
ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.
ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.
ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ 133 રન પર પડી હતી. બેન ડાવરિસ બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. અવેશ ખાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે ક્રિસ ગ્રીન કેપ્ટન મેથ્યુ વેડ સાથે ક્રિઝ પર છે. 18 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 135/7 છે.
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 52 રન પર પડી હતી. એરોન હાર્ડી નવ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે બેન મેકડર્મોટ અને ટિમ ડેવિડ ક્રિઝ પર છે. 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 76/3 છે.
ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 40 રન પર પડી હતી. જોશ ફિલિપ સાત બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે બેન મેકડર્મોટ ટ્રેવિસ હેડ સાથે ક્રિઝ પર છે. ચાર ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 42/1 છે.
Ravi Bishnoi the superstar!!!pic.twitter.com/jXLip1nXou
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 1, 2023
175 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી છે. બે ઓવરમાં ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 18 રન સુધી પહોંચી ગયો છે. હેડ અને ફિલિપ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ભારતે ટૂંક સમયમાં આ ભાગીદારી તોડવી પડશે.
ટીમ ઈન્ડિયાએ આક્રમક રમત રમીને ઓસ્ટ્રેલિયાને 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 174/9 હતો. ફિલહાલ ટીમ ઇન્ડિયા સીરીઝમાં 2-1 થી આગળ છે. ભારતની તમે તમારી જીત કરો તમારું નામ કરશે. તેહિં, ઓસ્ટ્રેલિયા સતત બીજો કોને જીતીકર સીરીઝમાં 2-2 ની બરાબરી કરવી સંખ્યાગા. ઓસ્ટ્રેલિયા ને ટોસ જીતકર પહેલા બોલબાજી કરવાનો નિર્ણય કર્યો.
Dwarshuisની 19મી ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવી છે. તેણે આ ઓવરમાં માત્ર 7 રન બનાવીને 2 વિકેટ મેળવી હતી.
જીતેશ શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 19 બોલમાં 35 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો અને 3 સિક્સર ફટકારી હતી.
16મી ઓવરમાં રિંકૂ અને જીતેશ શર્મા ક્રિઝ પર છે. રિંકૂ 30 રન અને જીતેશ શર્મા 19 રન સાથે રમી રહ્યા છે. 16 ઓવર બાદ ભારતનો સ્કોર 134 રન પર 4 વિકેટ છે.
તનવીર સાંઘાએ 14મી ઓવરમાં એક મોટી વિકેટ ઝડપી છે. તેણે પોતાની ઓવરની બીજી જ બોલ પર ગાયકવાડની વિકેટ લીધી હતી. ગાયકવાડે 28 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
Sanghaની 8મી ઓવરની પાંચમી બોલ પર શ્રેયસ અય્યર કેચ આઉટ થયો હતો. તે 8 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેની પછીની જ ઓવરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ 1 રનના સ્કોર પર આઉટ થયો હતો. 10 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર – 79/3
ભારતની પ્રથમ વિકેટ 50 રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 28 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. તે એરોન હાર્ડીના બોલ પર બેન મેકડર્મોટના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. હવે યશસ્વી જયસ્વાલ રૂતુરાજ ગાયકવાડ સાથે ક્રીઝ પર છે. સાત ઓવર પછી ભારતનો સ્કોર 55/1 છે.
ઓસ્ટ્રેલિયા માટે ટી20માં ડેબ્યૂ કરનાર ગ્રીનની ઓવરમાં જયસ્વાલે આજની મેચની પ્રથમ સિક્સર ફટકારી હતી. આજ ઓવરમાં તેણે એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો.
Dwarshuisની ઓવરમાં યશસ્વી જયસ્વાલે 3 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેની ઓવરમાં ભારતને કુલ 12 રન મળ્યા હતા. 3 ઓવરમાં બાદ ભારતીય ટીમનો સ્કોર 24/0 હતો.
Hardieની પ્રથમ ઓવરની પાંચમી બોલ ઓસ્ટ્રેલિયાએ dls રિવ્યૂ માંગ્યો હતો. પણ તેમણે રિવ્યૂ ગુમાવ્યો કારણે કે બોલ યશસ્વી જયસ્વાલની બેટને અડયો જ ના હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી20 મેચમાં ટોસ હારીને ભારતીય ટીમ પહેલા બેટિંગ માટે મેદાન પર ઉતરી છે. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા પહોંચ્યા છે.
ઈશાન કિશનના સ્થાને ટીમમાં જીતેશ શર્માને સામેલ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ મુકેશ શર્માએ ફરી ટીમમાં એન્ટ્રી કરી છે, તેણે પ્રસિદ્ધ ક્રિષ્નાની જગ્યા લીધી છે. અર્શદીપના સ્થાને દીપક ચહર અને તિલકના સ્થાને શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સ્ટોઇનિસ, મેક્સવેલ, ઇંગ્લિસ, રિચાર્ડસન અને એલિસનના સ્થાને ટીમમાં યુવા ક્રિકેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિસ ગ્રીન આજે રાત્રે ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ હડલ દરમિયાન તેને કેપ આપવામાં આવી હતી.
ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (c), જીતેશ શર્મા (wk), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, અવેશ ખાન, મુકેશ કુમાર
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (c/wk), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. ચાલો જાણીએ કે બંને ટીમને કેપ્ટનોએ ટોસ બાદ શું કહ્યું ?
મેથ્યુ વેડ – અમે ફરીથી બોલિંગ કરીશું. અમને 5 ફેરફારો મળ્યા છે – સ્ટોઇનિસ, મેક્સવેલ, ઇંગ્લિસ, રિચાર્ડસન અને એલિસ ઓલ આઉટ છે. પસંદગીકારો અને કોચિંગ સ્ટાફને શ્રેય – તેઓએ WC ના યુવા ક્રિકેટર્સને ઘરે પાછા મોકલવાનો નિર્ણય લીધો, તે યુવા ક્રિકેટર્સને એક આકર્ષક તક આપે છે.
સૂર્યકુમાર યાદવ – અમે પણ બોલિંગ પસંદ કરી હતી, પરંતુ અમારું બેટિંગ યુનિટ સારું ફાયરિંગ કરી રહ્યું છે. અહીં પહેલી T20I, ચાલો જોઈએ કે તે કેવી રીતે ચાલે છે, ખૂબ જ ઉત્સાહિત. અમારા માટે 4 ફેરફારો – મુકેશે પ્રસિદ્ધની , દીપક ચહર અર્શદીપ માટે, શ્રેયસે તિલકની જગ્યા લીધી અને એક વધુ ફેરફાર છે.
ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં પોતાના સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. આ કારણોસર આ ટીમ કાગળ પર નબળી દેખાય છે. ગ્લેન મેક્સવેલ અને ટ્રેવિસ હેડ જેવા ખેલાડીઓ ત્રીજી ટી-20માં રમ્યા હતા અને માત્ર આ મેચ જ કાંગારુ ટીમે જીતી હતી. હવે ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પા જેવા ખેલાડીઓને પણ શ્રેણીની બાકીની બે મેચો માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમ માટે જીત મેળવવી મુશ્કેલ બની જશે.
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ બે વિકેટથી જીતી લીધી છે. જ્યારે ભારતે બીજી મેચ 44 રને જીતી હતી. જોકે ત્રીજી મેચમાં ભારતને પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત આ મેચ જીતીને શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા શ્રેણી 2-2 થી બરાબર કરવા માંગે છે. ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર ગ્લેન મેક્સવેલ પોતાના દેશ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓ પર રહેશે.
Published On - 6:02 pm, Fri, 1 December 23