દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ભારત-અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરીને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે રોહિત શર્માની સેન્ચુરીની મદદથી ભારતે શાનદાર જીત મેળવી હતી.
વર્લ્ડ કપ 2023માં ભારતનું વિજેતા અભિયાન ચાલુ છે. તેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રનની ઇનિંગ રમી હતી અને અઝમતુલ્લા ઓમરઝાઇએ 62 રનની ઇનિંગ રમી હતી.
જવાબમાં ભારતે 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ 84 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 56 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 35મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિરાટની વનડે કારકિર્દીની આ 68મી અડધી સદી હતી. આ સાથે જ તેની આ સતત બીજી અડધી સદી હતી. વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં 85 રન બનાવ્યા હતા.
205ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 84 બોલમાં 131 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ સદી હતી. રોહિતે ઈશાન સાથે 156 રનની ભાગીદારી કરી હતી. 26 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 207 રન છે. રોહિતને રાશિદ ખાને આઉટ કર્યો હતો. રાશિદને મળેલી આ બીજી સફળતા હતી. આ પહેલા તેણે ઈશાનને પણ આઉટ કર્યો હતો. હાલમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
ભારતને પહેલો ફટકો 156ના સ્કોર પર લાગ્યો હતો. ઈશાન કિશન 47 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તે રાશિદ ખાને ઈબ્રાહિમ ઝદરાનના હાથે કેચ આઉટ થયો હતો. 19 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 158 રન છે. અત્યારે રોહિત 66 બોલમાં 103 રન અને કોહલી એક રન સાથે બેટિંગ કરી રહ્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં સદી ફટકારી હતી. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. કપિલ દેવે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે માત્ર 72 બોલમાં સદી ફટકારી હતી. રોહિતની વનડે કારકિર્દીની આ 31મી સદી હતી. સાથે જ તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ ટૂર્નામેન્ટમાં તેના નામે સાત સદી છે. આ બાબતમાં તેણે સચિન તેંડુલકરને (છ સદી) પાછળ છોડી દીધો. 18 ઓવર પછી ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 154 રન છે. રોહિત 101 રન અને ઈશાન કિશન 64 બોલમાં 46 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. ભારતને હવે 119 રનની જરૂર છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આજે 22 રન પૂરા કરતા જ વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવામાં ડેવિડ વોર્નરની બરાબરી કરી છે. તેણે 19 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા છે. તે વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન, ગાંગુલી અને વિરાટ કોહલી આ કમાલ કરી ચૂક્યા છે.
ત્રણ ઓવર પછી ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવી લીધા છે. અત્યારે કેપ્ટન રોહિત શર્મા 12 રન બનાવીને ક્રિઝ પર છે અને ઈશાન ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર છે.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને આઠ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. ભારત સામે અફઘાનિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ 80 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈએ 62 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય ઘણા અફઘાન બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું ન હતું. 22 રન બનાવનાર ઈબ્રાહિમ ઝદરાન ટીમનો ત્રીજો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનની આઠમી વિકેટ 261 રનના સ્કોર પર પડી હતી. જસપ્રિત બુમરાહે રાશિદ ખાનને કુલદીપ યાદવના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 12 બોલમાં 16 રન બનાવ્યા હતા. હવે નવીન ઉલ હક મુજીબ ઉર રહેમાન સાથે ક્રિઝ પર છે.
અફઘાનિસ્તાનની સાતમી વિકેટ 235 રનના સ્કોર પર પડી હતી. મોહમ્મદ નબી 27 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને વિકેટો સામે ફસાવી દીધો હતો. હવે મુજીબ ઉર રહેમાન રાશિદ ખાન સાથે ક્રિઝ પર છે.
અફઘાનિસ્તાનની છઠ્ઠી વિકેટ 229 રનના સ્કોર પર પડી હતી. નજીબુલ્લાહ ઝદરાન આઠ બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. હવે રાશિદ ખાન મોહમ્મદ નબી સાથે ક્રિઝ પર છે.
અફઘાનિસ્તાનનો સ્કોર ચાર વિકેટે 200 રનને પાર કરી ગયો છે. મોહમ્મદ નબી હશમતુલ્લાહ શાહિદી સાથે ક્રિઝ પર છે. બંને છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવીને અફઘાનિસ્તાનના સ્કોરને 300 રનની નજીક લઈ જવા ઈચ્છશે. 38 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 203/4 છે.
