વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket Team) ની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આગામી 6 ફેબ્રુઆરી થી વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ તે પહેલા કિરોન પોલાર્ડ અને તેની ટીમે 3 દિવસ ક્વોરન્ટાઇનમાં પસાર કરવા પડશે. ત્યાર બાદ ટીમ મેદાન પર સિરીઝની તૈયારી માટે મેદાન પર જઇ શકશે. બંને દેશો વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં જ રમાનારી છે. બીજી અને ત્રીજી વનડે 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ભારતના પ્રવાસ પહેલા જ આ શ્રેણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં પોલાર્ડ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જેસન હોલ્ડરે વધુ આગળ વધીને કહ્યું કે વર્તમાન કેરેબિયન ટીમમાં એટલી શક્તિ છે કે તે તેની જમીન પર ભારતને પરાસ્ત કરી શકે છે.
કેરેબિયન ટીમ ભારતમાં ઉતરી ચુકી છે. તેમના ઇરાદા ઉંચા છે કારણ કે તેઓ ઘર આંગણે T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવીને ભારત આવ્યા છે. પરંતુ, ભારતને પોતાની ધરતી પર હરાવવાનું તેમનું સપનું પૂરું થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. 24 કલાકની મુસાફરી બાદ ભારત પહોંચેલા ખેલાડીઓના ફોટા અને વીડિયો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.
After a long couple days of travel from Barbados, the #MenInMaroon have arrived in India! ✌🏿 #INDvWI 🏏🌴 pic.twitter.com/ogvbrtQqTy
— Windies Cricket (@windiescricket) February 2, 2022
WI arrive safely in Ahmadabad! ✈️ 🇮🇳
The #MenInMaroon have a quick turnaround, as WI get ready to play @BCCI in 3 ODI’s here, starting on February 6 #INDvsWI 🏏🌴 pic.twitter.com/WSHvHKoqVA
— Windies Cricket (@windiescricket) February 2, 2022
અમદાવાદ એરપોર્ટના આ વીડિયોમાં તમે આખી ટીમને એકસાથે આગળ વધતા જોઈ શકો છો. અને તેમને અનુસરે છે કોચ ફિલ સિમોન્સ. આ પ્રવાસને સફળ બનાવવા માટે જેટલી જવાબદારી સુકાની કિરન પોલાર્ડ અને બાકીના ખેલાડીઓની છે એટલી જ જવાબદારી ટીમના મુખ્ય કોચની પણ છે.
ભારતના પ્રવાસ પર 3 ODI શ્રેણી બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 T20 શ્રેણી પણ રમવાની છે. ટી20 સિરીઝનું આયોજન કોલકાતામાં થશે. ODI અને T20 સીરીઝ વચ્ચે, IPL 2022ની મેગા ઓક્શનમાં કેરેબિયન ખેલાડીઓ પણ પોતાના પર પૈસાનો વરસાદ કરવાની ગિફ્ટ જોઈ શકે છે.
Published On - 11:41 am, Wed, 2 February 22