ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં બીજા દિવસની રમત દરમિયાન ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ અંતિમ સેશનમાં શરુ થયો હતો. ઓસ્ટ્ર્લિયાએ પ્રથમ દાવમાં 480 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઉસ્માન ખ્વાજા અને કેમરોન ગ્રીનની સદીની મદદ વડે ઓસ્ટ્રેલિયાએ આ વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારતે અંતિમ સેશનમાં રમતની શરુઆત કરતા 36 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ 444 રન દૂર ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના સ્કોરથી છે. આમ ભારતને હવે મોટી ઈનીંગની જરુર વર્તાઈ રહી છે. જે ત્રીજા દિવસની રમતની દરમિયાન જરુર છે.
ગુરુવારે શરુ થયેલી અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓપનીંગ જોડીએ 61 રનની ભાગીદારી રમત વડે મોટો સ્કોર ખડકવાનો ઈરાદો હોવાના સંકેત દર્શાવી દીધા હતા. ભારતીય બોલરો પ્રથમ દિવસે માત્ર ચાર જ વિકેટ ઝડપી શક્યા હતા. જ્યારે બીજા દિવસે 6 વિકેટ ઝડપતા અંતિમ સેશનની રમત આવી ચુકી હતી.
ટોસ હારીને ભારતનો પ્રથમ દાવ બીજા દિવસના અંતિમ સેશન દરમિયાન શરુ થયો હતો. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ દિવસની રમતની શરુઆત કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં બંને ઓપનરો રમતમાં હતા અને 444 રન ભારત દૂર છે. હજુ ભારત પાસે 10 વિકેટો અકબંધ છે.
રોહિત શર્મા 33 બોલનો સામનો કરીને 17 રન નોંધાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે 27 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. બંનેએ મળીને 36 રનની ભાગીદારી નોંધાવી હતી. આમ ભારત હજુ ઓસ્ટ્રેલિયાના સ્કોર સામે ઘણું દૂર છે. આવતીકાલે શનિવારે ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતીય બેટરોએ મોટી ભાગીદારી રમત નોંધાવવી જરુરી છે.
ઓપનર ઉસ્માન ખ્વાજાએ ભારત સામે સદી નોંધાવતા 180 રનનો સ્કોર ખડક્યો હતો. ખ્વાજાએ 422 બોલનો સામનો કરીને 21 ચોગ્ગાની મદદ વડે આ ઈનીંગ રમી હતી. ખ્વાજાની ઈનીંગે ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરનો પાયો ખડક્યો હતો.ખ્વાજાનો શિકાર અક્ષર પટેલે કર્યો હતો.તેણે લેગબિફોર વિકેટ ઝડપીને તેને પરત ફર્યો હતો. ટ્રેવિસ હેડે 44 બોલનો સામનો કરીને 32 રન નોંધાવ્યા હતા. માર્નસ લાબુશેન 20 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન સુકાની 135 બોલનો સામનો કરીને 38 રન નોંધાવ્યા હતા. હેન્ડ્સકોમ્બે 17 રન નોંધાવ્યા હતા.
કેમરોન ગ્રીને 170 બોલનો સામનો કરીને 114 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 18 ચોગ્ગા જમાવ્યા હતા. એલેક્ષ કેરી શૂન્ય રને પરત ફર્યો હતો. મિશેલ સ્ટાર્કે 6 રન નોંધાવ્યા હતા. નાથન લિયોને 96 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. ટોડ મર્ફીએ 41 રન નોંધાવ્યા હતા.
દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. 47.2 ઓવર કરીને 15 ઓવર મેડન કરી હતી. આ દરમિયાન તેણે 91 રન આપીને 6 વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શમીએ 31 ઓવર કરીને 3 ઓવર મેડન ફેંકી હતી. શમીએ 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
Published On - 5:09 pm, Fri, 10 March 23