અફઘાનિસ્તાનનો સ્કોર ચાર વિકેટે 200 રનને પાર કરી ગયો છે. મોહમ્મદ નબી હશમતુલ્લાહ શાહિદી સાથે ક્રિઝ પર છે. બંને છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવીને અફઘાનિસ્તાન સ્કોરને 300 રનની નજીક લઈ જવા ઈચ્છશે. 39 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 204/4 છે.
38 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 4 વિકેટે 203 રન છે. કેપ્ટન શાહિદી એક છેડેથી સતત રન બનાવી રહ્યો છે. તે 64બોલમાં 71 રન પર રમી રહ્યો છે. તેની સાથે મોહમ્મદ નબી 7 રન પર રમી રહ્યો છે.
હવે મોહમ્મદ નબી હશમતુલ્લાહ શાહિદી સાથે ક્રિઝ પર છે. 37 ઓવર પછી અફધાનિસ્તાનનો સ્કોર 201/4 છે.
હવે મોહમ્મદ નબી હશમતુલ્લાહ શાહિદી સાથે ક્રિઝ પર છે. 36 ઓવર પછી અફધાનિસ્તાનનો સ્કોર 194/4 છે.
અફઘાનિસ્તાને 35મી ઓવરમાં 164ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. બર્થડે બોય હાર્દિક પંડ્યાએ ખતરનાક બેટિંગ કરી રહેલા અઝમતુલ્લા ઓમરઝાઈને બોલ્ડ કર્યો હતો. ઓમરઝાઈએ 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. 35મી ઓવર બાદ અફધાનિસ્તાનનો સ્કોર 189/4
અફઘાનિસ્તાનની ટીમને 184 રન પર ચોથો મોટો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ ક્લીન બોલિંગ કરી અઝમતુલ્લા ઉમરઝાઈને પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. ઉમરઝાઈએ 62 રનની ઇનિંગ રમી હતી.
કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈએ અડધી સદી ફટકારી છે. શાહિદી 56 અને ઓમરઝાઈ 58 પર રમી રહ્યા છે. બંને વચ્ચે 110 રનની ભાગીદારી થઈ છે. અફઘાન ટીમનો સ્કોર 34 ઓવર બાદ ત્રણ વિકેટે 180 રન છે.
અઝમતુલ્લા ઓમરઝાઈએ 67 બોલમાં 58 રન બનાવી રમી રહ્યો છે, ખેલાડીએ 35મી ઓવરના બીજા બોલ પર સુપર સિક્સ ફટકારી હતી,
અઝમતુલ્લા ઓમરઝાઈએ 62 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ તેની ODI કારકિર્દીની બીજી અડધી સદી છે. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી છે.
ભારતીય ટીમે પ્રથમ 3 વિકેટ ઝડપી લીધી હતી પરંતુ અફઘાનિસ્તાનના ઓમરઝાઈ એક છેડે ઇનિંગ્સને પકડી રાખવામાં સફળ રહ્યા હતા. બીજા છેડેથી તેને હશમતુલ્લાહનું સમર્થન મળી રહ્યું છે. 32 ઓવર પછી સ્કોર 159
હશમતુલ્લાહ શાહિદીએ 32મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
31 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 153 રન છે. હાલમાં, અઝમતુલ્લાહ ઉમરઝાઈ 47 રન અને હશમતુલ્લાહ શાહિદી 40 રન બનાવીને ક્રિઝ પર છે.
બંને વચ્ચે 70થી વધુ રનની ભાગીદારી થઈ છે. ભારતીય બોલરોને વિકેટ લેવાની જરૂર છે.
30 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 3 વિકેટે 147 રન છે. અઝમતુલ્લા ઓમરઝાઈ ત્રણ છગ્ગાની મદદથી 46 સુધી પહોંચી ગયો છે. કેપ્ટન શાહિદી 35 રન કર્યા છે.
ઓમરઝાઈએ 30મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 30મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
8 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 132 રન છે. અત્યારે ઓમરઝાઈ 39 રન પર અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 29 રન પર બેટિંગ કરી રહ્યા છે.
ઓમરઝાઈએ 25મી ઓવરમાં કુલદીપ યાદવ પર બે સિક્સર ફટકારી હતી. આ સાથે અફઘાનિસ્તાનનો સ્કોર 26 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન થઈ ગયો છે. ઓમરઝાઈ 28 રને અને શાહિદી 26 રને રમી રહ્યા છે.
કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સ્પિનર જોડીએ અફઘાનિસ્તાનને સંપૂર્ણ દબાણમાં રાખ્યું છે.
