
2002ની નેટવેસ્ટ ટ્રોફી જીત્યા પછી સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાંથી પોતાની જર્સી ઉતારીને તેને લહેરાવી હતી તે દ્રશ્ય હજુ પણ ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં તાજું છે. આ ભારતીય ક્રિકેટના ઇતિહાસનો એક અધ્યાય છે, જે સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે અને ટૂંક સમયમાં તેનું ફિલ્મમાં રૂપાંતર થવાનું છે. જ્યારે ફિલ્મ રિલીઝ થશે, ત્યારે તે દ્રશ્ય ચોક્કસપણે રૂપેરી પડદે ફરીથી જોવા મળશે. પરંતુ તે પહેલાં, ભારતની મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે ભવ્ય જીત પછી તેને ફરીથી રિક્રિએટ કર્યું છે.
ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સભ્યો લોર્ડ્સની બાલ્કનીમાં પોતાના શર્ટ અને બ્લેઝર લહેરાવતા જોવા મળે છે. ભારતની મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમે 19 ઓગસ્ટના રોજ લોર્ડ્સમાં રમાયેલી T20 મેચમાં ઈંગ્લેન્ડને 118 રનથી હરાવ્યા બાદ આ સેલિબ્રેશન કર્યું હતું.
When India wins at Lord’s, the celebrations hit different.
A moment of pure cricketing joy on the Lord’s Balcony — coats off, spirits high, and the Tricolour flying with pride.
118 runs. One unforgettable celebration.@imRaviKChauhan@official_idca pic.twitter.com/o6IuoRJto8
— Differently Abled Cricket Council of India (@dcciofficial) August 19, 2026
ભારતની મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમનું સેલિબ્રેશન સૌરવ ગાંગુલીથી પ્રેરિત હતું. દાદાએ 2002 ની નેટવેસ્ટ ટ્રોફી જીત્યા પછી લોર્ડ્સની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને તેને લહેરાવીને ઉજવણી કરી હતી અને પોતાની લાગણીઓ દર્શાવી હતી.
19 ઓગસ્ટના રોજ લોર્ડ્સમાં રમાયેલી મેચમાં, ભારતની મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં, યજમાન ઇંગ્લેન્ડ, જેને 207 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, તે સંપૂર્ણ 20 ઓવર પણ પૂર્ણ કરી શક્યું નહીં અને 13.4 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગયું.