India vs Australia, 2nd Odi: આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ રમાવાની છે. ત્રણ વનડેની સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મિચેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆતમાં 4 ઝટકા આપ્યા હતા. ભારતે 49 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આખી ભારતીય ટીમ માત્ર 117 રનમાં સમેટાઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી હતી.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ , માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરુન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, સીન અબ્બોટ, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
જીત ઓસ્ટ્રેલિયાની નિશ્ચિત બની છે. જોકે આ દરમિયાન લોંગ ઓન પરથી દોડીને આવતા શમીએ કેચ ડ્રોપ કર્યો હતો. ટ્રેવિસ હેડ મોટો શોટ રમવાના પ્રયાસમાં આ કેચ આપી બેઠો હતો, પરંતુ તેને જીવતદાન મળ્યુ હતુ.
10મી ઓવર લઈને કુલદીપ યાદવ આવ્યો હતો. કુલદીપે પણ છગ્ગાનો માર સહ્યો હતો. માર્શે ઓવરના બીજા બોલને પુલ કરીને મિડવિકટ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર કાઉ કોર્નર પર ચોગ્ગો ફટાકાર્યો હતો.
હાર્દિક પંડ્યા 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં માર્શે ત્રણ છગ્ગા જમાવ્યા હતા. જેમાં પ્રથમ બોલ પર લોંગ ઓફ પર છગ્ગો ફટકાર્યા બાદ ચોથા અને પાંચમા બોલ પર બેક ટુ બેક છગ્ગા જમાવ્યા હતા.
સિરાજ છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં ટ્રેવિસ હેડે સળંગ ચાર ચોગ્ગા જમાવી દીધા હતા.પ્રથમ બોલ ડોટ રહ્યા બાદ બીજા બોલને સ્ક્વેર લેગ પર, ત્રીજા બોલને ડીપ ફાઈન લેગ, ચોથા બોલને કીપરની ઉપરથી અને પાંચમા બોલને મીડ ઓફ પરથી ચોગ્ગો ફટકાર્યો હતો.
પાંચ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 49/0 છે. પાંચમી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 16 રન આવ્યા છે. મિચેલ 18 બોલમાં 31 રન અને હેડ 12 બોલમાં 14 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
મિચેલ માર્શે વધુ એક સિક્સ પાંચમી ઓવરમાં ફટકારી હતી. પ્રથમ અને ચોથા બોલ પર સિક્સ ફટકારી છે.
મોહમ્મદ શમીની ઓવરમાં મિચેલે સિક્સ ફટકારી છે
ચોથી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યોચોથી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર મિચેલ માર્શે મોહમ્મદ શમીની બીજી ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજના બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. હતો. ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર મિચેલ માર્શે મોહમ્મદ શમીની બીજી ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજના બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.
ટ્રેવિસે ચોથી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
118 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે. તેણે 3 ઓવરમાં વિના નુકશાન 23 રન બનાવ્યા છે. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 10 રન આવ્યા છે. મિચેલ માર્શે 9 બોલમાં 9 રન અને હેડ 8 બોલમાં 10 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
મિચેલ માર્શે ત્રીજી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
2 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 13 /0 છે. બીજી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 11 રન આવ્યા હતા.
બીજી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ટ્રેવિસે ચોગ્ગો ફટકાર્યો હતો.
મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડની જોડી ઓસ્ટ્રેલિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં ઉતરી છે. પહેલી ઓવર કરતી વખતે મોહમ્મદ શમીએ માત્ર 2 રન આપ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ ક્રીઝ પર છે
ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 50 રનનો સ્કોર નોંધાવ્યા પહેલા જ સમેટાઈ ગઈ હતી. મિશેલ સ્ટાર્કે ભારતની 5 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માત્ર 117 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. આમ ઓસ્ટ્રેલિયા સામે આસાન સ્કોર કર્યો હતો. આ પણ વાંચો : IND vs AUS: ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી, ઓસ્ટ્રેલિયા સામે રાખ્યો 118 રનનો ટાર્ગેટ, સ્ટાર્કની 5 વિકેટ
ભારતીય ટીમ ભલે 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હોય, પરંતુ બોલિંગ આક્રમણની દૃષ્ટિએ ઓસ્ટ્રેલિયા માટે આ સ્કોર હાંસલ કરવો એટલું સરળ નથી. મોહમ્મદ સિરાજ હાલમાં વનડેમાં નંબર 1 બોલર છે અને તેની સાથે મોહમ્મદ શમી જેવો અનુભવી બોલર છે.