25મી ઓવરમાં અફધાનિસ્તાનના ખાતામાં ઉપરા ઉપરી 2 સિક્સ આવી હતી. પહેલી સિક્સ ઓમરઝાઈ બીજા બોલ પર અને ચોથા બોલ પર ફટકારી હતી.
24 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 100 રન છે. કેપ્ટન શાહિદી 24 પર પહોંચી ગઈ છે. જ્યારે ઓમરઝાઈ 12 રન પર છે. બંને ધીરજ સાથે બેટિંગ કરી રહ્યા છે.
23 ઓવર બાદ ટીમે 3 વિકેટના નુકસાન પર 93 રન બનાવી લીધા છે.
દિલ્હીના આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો ખૂબ જ ધીમી રન રેટથી રન બનાવી રહ્યા છે.
21 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 3 વિકેટે 93 રન છે. શાહિદી 21 અને ઓમરઝાઈ 21 રન પર રમી રહ્યા છે. અફઘાનિસ્તાનના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળે છે.
અફઘાનિસ્તાને 20 ઓવરના અંતે 83 રન બનાવ્યા છે. હસમતુલ્લાહ શાહિદી (14), અઝમતુલ્લા ઓમરઝાઈ (5) રન પર છે.21ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 86 રન છે.
અફઘાનિસ્તાને 20 ઓવરના અંતે 83 રન બનાવ્યા છે. હસમતુલ્લાહ શાહિદી (14), અઝમતુલ્લા ઓમરઝાઈ (5) રન પર છે.
હાલમાં ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં જોવા મળી રહી છે.
અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતી વિકેટ ગુમાવી છે પરંતુ તેમ છતાં સારી બેટિંગ કરી છે. 18 ઓવર પછી સ્કોર 3 વિકેટના નુકસાને 79 રન છે. હશમતુલ્લાહ અને ઉમરઝાઈ બેટિંગ કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે 1-1 સફળતા મેળવી છે.
અફઘાનિસ્તાને 17 ઓવરના અંતે 78 રન બનાવ્યા છે. હસમતુલ્લાહ શાહિદી (10), અઝમતુલ્લા ઓમરઝાઈ (5) રન પર છે.
16 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 75 રન છે. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અબ્દુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર છે. ભારતીય બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે. 16મી ઓવરમાં અફધાનિસ્તાનના ખાતામાં કુલ 6 રન આવ્યા
અફઘાનિસ્તાનની ટીમે 14 ઓવરના અંતે 66 રન બનાવી લીધા છે. તેમના ત્રણ બેટ્સમેન આઉટ છે.
અફઘાનિસ્તાન ટીમની ત્રીજી વિકેટ પડી છે. રહમત શાહ (16) શાર્દુલ ઠાકુરના બોલ પર LBW થયો હતો.
CWC2023. WICKET! 13.1: Rahmat Shah 16(22) lbw Shardul Thakur, Afghanistan 63/3 https://t.co/Oj9O7Gq852 #INDvAFG #CWC23
— BCCI (@BCCI) October 11, 2023
13 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર બે વિકેટે 63 રન છે. હાલમાં કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહ ક્રિઝ પર છે.
63ના સ્કોર પર અફઘાનિસ્તાનને બીજો ફટકો, હાર્દિકે ગુરબાઝને આઉટ કર્યો, શાર્દુલનો શાનદાર કેચ
રહેમત શાહ 12મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
11ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 51 /1 છે. રહેમાનુલ્લા ગુરબાઝ (21) અને નવા બેટ્સમેન રહમત શાહ (6) રમી રહ્યા છે.
10 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 48/1 છે. રહેમાનુલ્લા ગુરબાઝ (20) અને નવા બેટ્સમેન રહેમત શાહ (4) રને રમી રહ્યા છે.
રહેમાનુલ્લા ગુરબાઝ 9મી ઓવરના હાર્દિક પંડ્યાના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
જસપ્રીત બુમરાહે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ભારત માટે પ્રથમ સફળતા મેળવી છે. ઇબ્રાહિમ ઝદરાનને પેવેલિયન મોકલ્યો
Edged & taken! @Jaspritbumrah93 with the strike as @klrahul takes the catch!
First success with the ball for #TeamIndia!
Follow the match ▶️ https://t.co/f29c30au8u #CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/GowXTI9oKY
— BCCI (@BCCI) October 11, 2023
7મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો આવ્યો
અફઘાનિસ્તાને 5 ઓવરમાં 19 રન બનાવ્યા છે. રહેમાનુલ્લાહ (9) અને ઇબ્રાહિમ (18) રન પર છે.
છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર રહેમાનુ્લ્લા ગુરબાઝે ચોગ્ગો ફટકાર્યો
ભારતે ચોથી ઓવરમાં જ પહેલો રિવ્યુ ગુમાવ્યો છે અને ટીમ ઈન્ડિયા પાસે બાકીની ઈનિંગ માટે માત્ર એક જ રિવ્યુ બાકી છે. સિરાજના બોલ પર ઇબ્રાહિમ ઝદરાન સામે LBWની જોરદાર અપીલ હતી. અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો અને રોહિતે રિવ્યુ લીધો. રિપ્લે દર્શાવે છે કે બોલ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો અને ભારતે તેનો રિવ્યુ ગુમાવ્યો છે. પાંચ ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 19/0 છે.
ભારતીય ફાસ્ટ બોલર અફઘાનિસ્તાન સામે એક્શનમાં જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનના ઓપનરો સમજદારીપૂર્વક બેટિંગ કરતા જોવા મળે છે. ટીમનો સ્કોર 17-0 છે.
ઈબ્રાહિમ ઝદરાને ચોથી ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન ઓપનિંગ કરી રહ્યા છે. બીજી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો. 2 ઓવર બાદ અફધાનિસ્તાનનો સ્કોર 6/0
કેપ્ટનને દિલ્હીની પીચ પર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો પાસેથી આશાઓ હશે. બેટ્સમેનોને પીચમાં મદદ મળશે. અફઘાનિસ્તાનના ઓપનર ઈબ્રાહિમ અને ગુરબાઝ મેદાનમાં ઉતર્યા છે.
અશ્વિનને અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે, તેના સ્થાને શાર્દુલ ઠાકુરે ટીમમાં પ્રવેશ કર્યો છે. છેલ્લી મેચમાં અશ્વિને 10 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ મેચમાં પિચને ધ્યાનમાં રાખીને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
Toss & Team News
Afghanistan have elected to bat against the @ImRo45-led #TeamIndia!
1⃣ change in the line-up for India as Shardul Thakur is named in the team.
A look at our Playing XI
Follow the match ▶️ https://t.co/f29c30au8u #CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/Vazk9Xon0q
— BCCI (@BCCI) October 11, 2023
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે અને આ મેચમાં મોટો સ્કોર જોવા મળી શકે છે. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે પહેલા બોલિંગ કરવા માંગે છે. ભારતીય ટીમમાં અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે.
આજે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને પોતાના વાઈસ કેપ્ટનને ખાસ ભેટ આપવા માંગે છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી બહુ મુશ્કેલ નહીં હોય, પરંતુ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં કોઈપણ ટીમને હળવાશથી લેવી મોંઘી સાબિત થઈ શકે છે. ભારતીય ટીમ આનાથી બચવા માંગશે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. દક્ષિણ આફ્રિકાએ એક મેચમાં 428 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ પણ 300થી વધુ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટોસ અડધા કલાક પછી થશે. બધાની નજર વિરાટ કોહલી પર હશે, તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર હશે. દિલ્હીમાં વિરાટનું બેટ જોરથી ચાલે છે.
વર્લ્ડ કપની બીજી મેચ માટે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચી ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા છે.
વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન ટોપ પર છે. તેણે અત્યાર સુધી 2 મેચમાં 199 રન બનાવ્યા છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસ 198 રન સાથે બીજા અને શ્રીલંકાના ડેવોન કોનવે 184 રન સાથે ત્રીજા સ્થાને છે.
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. કેએલ રાહુલે 97 રનની સૌથી મોટી ઇનિંગ રમી છે. અફઘાનિસ્તાન સામે પ્રથમ સદી જોવા મળી શકે છે.
આજે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટનનો જન્મદિવસ છે. તે 30 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામે બોલ અને બેટથી અજાયબી પ્રદર્શન કરવા માંગશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પંડ્યાએ એક વિકેટ લીધી હતી અને અણનમ 11 રન પણ બનાવ્યા હતા.
