેસ રિલીઝ આપવામાં આવી હતી. જેમાં બતાવ્યુ હતુ કે, ઓલ ઈન્ડિયા પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. જે મુજબ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચથી પેસર જયદેવ ઉનડકટને રિલીઝ કરવામાં આવ્યો છે. આમ કરવાનુ કારણ બતાવ્યુ છે કે, જયદેવ ઉનડકટનુ સુકાન ધરાવતી સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ચુકી છે.
કોલાકાતાના ઈડન ગાર્ડનમાં રણજી ટ્રોફી મેચ રમાનારી છે. જેની શરુઆત 16 ફેબ્રુઆરીથી થનારી છે. આમ દિલ્લી ટેસ્ટના બરાબર એક દિવસ અગાઉ ફાઈનલ મેચ શરુ થનારી છે. સૌરાષ્ટ્ર ટીમનો નિયમીત કેપ્ટન જયદેવ ઉનડકટ છે. તેની ટીમ હવે ફાઈનલ સુધી પહોંચી ચુકી છે. જેને લઈ હવે બીસીસીઆઈએ તેને ટીમ ઈન્ડિયાથી રણજી ટ્રોફીમાં ઘરેલુ ટીમનુ સુકાન સંભાળવા માટે રિલીઝ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટેસ્ટ સ્ક્વોડનો હિસ્સો રહેલા જયદેવ ઉનડકટને નાગપુર ટેસ્ટની અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યુ નહોતુ. પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય સ્ક્વોડનો જયદેવ હિસ્સો હતો. જેને લઈ લઈ તે નાગપુરમાં સિરીઝની શરુઆત પહેલા શરુ થયેલા અભ્યાસ કેમ્પ દરમિયાનથી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો.
બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્લીમાં રમાનાર છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ મેચમાં જયદેવને અંતિમ ઈલેવનમાં હાલની સ્થિતી મુજબ સ્થાન મળવાની સંભાવનાઓ ઓછી હતી. આી સ્થિતીમાં તે બેન્ચ પર બેસવા મજબૂર રહે એનાથી વધારે તે ઘરેલૂ ટીમને મદદગાર નિવડે એ વધારે જરુરી હતુ. આમ બીસીસીઆઈએ તેને રણજી ટ્રોફીની ફાઈનલમાં રમવા માટે તેને ટીમ ઈન્ડિયાથી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.
Published On - 7:21 pm, Sun, 12 February 23