પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા પારિવારિક વ્યસ્તતાને કારણે નહીં રમશે. તેને સ્થાને ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પ્રથમ વાર ભારતની ધરતી પર વનડેની કેપ્ટનશીપ કરશે. શ્રેયસ અય્યર ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. ત્રણ મેચની વનડે સિરીઝમાં બંને ટીમ વચ્ચે ટોપ પર રહેવા માટે જંગ થશે. ચાલો જાણી બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ. સાથે જાણીએ વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી જીત અને ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કવોલિફાઈ થયા બાદ હવે ભારતીય ટીમની નજર વનડેમાં નંબર 1 બની રહેવા પર હશે. આવતી કાલે 17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરુઆત થવા જઈ રહી છે. આ ત્રણ મેચની વનડે સિરીઝ ભારતીય ટીમ માટેની વનડે વર્લ્ડ 2023ની તૈયારી તરીકે છે.
વાનખેડે સ્ટેડિયમ પિચ રિપોર્ટ – વાનખેડે ખાતેની વિકેટોએ ઝડપી બોલરોને પ્રારંભિક સહાય કરી શકે છે અને રમત આગળ વધવાની સાથે સ્પિનરોને મદદ કરી છે. આ પિચ પર 2015ની એક મેચ સિવાય ઘણી બધી ઉચ્ચ-સ્કોરિંગ મેચ જોવા મળી નથી. આ પિચ પર 250થી વધારે સ્કોર થઈ શકે છે.
તાપમાન 32 C સાથે તાપ અને ખૂબ ભેજવાળુ રહેશે, પરંતુ રમતના કલાકો દરમિયાન ઓછામાં ઓછા 29 C સાથે સાંજે થોડું ઠંડું રહેશે. ત્યારે મેચના દિવસે અને મેચની આગળના સમયમાં હળવા વરસાદની અપેક્ષા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે મેચ પર મોટી અસર કરી શકે છે.
ત્રણ વર્ષ બાદ ભારતની ધરતી પર ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાશે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાઈ હતી. આ વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. હાલમાં ભારતીય ટીમ વનડે આઈસીસી રેંકિગમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 2 પોઈન્ટના અંતરથી બીજા સ્થાને છે. ત્રણ મેચની વનડે સિરીઝમાં બંને ટીમ વચ્ચે ટોપ પર રહેલા માટે જંગ થશે.
ભારતની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 64 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 29 મેચમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમે 30 મેચમાં જીત મેળવી છે. જ્યારે 5 મેચ પરિણામ વગરની રહી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, લોકેશ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