IND vs NZ: T20 શ્રેણીની અંતિમ મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો અમદાવાદ પહોંચી, BCCI એ શેર કર્યો Video

|

Jan 30, 2023 | 11:00 PM

સોમવારે સાંજે બંને ટીમો અમદાવાદ આવી પહોંચી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે ટી20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાનારી છે.

IND vs NZ: T20 શ્રેણીની અંતિમ મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો અમદાવાદ પહોંચી, BCCI એ શેર કર્યો Video
India and New Zealand Cricket teams reached Ahmedabad

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ અમદાવાદમાં રમાનારી છે. બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટી20 મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં આતુરતા છે. આ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ બંને ક્રિકેટ ટીમો સોમવારે અમદાવાદ પહોંચી હતી. અમદાવાદની ખાનગી હોટલમાં આગમન થતા ખેલાડીઓનુ સ્વાગત પરંપરાગત મુજબ કરવામાં આવ્યુ હતુ. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભારત પ્રવાસની અંતિમ મેચ અમદાવાદ રમાનારી છે. ત્યાર બાદ ટીમ પ્રવાસ સમાપ્ત કરી વિદાય લેશે.

ટી20 સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ ન્યુઝીલેન્ડે 21 રનથી જીતી હતી. જ્યારે લખનૌમાં રમાયેલી બીજી ટી20 મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી. આમ અમદાવાદમાં બુઘવારે સિરીઝની નિર્ણાયક મેચ રમાશે. અમદાવાદમાં રમાનારી સિરીઝની અંતિમ મેચમાં જે ટીમ જીત મેળવશે એ ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બુધવારે ફાઈનલ જંગ

અમદાવાદમાં ટી20 સિરીઝની રોમાંચ ભરી મેચ જોવા મળશે. સિરીઝમાં બંને ટીમો બરાબરી પર છે. આવી સ્થિતીમાં બંને ટીમો માત્ર મેચ જ નહીં પરંતુ સિરીઝ જીતવા દમ લગાવશે. ભારત વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમના સુપડા સાફ કરી ચુક્યુ છે. હવે ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝમાં પણ 2-1 થી સિરીઝ જીતવા માટે પુરી તાકાત લગાવી દેશે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ ભારતના હાથે વનડે અને ટી20 સિરીઝમાં શરમજનર હાર સાથે પરત ફરવા નહી ઈચ્છે. આવી સ્થિતીમાં કિવી ટીમ પણ સિરીઝ જીતવા માટે પુરો દમ લગાવી દેશે. આમ અમદાવાદની મેચ બંને ટીમોની તાકાની ટક્કર વડે પૈસા વસૂલ રોમાંચનો અનુભવ કરાવી શકે છે.

બંને ટીમો અંતિમ મેચને લઈ અમદાવાદ પહોંચી ચુકી છે. બીસીસીઆઈએ અમદાવાદ પહોંચ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને ક્રિકેટ ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે.

હાર્દિક ઘર આંગણે જીતનો જશ્ન મનાવવા ઈચ્છશે

ભારતીય ટીમનુ સુકાન સિરીઝમાં હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. અમદાવાદનુ ગ્રાઉન્ડ હાર્દિક પંડ્યા માટે ઘર આંગણાનુ છે. ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા ગત આઈપીએલ સિઝનમાં અહીં જ ફાઈનલ જીતીને સફળ સુકાની તરીકેની ઈનીંગની શરુઆત કરી હતી. આવી સ્થિતીમાં આઈપીએલની ટીમની નજરે પણ અમદાવાદ હોમ ગ્રાઉન્ડ છે. આમ હાર્દિક પોતાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે જાન લગાવી દેતુ પ્રદર્શન કરી શકે છે.

Published On - 10:24 pm, Mon, 30 January 23

Next Article