પહેલી T20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી, જાણો આવું કેવી રીતે થયું?

|

Nov 24, 2023 | 11:48 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ બાદ ફરી એકવાર મુકાબલો શરૂ થયો અને ફરી મજેદાર ટક્કર જોવા મળી. આ મેચ T20 ફોર્મેટની હોવાથી ઓછા સમયમાં વધુ રોમાંચની વચ્ચે અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને T20માં સૌથી મોટો રનચેઝ કર્યો. આ મેચ ઓસ્ટ્રેલિયાએ એકસ્ટ્રા રન આપવામાં પણ કોઈ કંજૂસી કરી નહીં.

પહેલી T20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી, જાણો આવું કેવી રીતે થયું?
Extra runs

Follow us on

વર્લ્ડ કપ પૂર્ણ થયાના ચોથા જ દિવસે ફરી બે ફાઈનલિસ્ટ ટીમો મેદાનમાં સામ-સામે ટકરાઈ હતી. એક તરફ ચેમ્પિયન ટીમ તો બીજી તરફ રનર્સ અપ ટીમ હતી, એવામાં વર્લ્ડ કપ ફાઈનલની રી-મેચના રૂપમાં આ મુકાબલાને જોવામાં આવી રહ્યો હતો અને આવું જ થયું. અંતિમ બોલ પર સમાપ્ત થયેલ આ મેચમાં બંને ટીમો વચ્ચે દમદાર ટક્કર જોવા મળી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. જોશ ઈંગ્લિશની સદી અને સ્ટીવ સ્મિથની ફિફ્ટીના સહારે ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો ટાર્ગેટ આપ્યો જેને ભારતે અંતિમ બોલે હાંસલ કરી યાદગાર જીત મેળવી. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 80 અને ઈશાન કિશને 58 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન બોલરોએ 14 એકસ્ટ્રા રન આપ્યા

ભારત સામે પહેલી T20 મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમના બોલરો ખર્ચાળ સાબિત થયા હતા, પરંતુ એકસ્ટ્રા રન આપવા મામલે ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બોલરો કરતા આગળ રહ્યા હતા. ભારતે 4 વાઈડ, 1 નો-બોલ અને 2 રન લેગ બાય મળી કુલ 7 એકસ્ટ્રા રન આપ્યા, જેની સામે ઓસ્ટ્રેલિયાએ 12 વાઈડ, 1 નો-બોલ, 1 બાય રન મળી કુલ 14 એક્સ્ટ રન આપ્યા હતા.

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો

ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી

જો એકસ્ટ્રા રન ન આપ્યા હોત અને આ બોલ ઓવરમાં ગણાયા હોત તો ભારતે એક અને ઓસ્ટ્રેલિયાએ બે ઓવર ઓછી નાખવી પડી હોત. ભારતે સાત રન એકસ્ટ્રા આપ્યા અને એક ઓવર વધુ બોલિંગ કરી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં કુલ 14 એકસ્ટ્રા રન આપ્યા બે ઓવર વધુ બોલિંગ કરી એમ કહી શકાય.

બંને ટીમોને થયું નુકસાન

એકસ્ટ્રા રન વધુ આપવાના કારણે વિશાખાપટ્ટનમમાં બંને ટીમોને નુકસાન થયું હતું, સાથે જ બંને ટીમના ખેલાડીઓએ આ મેચમાં ખૂબ જ ખરાબ ફિલ્ડિંગ પણ કરી અને અનેક કેચ છોડ્યા હતા. જેનું એ પરિણામ આવ્યું કે બંને ટીમોના બેટ્સમેનોએ વધુ રન બનાવ્યા અને મેચમાં કુલ 400 થી વધુ રન બન્યા હતા.

આ પણ વાંચો : અંતિમ ઓવરનો રોમાંચ, દિલધડક મેચમાં અંતિમ બોલ સુધી થંભી ગયા બધાના શ્વાસ, લાસ્ટ ઓવરની બોલ ટુ બોલ વિગત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article