ભારતીય ટીમનું આ શરમજનક પ્રદર્શન છે, જો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતના વનડેના ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનો આ સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની તમામ વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.
• ભારત – 63, સિડની 1981
• ભારત – 100, સિડની 2000
• ઓસ્ટ્રેલિયા – 101, પર્થ 1991
• ભારત- 117, વિશાખાપટ્ટનમ 2023
• ભારત- 117, વિશાખાપટ્ટનમ 2023
• ઓસ્ટ્રેલિયા – 141, અમદાવાદ, 1986
• ભારત- 148, વડોદરા 2007
ટીમ ઈન્ડિયાને શરૂઆતના 4 આંચકા આપીને મિચેલ સ્ટાર્કે ટીમને બેક ફૂટ પર લાવી દીધી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. સીન એબોટે 3 જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે 118 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 26 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. 1981માં ભારતીય ટીમ સિડનીમાં 63 રન અને વર્ષ 2000માં સિડનીમાં જ 100 રન બનાવી શકી હતી.ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડેમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2007માં ઓસ્ટ્રેલિયા સામે વડોદરામાં 148 રન બનાવ્યા હતા.
બીજી તરફ ડિફેન્ડિંગની વાત કરીએ તો ભારતે વનડેમાં સૌથી ઓછા 105 રન ડિફેન્ડ કર્યા છે. તેણે 2014માં બાંગ્લાદેશ સામે આવું કર્યું હતું. તે જ સમયે, 1985માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 125 રન ડિફેન્ડ કર્યા હતા. 2006માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 162 રન ડિફેન્ડ કર્યા હતા
ભારતીય ટીમ 117ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે, આખી મેચમાં તબાહી મચાવનાર મિચેલ સ્ટાર્ક, મોહમ્મદ સિરાજને ક્લીન બોલ્ડ કર્યો અને આ સાથે જ ભારતીય દાવનો અંત આવ્યો.ભારતે ઓસ્ટ્રેલિયા સામે 118 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 26 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમ માટે મેદાન પર સમય પસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. સીન એબોટે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને સતત બે બોલ પર આઉટ કર્યા
શરૂઆતી આંચકા બાદ ભારતીય ટીમે ભારે મુશ્કેલી સાથે 100 રનનો આંકડો પાર કર્યો છે. ભારતની 7 વિકેટ પડી ગઈ છે અને માત્ર એક જ મુખ્ય બેટ્સમેન અક્ષર પટેલ મેદાન પર હાજર છે. કુલદીપ યાદવ, જે સ્પિનર છે, તેને બીજા છેડે સપોર્ટ કરી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાના આઉટ થતા ટીમ ઈન્ડિયાની વધુ એક આશાનો અંત આવ્યો. વિરાટ કોહલી બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ઓલરાઉન્ડરની વિકેટ લીધી છે. ભારતનો સ્કોર 7 વિકેટે 91 રન છે.
ભારતનો સ્કોર 18 ઓવર બાદ છ વિકેટે 86 રન છે.
ભારતને 16મી ઓવરમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલી 35 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નથી. નાથન એલિસના હાથે કોહલી એલબીડબલ્યુ. આ પહેલા સ્ટાર્કે ચાર અને સીન એબોટને એક વિકેટ મળી હતી. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્મા 13 રન, કેએલ રાહુલ નવ રન અને હાર્દિક પંડ્યા એક રન બનાવીને આઉટ થયા હતા. અત્યારે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 17 ઓવર બાદ છ વિકેટે 82 રન છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ક્રિઝ પર છે.
આ સમયે ભારતીય ટીમ માટે રવીન્દ્ર જાડેજા મેદાન પર અક્ષર પટેલ સાથે રમી રહ્યો છે. 16 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 73 રન છે.
ઓસ્ટ્રેલિયાની ટીમને છઠ્ઠી સફળતા વિરાટ કહોલીના રુપમાં મળી છે.ટીમ ઈન્ડિયા હાલમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે, 71 રને છઠ્ઠી વિકેટ પડી છે, 31 રન બનાવીને કોહલી પણ આઉટ થયો છે.
ભારતે 15ઓવરમાં 5 વિકેટે 71 રન બનાવ્યા છે. કોહલી 31 અને રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને રમી રહ્યા છે.
વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની જવાબદારી છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં સારી ભાગીદારી કરે જેથી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાય. બંને બેટ્સમેન વચ્ચે 28 બોલમાં 18 રન થયા છે.
વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની જોડી અત્યારે ક્રિઝ પર છે. ભારતે 14 ઓવરમાં 5 વિકેટે 67 રન બનાવ્યા છે. કોહલી 30 અને રવિન્દ્ર જાડેજા 8 રન બનાવીને રમી રહ્યા છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાને 49 રનમાં પાંચ ઝટકા લાગ્યા હતા. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્મા 13 રન, કેએલ રાહુલ નવ રન અને હાર્દિક પંડ્યા એક રન બનાવીને આઉટ થયા હતા. મિચેલ સ્ટાર્કે ચાર વિકેટ લીધી હતી જ્યારે શોન એબોટને એક વિકેટ મળી હતી
ભારતીય ટીમનો સ્કોર 65/5 છે. વિરાટ 29 રન અને રવિન્દ્ર જાડેજા 8 રન બનાવી રમી રહ્યા છે.
ભારતનો સ્કોર 12 ઓવર પછી પાંચ વિકેટે 64 રન છે. હાલમાં રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. વિરાટ કોહલી 30 બોલમાં 28 રનમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં 8 રન સાથે 1 ચોગ્ગો ફટકાર્યો છે.
રવિન્દ્ર જાડેજાએ 12મી ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
લાંબા સમય બાદ ભારતના ખાતામાં ચોગ્ગો આવ્યો છે.
ભારતીય બેટ્સમેનો એક પછી એક સસ્તામાં વિકેટ ગુમાવતા ગયા. ટીમ ઈન્ડિયાએ 51ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 11 ઓવર પછી પાંચ વિકેટે 54 રન છે. રવિન્દ્ર જાડેજા 8 બોલમાં 4 રન બનાવી ક્રિઝ પર છે જ્યારે વિરાટ કોહલી 25 બોલમાં 23 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે. 11મી ઓવરમાં ભારતના ખાતામાં માત્ર 3 રન આવ્યા હતા
રાહુલના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા રિકવર કરી શકી ન હતી કે આગામી ઓવરમાં સીન એબોટે ભારતને વધુ એક ઝટકો આપ્યો. 10મી ઓવરમાં 49 રન પર એબોટે હાર્દિક પંડ્યાને સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ કરાવ્યો હતો. હાર્દિક એક રન બનાવી શક્યો હતો. સ્મિથે હવામાં ડાઇવિંગ કરતી વખતે કેચ પકડ્યો હતો. ભારતનો સ્કોર 10 ઓવર પછી પાંચ વિકેટે 51 રન છે. હાલમાં રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.
ભારતીય ટીમે 50 રન પહેલા 5 વિકેટ ગુમાવી દીધી છે
ભારતને પાંચમો ઝટકો 10મી ઓવરમાં લાગ્યો હતો. મિચેલ સ્ટાર્ક તબાહી મચાવી રહ્યો છે. સ્ટાર્કે ટીમ ઈન્ડિયા માટે પડેલી ચારેય વિકેટ લીધી છે. તેણે હવે છેલ્લી મેચના હીરો રહેલા કેએલ રાહુલને પોતાનો શિકાર બનાવ્યોહતો. રાહુલ 12 બોલમાં નવ રન બનાવી શક્યો હતો. સ્ટાર્કે રાહુલને એલબીડબલ્યુ આઉટ કર્યો. આ પહેલા તે શુભમન ગિલ (0), રોહિત શર્મા (13), સૂર્યકુમાર યાદવ (0)ને પણ પેવેલિયન મોકલી ચૂક્યો છે. હાર્દિક પંડ્યા પણ 1 રન બનાવી પેવેલિયન ફર્યો હતો
ભારતે 50 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. કેએલ રાહુલના રૂપમાં ટીમ ઈન્ડિયાએ તેની ચોથી વિકેટ ગુમાવી. મિચેલ સ્ટાર્કે કેએલ રાહુલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. કેએલ રાહુલ 9 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને 49ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો.
મિચેલ સ્ટાર્ક 9મી ઓવર નાંખી હતી, જેમાં પહેલા બીજા બોલ પર એક પણ રન આવ્યો ન હતો. ત્રીજા બોલ પર 1 રન ભારતના ખાતામાં આવ્યો. ચોથા બોલ કે.એલ રાહુલ એલબીડબલ્યુ આઉટ થયો હતો.
ભારતનો સ્કોર 8 ઓવર પછી ત્રણ વિકેટે 47 રન છે. હાલમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. કેએલ રાહુલ 9 અને વિરાટ કોહલી 21 રન બનાવી રમી રહ્યા છે.
