જે ટીમમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), સુરેશ રૈના અને યુવરાજ સિંહ જેવા મજબૂત ખેલાડીઓ છે, તે ટીમની જીત નિશ્ચિત છે. પરંતુ, તે વિજય વધુ દમદાર બને છે જ્યારે આ ત્રણેય ખેલાડીઓ મેચમાં ન રમ્યા બાદ મળે છે. એટલે કે ના તો સચિન, રૈના કે યુવરાજના બેટની ધમાલ મચી તેમ છતાં પણ ટીમે શાનદાર રીતે ફાઈનલ મેચ જીતી લીધી. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં ઇન્ડિયા લિજેન્ડ્સે (India Legends) જબરદસ્ત જીત નોંધાવી છે. ઈન્ડિયા લિજેન્ડ્સે RSWSની ફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સને 33 રનથી હરાવ્યું. હવે તમે પૂછશો કે ઈન્ડિયા લિજેન્ડ્સની આ જીતનો હીરો કોણ બન્યો? તો તે નામ છે નમન ઓઝા (Naman Oza).
નમન ઓઝાએ પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સને જાણે ફાઇનલ માટે બચાવી હતી. તેણે ફાઇનલમાં સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની આ બીજી સીઝન છે અને ઈન્ડિયા લેજેન્ડ્સ સતત બીજી વખત ચેમ્પિયન બની છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ તે શ્રીલંકા લિજેન્ડ્સને હરાવીને ચેમ્પિયન બન્યુ છે.
ફાઈનલ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. મોટા બેટ્સમેનોની નિષ્ફળતા બાદ પણ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ ઈન્ડિયા લિજેન્ડ્સને આ સ્કોર સુધી લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 71 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. 152.11ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઈનિંગમાં નમને 15 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. નમન સિવાય વિનય કુમાર ટીમનો બીજો ટોપ સ્કોરર હતો, જેણે 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.
2021: 🇮🇳 India Legends defended 181 runs against 🇱🇰 Srilanka Legends in #RSWS Season 1 finals.
2022: 🇮🇳 India Legends defended 195 runs against 🇱🇰 Srilanka Legends in #RSWS Season 2 finals.@indialegends ARE THE CHAMPIONS AGAIN!#RoadSafetyWorldSeries #RSWS #YehJungHaiLegendary pic.twitter.com/CUSAt05M8i
— Road Safety World Series (@RSWorldSeries) October 1, 2022
આ મેચમાં સચિન તેંડુલકર માટે ખાતું ખોલવું પણ મુશ્કેલ બની ગયું હતું. તે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. તેના સિવાય સુરેશ રૈના પણ 4 રનથી આગળ વધી શક્યો નહોતો. યુવરાજ સિંહે પણ માત્ર 19 રન બનાવ્યા અને તેના માટે 13 બોલ રમ્યા. જોકે, નમન ઓઝાની સદીની ઇનિંગ્સને કારણે આ દિગ્ગજોની નિષ્ફળતાએ ઇન્ડિયા લિજેન્ડ્સનો પીછો છોડ્યો નથી.
જોકે, શ્રીલંકા લિજેન્ડ્સની ટીમ માટે 196 રનના લક્ષ્યાંક સામે પૂરી 20 ઓવર રમવી મુશ્કેલ બની ગઈ હતી. તે માત્ર 18.5 ઓવર જ ટકી શક્યો અને 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈન્ડિયા લિજેન્ડ્સે આ મેચ 33 રને જીતી લીધી હતી. ભારત તરફથી વિનય કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે 3 વિકેટ ઝડપી હતી.
Published On - 9:33 am, Sun, 2 October 22