1️⃣8️⃣6️⃣ intl. matches
3️⃣6️⃣4️⃣9️⃣ intl. runs
1️⃣7️⃣0️⃣ intl. wicketsHere’s wishing #TeamIndia all-rounder Hardik Pandya a very Happy Birthday! pic.twitter.com/MDccKp8Zvq
— BCCI (@BCCI) October 11, 2023
જ્યાં સુધી બોલિંગનો સવાલ છે તો અહીં કેટલીક શક્યતાઓ હોઈ શકે છે. ટૂર્નામેન્ટની એક મેચ દિલ્હીમાં રમાઈ હતી જેમાં કુલ 754 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 428 રન બનાવ્યા હતા જ્યારે શ્રીલંકાએ પણ 326 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારત-અફઘાનિસ્તાન મેચમાં પણ આવું થવાની સંભાવના છે. સાથે જ દિલ્હીમાં ઝાકળની અસર જોવા મળી શકે છે અને આવી સ્થિતિમાં સ્પિનરો માટે મુશ્કેલ બની શકે છે.
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 દરમિયાન તેના લીગ રાઉન્ડની 9 મેચ 9 સ્થળોએ રમશે. આ કારણે ખેલાડીઓએ દરેક મેચ બાદ પ્રવાસ કરવો પડે છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ માત્ર 5 સ્થળો પર મેચ રમશે.
હવે વાત કરીએ ‘રીઅલ’ ટક્કરની. આ મેચ ભારત અને અફઘાનિસ્તાનના 11-11 ખેલાડીઓ વચ્ચે હશે અને બંને ટીમોના ખેલાડીઓ પણ તેને આ જ રીતે જોશે, પરંતુ સ્વાભાવિક છે કે દરેકની નજર વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેની મેચ પર પણ રહેશે. IPL 2023માં બંને વચ્ચેની લડાઈ હેડલાઇન્સ બની ત્યારથી, ચાહકો, બ્રોડકાસ્ટર્સ અને કોમેન્ટેટર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની મેચની રાહ જોશે.
આ મેદાન પર ટીમ ઈન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી 21 મેચ રમી છે જેમાંથી 13માં તેણે જીત મેળવી છે. ત્યાં 7માં હાર. છેલ્લી મેચ 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી, જેમાં કુલદીપ યાદવે 4 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને આસાન જીત અપાવી હતી. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઈન્ડિયાને અફઘાન સ્પિનરોના પડકારનો સામનો કરવો પડશે, ત્યારે તેના બેટ્સમેનોને પણ કુલદીપ અને રવિન્દ્ર જાડેજાના પડકારનો સામનો કરવો પડશે.
ODI વર્લ્ડ કપ 2023માં ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. 200 રનનો પીછો કરતી વખતે ભારતે બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલી અને લોકેશ રાહુલે સાથે મળીને ભારતીય ઈનિંગની કમાન સંભાળી અને જીતના ઉંબરે લઈ ગયા. અંતે, રાહુલે હાર્દિક સાથે મળીને ભારતને જીત તરફ દોરી. હવે ભારત સતત બીજી મેચ જીતવાનો પ્રયાસ કરશે.
હાલના દિવસોમાં શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતો. પ્લેટલેટ્સમાં અચાનક ઘટાડો થવાને કારણે ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ કારણે તે અફઘાનિસ્તાન સામેની આજની મેચમાં રમી શકશે નહીં.
ભારત અને અફઘાનિસ્તાનની ટીમો 4 વર્ષ બાદ ODI ક્રિકેટમાં આમને-સામને થશે. આ પહેલા તેઓ છેલ્લે વર્લ્ડ કપમાં ટકરાયા હતા. જે બાદ દિલ્હીમાં તેમની વચ્ચે સ્પર્ધા થવાની છે.
ભારત અને અફઘાનિસ્તાન વનડેમાં અત્યાર સુધીમાં ત્રણ વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાંથી ભારતે 2 મેચ જીતી છે. જ્યારે 1 મેચ ટાઈ રહી હતી. આ ત્રણ મેચ 3 અલગ-અલગ દેશોમાં રમાઈ હતી. બાંગ્લાદેશમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. એક ઈંગ્લેન્ડમાં અને એક યુએઈમાં. બાંગ્લાદેશ અને યુએઈમાં રમાયેલી મેચ એશિયા કપની હતી, જેમાં ટાઈ રહી હતી. ઈંગ્લેન્ડમાં રમાયેલી મેચ છેલ્લા વર્લ્ડ કપની હતી, જેમાં ભારતે જીત મેળવી હતી.
ભારત-અફઘાનિસ્તાન વર્લ્ડ કપ મેચમાં પ્રથમ વખત બે વસ્તુઓ થશે. પહેલું એ છે કે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં પ્રથમ વનડે રમશે. અને બીજું, કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત અફઘાનિસ્તાન સામે કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
Published On - 12:00 pm, Wed, 11 October 23