ભારતે પ્રથમ પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. શુભમન ગિલ પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, ઇનિંગની પાંચમી ઓવરમાં તેણે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા. ઓવરના ચોથા બોલ પર સ્ટાર્કે રોહિતને સ્ટીવ સ્મિથના હાથે કેચ કરાવ્યો હતો. રોહિત 15 બોલમાં બે ચોગ્ગાની મદદથી 13 રન બનાવી શક્યો હતો. આ પછી આગલા બોલ પર સૂર્યકુમાર યાદવ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સૂર્યા તે જ રીતે આઉટ થયો જે રીતે તે અગાઉની મેચમાં આઉટ થયો હતો. સૂર્યા સતત બીજી વનડેમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો
ભારતે પ્રથમ પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો સ્કોર 7 ઓવર પછી ત્રણ વિકેટે 42 રન છે. હાલમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. 7મી ઓવરમાં ભારતના ખાતામાં કુલ 8 રન આવ્યા હતા.
6 ઓવર બાદ ભારતનો સ્કોર 34/3 છે. આ ઓવરમાં ભારતના ખાતામાં 2 રન આવ્યા છે. ક્રિઝ પર વિરાટ કોહલી 17 બોલમાં 17 રન અને કે.એલ રાહુલ 1 બોલમાં 0 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું છે. સ્ટાર્કે ઇનિંગની 5મી ઓવરના ચોથા બોલ પર રોહિતને સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો, જ્યારે બીજા જ બોલ પર સૂર્યા LBW આઉટ થઈ ગયો અને ભારતને મોટો ઝટકો આપ્યો. રોહિત 13 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે સૂર્ય ખાતું પણ ખોલી શક્યો નહોતો.
કેપ્ટન રોહિત શર્મા આઉટ થતાં ક્રિઝ પર સૂર્યકુમાર બેટિંગ માટે આવ્યો હતો પરંતુ સૂર્યકુમાર પણ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. આમ ભારતના 3 બેટસમેન પેવેલિયન પરત ફરી ગયા છે.
ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા 15 બોલમાં 13 રન બનાવી પેવેલિયન ભેગો થયો છે.આ પહેલા મિશેલ સ્ટાર્કે શુભમન ગિલને લાબુશેનના હાથે કેચ કરાવ્યો હતો. ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
3 રનના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 4 ઓવરમાં એક વિકેટે 32 રન બનાવી લીધા છે. કોહલી 15 અને રોહિત 13 રન બનાવીને રમી રહ્યો છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી ભારતીય ઇનિંગ્સને આગળ વધારવામાં વ્યસ્ત છે.
ત્રીજી ઓવરના બીજા અને છેલ્લા બોલ પર વિરાટે ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 29/1 રન છે.
મિશેલ સ્ટાર્કની ઓવરના બીજા બોલ પર વિરાટે શાનદાર બાઉન્ડ્રી ફટકારી
2 ઓવર બાદ ભારતનો સ્કોર 19/1 છે. ક્રિઝ પર રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. વિરાટ 3 બોલમાં 6 રન અને રોહિત 7 બોલમાં 10 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
ક્રિઝ પર રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા છે.
ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે શુભમન ગિલને માર્નસ લાબુશેનના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો. ગિલ 2 બોલ રમવા છતાં ખાતું પણ ખોલી શક્યો નહોતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ શરુ, રોહિત અને શુભમન ઓપનિંગ કરી રહ્યા છે,મિચેલ સ્ટાર્ક બોલિગ કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં શાનદાર કેપ્ટનશિપ કરી હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને 188 રન પર રોકી દીધું હતું. આ પછી કેએલ રાહુલ ફોર્મમાં પાછો ફર્યો અને અણનમ અડધી સદી રમી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. શમી, સિરાજ, રાહુલ અને જાડેજા પાસેથી આ મેચમાં પણ સારા રમવાની આશા રાખવામાં આવશે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ , માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરુન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, સીન અબ્બોટ, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ગ્લેન મેક્સવેલ અને જોશ ઈંગ્લિસને બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને એલેક્સ કેરી અને નાથન એલિસને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને પડતો મૂકવામાં આવ્યો છે. રોહિત અને અક્ષર પટેલની ટીમમાં વાપસી થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો પહેલા ફિલ્ડિંગ કરશે. ભારતીય ટીમ બેટિંગ કરશે
2ND ODI. Australia won the toss and elected to field. https://t.co/dzoJxTOHiK #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 19, 2023
વિશાખાપટ્ટનમમાં વરસાદ બંધ થઈ ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે અહીં બપોરે 1.30 વાગ્યાથી રમાશે. ટોસ બપોરે 1:00 કલાકે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમે ત્રણ વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Published On - 12:58 pm, Sun, 19 March 23