IND vs AUS 1st ODI Match Preview : વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે છેલ્લી તક, જાણો પ્રથમ વનડે માટે પીચ અને વેધર રિપોર્ટ

IND Vs AUS Today's Match: આજે 22 સપ્ટેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની શરુઆત થવા જઈ રહી છે. શરુઆતની બે મેચો માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ બે વનડે મેચમાં કેએલ રાહુલ કેપ્ટન તરીકે જોવા મળશે.

IND vs AUS 1st ODI Match Preview : વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે છેલ્લી તક, જાણો પ્રથમ વનડે માટે પીચ અને વેધર રિપોર્ટ
IND vs AUS 1st ODI Match Preview
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:18 AM

IND vs AUS :   ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. છેલ્લી વખત આ વર્લ્ડ કપ 2011માં (World Cup) ભારતમાં રમાયો હતો, ત્યારે ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું. પરંતુ તે પછી બે વર્લ્ડ કપ પસાર થઈ ગયા અને ભારત સેમિફાઈનલથી આગળ વધી શક્યું નહીં.

હવે ફરી એકવાર તેની પાસે આ ટાઈટલ જીતવાની તક છે. આ માટે ટીમ ઈન્ડિયા કેટલી તૈયાર છે તે ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝ પરથી ખબર પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની પ્રથમ મેચ આજે મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે.

ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વની છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો હતો જ્યાં વાસ્તવમાં પાકિસ્તાન વધુ સારી ટીમ દેખાતું હતુ. હવે ભારતની સામે એક મજબૂત ટીમ છે અને વર્લ્ડકપ પહેલા મજબૂત ટીમ સામે રમીને ખબર પડશે કે ભારત વર્લ્ડ કપ માટે કેટલી તૈયારી કરે છે.

પ્રથમ વનડે માટે પીચ રિપોર્ટ

મોહાલીની પીચ બેટિંગ-ફ્રેન્ડલી છે અને અહીં ફરી એકવાર બેટ્સમેનોને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે. પેસર બોલર માટે શરૂઆતમાં ખૂબ જ ઓછી સહાય મળે છે અને સ્પિનરોને અહીં વિકેટ માટે સખત મહેનત કરવી પડશે.

પ્રથમ વનડે માટે વેધર રિપોર્ટ

મોહાલીમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોઈ શકે છે, જ્યારે ભેજ લગભગ 77-87 ટકા રહેવાની ધારણા છે. 50-50 ઓવરની જંગ દરમિયાન પવનની ઝડપ 10 કિમી/કલાકની આસપાસ રહેશે.

આવી છે બંને ટીમો

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.

ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, માર્કસ સ્ટેઈનિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા મેટ શોર્ટ.

ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ બંને પ્રથમ મેચ નહીં રમે. બંને હજુ સંપૂર્ણપણે મેચ ફીટ નથી. જોકે સ્ટીવ સ્મિથ તૈયાર છે. પેટ કમિન્સે આ વિશે માહિતી આપી અને પોતાની કાંડાની ઈજા વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે તે ત્રણેય મેચ રમશે. 8 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો