Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !

|

Oct 02, 2021 | 12:14 AM

આ ભારતીય મહિલા ક્રિકેટરે દાખલો બેસાડ્યો જેના આ પગલા પર ક્રિકેટ ચાહકો આફ્રિન થઇ ગયા, સૌ કોઇ તેના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !
Punam Raut

Follow us on

ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) અને ઓસ્ટ્રેલિયા (Australia) મહિલા ટીમ વચ્ચે પ્રથમ વખત ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમ (Team India) મજબૂત સ્થિતિમાં છે. ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

બંને દિવસે વરસાદને કારણે મેચ પ્રભાવિત થઈ છે. બીજા દિવસની રમત પણ જલ્દી પૂરી થઈ. ડિનર બ્રેક પછી, ખેલાડીઓએ વીજળી પડવાને કારણે મેદાન છોડવું પડ્યું, ત્યાં સુધીમાં ભારતે 101.5 ઓવરમાં પાંચ વિકેટે 276 રન બનાવ્યા હતા. બીજા દિવસે સ્મૃતિની સદી ઉપરાંત પૂનમ રાઉત (Punam Raut) પણ ચર્ચામાં રહી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પૂનમે સ્પોર્ટ્સમેનશીપનો દાખલો બેસાડ્યો અને અમ્પાયર દ્વારા આઉટ ન આપવા છતાં તેણે મેદાન છોડી દીધું. પૂનમના આ પગલા પર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, જ્યારે તે પેવેલિયનમાં પરત ફરી હતી. ત્યારે ડ્રેસિંગ રૂમના લોકોની પ્રતિક્રિયા શું હતી અને પૂનમના આ નિર્ણયને તેઓ કેવી રીતે જોતા હતા.

સાથી ખેલાડીઓની પ્રતિક્રિયા કેવી હતી

ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઇનિંગ રમી રહેલી સ્મૃતિએ કહ્યું, અમારી પહેલી પ્રતિક્રિયા હતી ‘ઓહ, કેમ કર્યું’. પરંતુ પૂનમે લીધેલા નિર્ણયનો અમે સૌ સન્માન કરીએ છીએ. પૂનમને તમામ સાથી ખેલાડીઓ તરફથી ખૂબ સન્માન મળ્યું. પૂનમે શું કર્યું, મને ખબર નથી કે આજના સમયમાં આ સ્ટેજ પર કેટલા લોકો આમ કરે છે.

ડીઆરએસ ઉપલબ્ધ ન હોય ત્યારે, આઉટ થયા પછી કેટલા લોકો પોતે જ પરત જાય છે તે મને ખબર નથી. આજના સમયમાં DRS છે, ત્યારે બેટ્સમેનોએ પાછા ફરવું પડશે. ખરેખર, પૂનમે તેના નિર્ણય માટે સન્માન મેળવ્યુ છે. પરંતુ અમારી પ્રથમ પ્રતિક્રિયા હતી ‘ઓહ, કેમ કર્યું?

આ આખો મામલો છે

ખરેખર, જે થયું તે ભારતની ઇનિંગ્સની 81 મી ઓવર હતી. ઓસ્ટ્રેલિયાની સ્પિનર ​​સોફી મોલિનેક્સ બોલિંગ કરવા આવી હતી. પૂનમે તેના બોલનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ વિકેટકીપર એલિસા હીલીના હાથમાં ગયો હતો. સોફીએ અમ્પાયરને આઉટની અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો નહીં. પરંતુ પૂનમને લાગ્યું કે તે આઉટ છે અને પોતે ક્રિઝ છોડીને પેવેલિયન પરત ફરી. તેના પર લોકો તેની રમત ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે.

ભારત મજબૂત સ્થિતિમાં છે

ડિનર બ્રેક પછી, ખેલાડીઓએ વીજળી પડવાને કારણે મેદાન છોડવું પડ્યું હતુ. ત્યાં સુધીમાં ભારતે 101.5 ઓવરમાં પાંચ વિકેટે 276 રન બનાવ્યા હતા. ખરાબ વાતાવરણને કારણે એક સત્ર કરતાં વધુ ની રમત ખરાબ થઇ ગઇ હતી. વીજળી અને વાદળો ગરજવા સાથે વરસાદ પડ્યો, જેના કારણે આઉટફિલ્ડ ભીનું થઈ ગયું હતુ.

 

આ પણ વાંચોઃ Cricket: ગજબ ! 13 બોલમાં જ 72 રન ઝૂડી નાંખ્યા, છગ્ગા વરસાવીને 8 ઓવર મેચ જીતી લીધી

આ પણ વાંચોઃ Cricket: MCC ના અધ્યક્ષ પદે પ્રથમવાર મહિલા અધ્યક્ષ, ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન પદ માટે પસંદ કરાઇ, 234 વર્ષમં પ્રથમ વાર થયુ આમ

Published On - 11:58 pm, Fri, 1 October 21

Next Article