IND vs ZIM: શિખર ધવનને કેપ્ટનશિપ છીનવાઈ જવાનો નથી કોઈ રંજ, કેએલ રાહુલ માટે કહી મોટી વાત

|

Aug 17, 2022 | 10:32 AM

ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. ઝિમ્બાબ્વેએ તાજેતરમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.

IND vs ZIM: શિખર ધવનને કેપ્ટનશિપ છીનવાઈ જવાનો નથી કોઈ રંજ, કેએલ રાહુલ માટે કહી મોટી વાત
Shikhar Dhawan એ KL Rahul આવતા કેપ્ટનશિપ ગુમાવી

Follow us on

ભારતીય ટીમ એશિયા કપ (Asia Cup) પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જો કે આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શિખર ધવન (Shikhar Dhawan) ને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. ધવન અગાઉ વિન્ડીઝ સામેની વનડે સીરીઝમાં પણ ટીમનો કેપ્ટન હતો, પરંતુ કેએલ રાહુલ (KL Rahul) ઈજામાંથી પરત ફરતાની સાથે જ ધવને કેપ્ટનશીપ ગુમાવી દીધી અને રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો. જોકે, ધવનને આ અંગે કોઈ અફસોસ નથી.

ધવને ભલે કેપ્ટનશિપ ગુમાવી હોય પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમના સૌથી અનુભવી ખેલાડી તરીકે તે હંમેશા યુવાનોની મદદ કરવા તૈયાર છે. હરારેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ધવને કહ્યું, “મને ટીમના યુવા ખેલાડીઓ સાથે મારો અનુભવ શેર કરવામાં ખરેખર આનંદ આવે છે.” હું અહીં પહેલીવાર 2014 (2013) માં આવ્યો હતો, જ્યારે ડંકન ફ્લેચર ભારતીય કોચ હતા. જો તેઓ (યુવાનો) મારી પાસે કોઈ સૂચન માટે આવે છે, તો હું (હંમેશા) તેમને જવાબ આપવા તૈયાર છું.

રાહુલ માટે સારી તક

આ 36 વર્ષીય ડાબોડી બેટ્સમેન ખૂબ જ ખુશ છે કે કેપ્ટન રાહુલને એશિયા કપ પહેલા મેદાન પર સમય પસાર કરવાની તક મળશે. તેણે કહ્યું કે, આ ખૂબ જ સારા સમાચાર છે કે કેએલ (રાહુલ) પરત ફર્યા છે અને ટીમનું નેતૃત્વ પણ કરશે. તે આ ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. એશિયા કપની શરૂઆત પહેલા તેના માટે આ સારી તૈયારી હશે. મને ખાતરી છે કે તેને આ પ્રવાસથી ઘણો ફાયદો થશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સુંદર બહાર થવાથી નિરાશા

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વન ડે કપમાં તેના ખભામાં ઈજા થઈ હતી. ચેન્નાઈના આ 22 વર્ષીય ખેલાડીએ છેલ્લી વખત ફેબ્રુઆરી 2021માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય વાઈસ કેપ્ટને કહ્યું કે, વોશિંગ્ટનનુ બહાર થવું એ દુખદ છે. તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ તે કારકિર્દીનો એક ભાગ છે. ઇજાઓ થતી રહેશે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્પિનર ​​તરીકે તેની ખોટ રહેશે પરંતુ ટીમ પાસે કુલદીપ યાદવ અને દીપક હુડાના રૂપમાં વિકલ્પો છે.

ઝિમ્બાબ્વેને હળવાશથી લેવામાં નહીં આવે

ભારતીય ટીમ 2016 પછી પ્રથમ વખત આ આફ્રિકન દેશની મુલાકાતે આવી છે. બાંગ્લાદેશ સામે ઝિમ્બાબ્વેના શાનદાર પ્રદર્શનને જોતા ધવને કહ્યું કે તે આ ટીમને હળવાશથી નહીં લે. દિલ્હીના આ બેટ્સમેને કહ્યું, તેણે બાંગ્લાદેશ સામે જીત મેળવી છે. તેઓ સારું ક્રિકેટ રમી રહ્યા છે. તે આપણા માટે સારું છે અને આપણે કોઈ પણ બાબતને હળવાશથી લઈ શકતા નથી. તે પ્રક્રિયા વિશે છે.

સિકંદર રઝાની સરાહના

ધવને ઝિમ્બાબ્વેના સિનિયર બેટ્સમેન સિકંદર રઝાના વખાણ કર્યા હતા, જે શાનદાર ફોર્મમાં છે અને કહ્યું હતું કે ભારતીય બોલરોએ તેની સામે ચતુરાઈથી બોલિંગ કરવી પડશે. ધવને કહ્યું, તે ઘણો સારો ખેલાડી છે. તે લાંબા સમયથી ઝિમ્બાબ્વે માટે રમી રહ્યો છે. મને ખાતરી છે કે અમારા બોલરો તેની સામે વધુ સારી યોજના સાથે મેદાનમાં ઉતરશે.

 

 

 

Published On - 9:51 am, Wed, 17 August 22

Next Article