
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરૂમાં પાંચ મેચની T20 સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવી સીરિઝ 4-1થી જીતી હતી. ભારતના બોલરોએ દબાણમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને અંતે મેચ જીતી લીધી હતી. મુકેશ કુમાર, અર્શદિપ, રવિ, આવેશ અને અક્ષર પટેલે ભારતને જીત અપાવી હતી.
India vs Australia Cricket Match live score : અર્શદિપની દમદાર અંતિમ ઓવર, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું, ભારતીય બોલરોનો મજબૂત દેખાત, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 4-1થી જીતી
India Vs Australia Match live score : અર્શદિપે કેપ્ટન હેડને કર્યો આઉટ, મેચ ભારે રોમાંચક સ્થિતિમાં
IND v AUS Match live score : ઓસ્ટ્રેલિયાને જીતવા 6 બોલમાં 10 રનની જરૂર, ભારતને મેચ જીતવા વધુ 3 વિકેટની જરૂર, અર્શદિપ કરશે અંતિમ બોલિંગ.
India vs Australia live score : કેપ્ટન હેડની મજબૂત બેટિંગ, ઓસ્ટ્રેલિયા 144/7, મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી
IND vs AUS live score : મુકેશ કુમારની બે બોલમાં બે વિકેટ, મુકેશ કુમારે દમદાર બોલિંગ કરી બે બોલમાં બે વિકેટ ઝડપી ભારતને સાતમી સફળતા અપાવી હતી.
India vs Australia Cricket Match live score : મુકેશ કુમારે ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી અને શોર્ટને 16 રન પર આઉટ કર્યો હતો.
India Vs Australia Match live score : અર્શદિપે વિકેટ લીધી હતી અને ભારતને મેચમાં કમબેક કરાવ્યું હતું. ફિફ્ટી ફટકારનાર બેન મેકડર્મોટને તેણે કેચ આઉટ કર્યો હતો.
IND v AUS Match live score : બેન મેકડર્મોટે ભારત સામે અંતિમ મેચમાં દમદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. તેણે મેદાનમાં કેટલાક દમદાર શૉટ ફટકાર્યા હતા.
India vs Australia live score : અક્ષર પટેલે બેંગલુરુમાં દમદાર બોલિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાની મજબૂત પાર્ટનરશિપને તોડી હતી. અક્ષર પટેલે ડેવિડને 17 રને આઉટ કર્યો હતો.
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 42 બોલમાં 40 રનની જરૂર છે, ક્રિઝ પર બેન મેકડર્મોટ અને ટિમ ડેવિડ ક્રિઝ પર હાજર છે.
India vs Australia Cricket Match live score : 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 70/3 છે અને હવે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 60 બોલમાં 91 રનની જરૂર છે, જ્યારે ભારતને વધુ 7 વિકેટની જરૂર છે.
India Vs Australia Match live score : રવિ બિશ્નોઈએ દમદાર બોલિંગનું પ્રદર્શન કરતા સતત બીજી ઓવરમાં વિકેટ ઝડપી હતી અને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી.
India Vs Australia Match live score : રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી હતી. ખતરનાક બેટિંગ કરી રહેલ હેડ 28 રન બનાવી આઉટ થયો હતો.
IND v AUS Match live score : મુકેશ કુમારે ભારતને પહેલી સફળતા અપાવી હતી. ફિલિપ 4 રન બનાવી થયો આઉટ થયો હતો. મુકેશ કમારે ફિલિપને કર્યો બોલ્ડ.
India vs Australia live score : ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા,
IND vs AUS live score : શ્રેયસ અય્યર ફિફ્ટી ફટકારી થયો આઉટ, ભારત નો સ્કોર 156/7
India vs Australia Cricket Match live score : અક્ષર પટેલ 31 રન બનાવી આઉટ થયો હતો. અક્ષરે સારી બેટિંગ કરી હતી અને શ્રેયસ સાથે મજબૂત ભાગીદારી કરી હતી.
India Vs Australia Match live score : 18 ઓવર બાદ ભારતનો સ્કોર 134/5 પર પાંચ પહોંચ્યો છે. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ ક્રિઝ પર હાજર છે.
IND v AUS Match live score : ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે, જીતેશ શર્મા 24 રન બનાવી આઉટ થયો છે, ભારતનો સ્કોર 97/5 પહોંચ્યો છે.
India vs Australia live score : 12 ઓવર બાદ ભારત 87/4. ચાર વિકેટ જલ્દી પડ્યા બાદ શ્રેયસ અય્યરે ટીમણઈ કમાન સંભાળી હતી અને મેદાનમાં ફટકાબાજી શરૂ કરી હતી.
IND vs AUS live score : ભારતને ચોથો ઝટકો લાગ્યો છે. રિંકુ સિંહ માત્ર 6 રન બનાવી થયો આઉટ હતો. ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો છે.
India vs Australia Cricket Match live score : સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી આઉટ થયો હતો, ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન આઉટ થતાં ભારત પર દબાણ વધ્યું છે. ભારતનો સ્કોર 46/3 પહોંચ્યો છે.
India Vs Australia Match live score : પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 42/2 થયો છે. ઓપનરો યશસ્વી અને ઋતુરાજ સસ્તામાં આઉટ થયા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર હાજર છે.
આજે દિલ્હી ભાજપ હેડ ક્વાટર્સ ખાતે PM એ પોતાના ભાષણમાં મહિલાઓના વિકાસ વિષે વાત કરી હતી. ભાજપની સફળતામાં નારીનો મોટો હાથ હોવાનું તેમણે જણાવ્યુ હતું .
IND v AUS Match live score : ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. ભારતે બેક ટૂ બેક વિકેટ ગુમાવી હતી.
આપના સૌનું સૌભાગ્ય છે જે આપણને આપના પરિવારના લોકોથી વિશ્વાસ મળે છે. ત્યારે મારી જ્વાબદારી વધી જાય છે. હું મારી માતા બહેનોની સામે, કિસાન ભાઇઓની સામે હું નત મસ્તક છું.
India vs Australia live score : યશસ્વી જયસ્વાલ 21 રન બનાવી આઉટ થયો હતો. લાંબો શૉટ રમવા જતા તે એચ આઉટ થયો હતો. ભારતને બેંગલુરુમાં પહેલો ઝટકો લાગ્યો હતો.
IND vs AUS live score : ઋતુરાજ અને યશસ્વીએ મક્કમ શરૂઆત કરી હતી અને પહેલી બે ઓવરમાં વિકેટ ન ગુમાવતા 9 રન બનાવ્યા હતા.
India vs Australia Cricket Match live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શરૂ. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર હાજર.
India Vs Australia Match live score :
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ
IND v AUS Match live score :
ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટ કીપર), બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા
India vs Australia live score : બેંગલૂરૂમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ભારત આજની મેચમાં પહેલા બેટિંગ કરશે.
IND vs AUS live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની અંતિમ મેચ આજે બેંગ્લુરૂમાં, ભારત સીરિઝ જીતી ચૂક્યું છે, એવામાં આ ઔપચારીક મેચ બની રહેશે છતાં બંને ટીમો અંતિમ મેચ જીતી સીરિઝનો જીત સાથે અંત કરવા પ્રયાસ કરશે.
Published On - 5:56 pm, Sun, 3 December 23