India Vs Pakistan : ભારત-પાકિસ્તાનની મેચો ફિક્સ, એશિયા કપમાં 3 વખત ટકરાશે !

એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાશે, આ વખતે ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં હશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા હતા.

India Vs Pakistan : ભારત-પાકિસ્તાનની મેચો ફિક્સ, એશિયા કપમાં 3 વખત ટકરાશે !
ભારત-પાકિસ્તાન 3 વખત ટક્કરાશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 05, 2023 | 4:14 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે. તાજેતરમાં, આ ટીમો એશિયા કપમાં બે વાર ટકરાઈ હતી અને ટી-20 વર્લ્ડ કપ 2022માં બંને વચ્ચે ટક્કર થઈ હતી. હવે ફરી એકવાર ભારત-પાકિસ્તાનની હરીફાઈ નક્કી થઈ ગઈ છે. આ બંને ટીમો એશિયા કપ 2023માં ટકરાશે. ગુરુવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલે મોટી જાહેરાત કરતા ટૂર્નામેન્ટના ફોર્મેટ અને જૂથોની જાહેરાત કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે અને આ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે.

એશિયા કપનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં થયું હતુ અને કુલ 6 મેચ આ ટૂર્નામેન્ટમાં રમાય હતી. આ વખતે ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે અને
ટીમને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એસીસીએશને જે રીતે ફોર્મેટ તૈયાર કર્યું છે તે મુજબ ભારત-પાકિસ્તાનની મેચ નક્કી છે.

ભારત-પાકિસ્તાનની મેચ નક્કી

ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 1માં રાખવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમ પણ આ ગ્રુપમાં છે. બીજી તરફ, ગ્રુપ 2માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની ટીમ છે અને તેમાં ક્વોલિફાયર ટીમનો પણ સમાવેશ થશે. લીગ તબક્કામાં કુલ 6 મેચો રમાશે. સાથે જ લીગ સ્ટેજ બાદ સુપર-4 રાઉન્ડ રમાશે. આનો અર્થ એ છે કે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાંથી કોઈપણ એકની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ જશે. સુપર 4 રાઉન્ડમાં કુલ 6 મેચો રમાશે અને ત્યારબાદ અંતિમ બે ટીમો નક્કી કરવામાં આવશે. એટલે કે એશિયા કપમાં કુલ 13 મેચો રમાશે.

 

ભારત-પાકિસ્તાન 3 વખત ટક્કરાશે

તમને જણાવી દઈએ કે, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 3 મેચમાં ટક્કર જોવા મળી શકે છે. લીગ રાઉન્ડમાં બંન્નેની ટક્કર નક્કી છે. ત્યારબાદ સુપર-4 રાઉન્ડમાં પણ બંન્ને ટીમ ટક્કરાઈ શકે છે. જો બંન્ને ટીમ અંકોના હિસાબથી ટોપ-2માં રહે છે તો બંન્ને વચ્ચે ફાઈનલ મેચ પણ જોવા મળી શકે છે.

જો કે એશિયા કપ 2023 પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ તાજેતરમાં ACC ચીફ જય શાહે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની ધરતી પર નહીં યોજાય. હવે જોવાનું એ રહે છે કે, આ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થાય છે.