અશ્વિનને સતાવી રહી છે પોતાના Twitter એકાઉન્ટના સુરક્ષાની ચિંતા, એલોન મસ્કને કરી રજુઆત

રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની સ્પિનનો પાવર બતાવ્યો હતો અને મુલાકાતી ટીમના ધોય નાંખ્યા હતા.

અશ્વિનને સતાવી રહી છે પોતાના Twitter એકાઉન્ટના સુરક્ષાની ચિંતા, એલોન મસ્કને કરી રજુઆત
| Edited By: | Updated on: Mar 15, 2023 | 4:01 PM

રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતવામાં મદદ કરી હતી. તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો છે.અશ્વિન એક તેજસ્વી ક્રિકેટર છે અને તેની સ્ટાઈલ માટે પણ જાણીતો છે. આ સ્ટાઈલ બતાવતા અશ્વિને જાહેરમાં ટ્વિટરના સીઈઓ એલોન મસ્કને પોતાની ફરિયાદ નોંધાવી છે. અશ્વિનને તેના ટ્વિટર એકાઉન્ટની સુરક્ષાનો ડર છે અને તેના કારણે તેણે મસ્કની મદદ માંગી છે. અશ્વિને બુધવારે ટ્વિટર પર મસ્કને સંબોધીને એક ટ્વીટ લખ્યું છે.

મસ્કના આવ્યા બાદ ટ્વિટરમાં ખુબ ફેરફાર થયા છે. જેના કારણે સુરક્ષા સંબંધી પરેશાનીઓનો સામનો યુઝર્સને કરવો પડી રહ્યો છે. Twitter નાfactor authentication ત્યારે જ કામ કરે છે જો તમે Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કર્યું હોય.

 

 

અશ્વિને મસ્કને પ્રશ્ન પૂછ્યો

અશ્વિને તાજેતરના સમયમાં તેના ટ્વિટર પર કેટલાક પોપ-અપ જોયા, જેના વિશે તે મૂંઝવણમાં આવી ગયો અને તેણે મસ્કને સીધું ટૅગ કરીને ટ્વિટ કર્યું. તેણે લખ્યું, “ઓકે. હવે 19મી માર્ચ પહેલા હું મારું ટ્વિટર એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત કરી શકું? મને વારંવાર પૉપ-અપ મળી રહ્યાં છે પરંતુ કોઈ પણ લિંક પર જઈને સ્પષ્ટતા નથી મળતી. એલોન મસ્ક જે જરૂરી છે તે કરો. મહેરબાની કરીને અમને સાચી દિશામાં લઈ જાઓ.

ઓસ્ટ્રેલિયા સામે આગ બતાવી

અશ્વિને હાલમાં જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને તેની સ્પિન પર નચાવ્યા હતા. તેણે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં કુલ 25 વિકેટ લીધી હતી. તે આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. રવીન્દ્ર જાડેજા સાથે મળીને તેણે એવી જોડી બનાવી કે તેનો સામનો કરવો બેટ્સમેનો માટે સમસ્યા બની ગયો.જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની સિરીઝમાં 22 વિકેટ ઝડપી હતી. અશ્વિન માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ ટીમ માટે યોગદાન આપી રહ્યો છે. ટેસ્ટમાં તેના નામે પાંચ સદી છે.