વર્લ્ડ કપ બાદ પહેલી સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ હતી. આ પાંચ મેચની T20 સીરિઝમમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1 થી હરાવ્યું હતું અને વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ સીરિઝમાં ભારતના રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર અને અક્ષર પટેલે ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.
ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં પુનરાગમન કર્યું હતું. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ સ્પિનરોના આધારે શ્રેણી જીતી હતી. બોલરોએ પોતાની તાકાત બતાવી હતી અને તેમના દમ પર જ ભારતે આ સીરિઝ પર કબજો કર્યો હતો.
India defends successfully to take the series 4-1 #INDvAUS : https://t.co/ozXCKZHlMz pic.twitter.com/U0Ddjo5oyK
— ICC (@ICC) December 3, 2023
યુવા ખેલાડીઓના જોશથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની શરૂઆત જે રીતે દમદાર જીતથી કરી હતી તેવી જ રીતે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને છેલ્લી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત કેપ્ટનશીપ કરતા સીરિઝ જીતી હતી.
WHAT. A. MATCH!
Arshdeep Singh defends 10 in the final over as #TeamIndia win the final T20I and clinch the series 4⃣-1⃣
Scorecard ▶️ https://t.co/CZtLulpqqM#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/c132ytok8M
— BCCI (@BCCI) December 3, 2023
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે 3જી ડિસેમ્બરે યોજાયેલી મેચમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઘણા રન થશે, જેમ કે આ મેદાન પર હંમેશા એવું રહ્યું છે. જો કે, ચિન્નાસ્વામીની પીચે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઓછા સ્કોર સાથેની રોમાંચક મેચ જોવા મળી હતી. સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સતત બીજી મેચમાં તેના બેટ્સમેનોએ બોલરોની મહેનતને બગાડી નાખી હતી.
For his impeccable bowling performance and claiming 9 wickets in 5 matches, Ravi Bishnoi is the Player of the Series #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Hlym60jHd4
— BCCI (@BCCI) December 3, 2023
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝમાં ભારતના સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. રવિએ સીરિઝમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પેટેલે અંતિમ મેચમાં 31 રન ફટકારવાની સાથે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીતનો હીરો છે આ ગુજ્જુ પ્લેયર, જુઓ ફોટો
Published On - 10:31 pm, Sun, 3 December 23