IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ ટીમના પ્રેકટીસ સેશનમાં બ્રાયલ લારાની હાજરી, ટીમ ઈન્ડિયાના પડકારને ઝીલવા શિખવ્યા મંત્ર!

|

Jul 21, 2022 | 8:07 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થઈ રહી છે અને તે પહેલા મહાન બેટ્સમેન બ્રાયન લારા (Brian Lara) ટીમ સાથે જોવા મળ્યો હતો.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ ટીમના પ્રેકટીસ સેશનમાં બ્રાયલ લારાની હાજરી, ટીમ ઈન્ડિયાના પડકારને ઝીલવા શિખવ્યા મંત્ર!
Brian Lara એ નિકોલસ પૂરનને સેશનમાં મદદ કરી રહ્યો હતો

Follow us on

વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમે (West Indies Cricket Team) આ વર્ષની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટીમ પાસે તે હારની બરાબરી કરવાનો મોકો છે કારણ કે હવે ટીમ ઈન્ડિયા તેના ઘરમાં છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેને પોતાના નામે કરવા ઈચ્છશે. સિરીઝ પહેલા તેને જીતનો ગુરુમંત્ર પણ મળી ગયો છે. વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા (Brian Lara) એ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં સમય વિતાવ્યો.

ક્વિન્સ પાર્ક ઓવલ મેદાનમાં પ્રેક્ટિસ સેશનમાં લારાએ વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન બ્રાયન લારા અને કેપ્ટન નિકોલસ પૂરન સાથે પણ વાત કરી હતી. લારા વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ કેપ્ટન છે અને તેની ગણતરી વિશ્વના સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં થાય છે. વનડેમાં તેણે 299 મેચ રમી અને 10,405 રન બનાવ્યા. ટેસ્ટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ લારાના નામે છે. તેણે ઈંગ્લેન્ડ સામે 400 રનની ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝને જીતની સખત જરૂર છે

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઘરઆંગણે રમી રહી છે, તેથી શ્રેણી જીતવાની શક્યતાઓ વધારે છે. આ ટીમને પણ જીતની સખત જરૂર છે. વેસ્ટ ઈન્ડિઝ છેલ્લા એક વર્ષમાં તેની છેલ્લી 17 મેચમાં 12 મેચ હારી છે. જો ભારત સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી તેના માર્ગે આવે છે, તો તે તેના આત્મવિશ્વાસ માટે શાનદાર રહેશે. છેલ્લી છ વનડેમાં આ ટીમને એક પણ જીત મળી નથી. જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના હાથે હારનો સમાવેશ થાય છે. જો કે ભારત સામેની સીરીઝ ODI સુપર લીગનો ભાગ નથી, પરંતુ તેને જીતવી ટીમના ખેલાડીઓના આત્મવિશ્વાસ માટે ચોક્કસપણે મહત્વપૂર્ણ રહેશે.

Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો

કોચે ખાસ સલાહ આપી

આ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝના કોચ ફિલ સિમન્સે ટીમને ખાસ સલાહ આપી છે. સિમન્સે પોતાની ટીમના ખેલાડીઓને ભારત સામે સંપૂર્ણ 50 ઓવર રમવા માટે કહ્યું છે. મીડિયા અહેવાલમાં સિમોન્સને ટાંકીને કહ્યું, મુખ્ય બાબત એ છે કે અમે 50 ઓવર કેવી રીતે રમીએ છીએ. અમારે 50 ઓવરની બેટિંગ કરવી પડશે અને ઇનિંગ્સની સાથે ભાગીદારી પણ બનાવવી પડશે. કોઈએ સદી બનાવવા તરફ ધ્યાન આપવું પડશે અને ટીમને બાંધી રાખવી પડશે. બેટિંગના દૃષ્ટિકોણથી તે પૂરતું છે.

Published On - 8:01 pm, Thu, 21 July 22

Next Article