IND Vs ZIM 1st ODI Match Live Streaming: ટીમ ઇન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની સંપૂર્ણ જાણકારી અહીં વાંચો

|

Aug 17, 2022 | 5:45 PM

Watch India vs Zimbabwe Today Match Live: ઝિમ્બાબ્વે અને ભારત (India vs Zimbabwe) વચ્ચે 18 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.

IND Vs ZIM 1st ODI Match Live Streaming: ટીમ ઇન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની સંપૂર્ણ જાણકારી અહીં વાંચો
Indian Cricket Team

Follow us on

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) હવે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ભારતને અહીં યજમાન દેશ સામે ત્રણ મેચની (India vs Zimbabwe) વનડે સિરીઝ રમવાની છે, જે ગુરુવારથી શરૂ થશે. સિરીઝની ત્રણેય મેચ હરારેમાં રમાશે. એશિયા કપ પહેલા જ્યારે આ સિરીઝ કેટલાક ખેલાડીઓ માટે વાપસીની મોટી તક છે, તો કેટલાક આ સિરીઝ સાથે ફોર્મમાં આવવાની કોશિશ કરશે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત જેવા ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો.

આ ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ટીમ ઝિમ્બાબ્વેને ટક્કર આપવા ઉતરશે. પરંતુ ટીમમાં દિનેશ કાર્તિક અને શિખર ધવન જેવા કેટલાક અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓ છે. ટીમના નિયમિત વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અહીં કમાન સંભાળતા જોવા મળશે. રાહુલ આઈપીએલ પછી ટીમ ઈન્ડિયાની બહાર છે અને લાંબા સમય બાદ વાપસી કરશે. તેને ઈજા થઈ હતી જે બાદ તેની જર્મનીમાં સર્જરી કરવામાં આવી હતી. કાગળ પર ભલે ટીમ ઇન્ડિયા યજમાન કરતાં વધુ મજબૂત દેખાતી હોય, પરંતુ તે હજી પણ તેને હળવાશથી લેશો નહીં. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઝિમ્બાબ્વેએ 300 અને 290 રનના ટાર્ગેટનો પીછો કરતા હાલમાં જ બાંગ્લાદેશને હરાવ્યું હતું.

ભારત વિ ઝિમ્બાબ્વે શેડ્યૂલ

પહેલી ODI 18 ઓગસ્ટ, હરારે, 12:45 PM.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

બીજી ODI 20 ઓગસ્ટ, હરારે, 12:45 PM.

ત્રીજી ODI 22 ઓગસ્ટ, હરારે, 12:45 PM.

ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો ODI સિરીઝ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ODI મેચ 18 ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ રમાશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી ODI ક્યાં રમાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ODI મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.

ઝિમ્બાબ્વે અને ટીમ ઈન્ડિયા વચ્ચે પહેલી ODI મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ODI મેચ ભારતીય સમયાનુસાર મુજબ બપોરે 12.45 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 12:15 વાગ્યે થશે.

ઝિમ્બાબ્વે અને ટીમ ઈન્ડિયા વચ્ચેની પહેલી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ કરશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી ODIનું લાઈવ ટેલિકાસ્ટ ફેન્સ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે.

ભારત-ઝિમ્બાબ્વે પહેલી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ પર કરવામાં આવશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર , શાહબાઝ અહમદ

ઝિમ્બાબ્વે: રેજિસ ચકાબવા (કેપ્ટન), રિયાન બર્લ, તનાકા ચિવાંગા, બ્રાડલે ઇવાંસ, લ્યૂક જોંગવે, ઇનોસેંટ કેઇઆ, ટી કૈતાનો, ક્લાઇવ માડાંડે, વેસલી એમ, ટી મારુમાની, જાન મસારા, ટોની મુનિયોંગા, રિચર્ડ અંગારાવા, વિક્ટર એન, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, ડોનાલ્ડ તિરિપાનો

Next Article