બ્રેકિંગ ન્યૂઝ : ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલે લીધી 3 વિકેટ, ચોથી ટી20માં જીત સાથે ટીમ ઈન્ડિયાનો સિરીઝ પર કબજો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની ટી20 સિરીઝની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી હતી. 9 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાએ 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ : ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલે લીધી 3 વિકેટ, ચોથી ટી20માં જીત સાથે ટીમ ઈન્ડિયાનો સિરીઝ પર કબજો
India vs Australia 4th t20i
| Edited By: | Updated on: Dec 01, 2023 | 11:09 PM

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની ટી20 સિરીઝની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી હતી. 9 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાએ 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 150 રન બનાવી શકી હતી. ચોથી મેચમાં જીત સાથે ભારતીય ટીમે ટી20 સિરીઝ પર કબજો કર્યો છે. ભારતીય ટીમ હાલમાં 3-1થી આગળ છે.

ઓસ્ટ્રેલિયા સામેની જીત ભારતીય ક્રિકેટ ટીમની 136મી ટી20 જીત છે. પાકિસ્તાન હાલમાં 135 ટી20 મેચમાં જીત સાથે હાલમાં બીજા ક્રમે છે. જ્યારે ભારતીય ટીમે 136 જીત સાથે ટી20માં સૌથી વધારે જીત પોતાના નામે કરી છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધારે ટી20 સિરીઝમાં જીત મેળવી છે.

અક્ષર પટેલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

 

ઓસ્ટ્રેલિયાના રન-ચેઝમાંભારતીય પેસ બોલર vs સ્પિન બોલર

  • પેસ : 12-0-119-3 | ER: 9.91
  • સ્પિન : 8-0-33-4 | ER: 4.125

ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 37 રન અને જીતેશ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રૂતુરાજ ગાયકવાડ 32 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડાવરિસે ત્રણ અને તનવીર સંઘા-જેસન બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી. એરોન હાર્ડીને એક વિકેટ મળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા છેલ્લી બે ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને પાંચ વિકેટ ગુમાવી દીધી. આ કારણે ભારતનો સ્કોર 200 રનની નજીક પહોંચી શક્યો નહોતો.

 

T20I માં ભારત સામે સૌથી વધુ રન

  • 592 – નિકોલસ પૂરન
  • 554 – ગ્લેન મેક્સવેલ
  • 500 – એરોન ફિન્ચ
  • 475 – જોસ બટલર
  • 465 – મેથ્યુ વેડ

T20I માં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

  • 4/11 – રવિચંદ્રન અશ્વિન, મીરપુર, 2012
  • 4/36 – હાર્દિક પંડ્યા, સિડની, 2018
  • 3/16 – જસપ્રિત બુમરાહ, વિશાખાપટ્ટનમ, 2019
  • 3/16 – અક્ષર પટેલ, રાયપુર, 2023
  • 3/17 – અક્ષર પટેલ, મોહાલી, 2022

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મેથ્યુ વેડે સૌથી વધુ અણનમ 36 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 31 રન અને મેથ્યુ શોર્ટે 22 રનનું યોગદાન આપ્યું હતું. બેન મેકડર્મોટ અને ટિમ ડેવિડે 19-19 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની જીતમાં સ્પિન બોલરોએ સૌથી વધુ ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ચાર વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી. અક્ષર પટેલે ત્રણ અને દીપક ચહરે બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી. જોકે, ભારતીય સ્પિનરોએ ખૂબ જ સંયમપૂર્વક બોલિંગ કરી હતી અને અક્ષર-રવીએ મળીને આઠ ઓવરમાં 33 રન આપ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:31 pm, Fri, 1 December 23