
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ ગુવાહાટીમાં રમાવાની છે અને આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવા ઈચ્છશે. ઓસ્ટ્રેલિયા માટે શ્રેણીમાં ટકી રહેવાની આ છેલ્લી તક છે. જો તે આમાં હારી જશે તો મુલાકાતી ટીમ શ્રેણી ગુમાવશે.
ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે આજની મેચમઅ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો હતો. મુકેશ કુમારની જગ્યાએ આવેશ ખાનને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું છે.
Australia have won the toss and elected to field in the third #INDvAUS T20I.
Can they keep the series alive? pic.twitter.com/mXWxdVPFs9
— ICC (@ICC) November 28, 2023
ભારત :
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા
Here’s #TeamIndia‘s Playing XI for the third T20I
Avesh Khan replaces Mukesh Kumar in the eleven.
Follow the Match ▶️ https://t.co/vtijGnkkOd#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Rk9mbjTuZu
— BCCI (@BCCI) November 28, 2023
ઓસ્ટ્રેલિયા :
ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટ કીપર), નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન
આ પણ વાંચો: વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓ થયા ટીમની બહાર, આ કારણોસર ન મળી જગ્યા
Published On - 6:34 pm, Tue, 28 November 23