IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

|

Feb 27, 2022 | 7:50 PM

ટીમ બસમાંથી કારતુસ મળી આવ્યા હોવાની માહિતી મળતાની સાથે જ બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ખેલાડીઓને સ્ટેડિયમમાં ઉતારતી બસમાંથી જે કારતુસ મળી આવ્યા છે તે 32 બોરની પિસ્તોલના છે.

IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે
India Vs Sri Lanka: વિરાટ કોહલી સહિતના અનેક ખેલાડીઓ ટેસ્ટ મેચ માટે મોહાલી પહોંચી ચુક્યા છે

Follow us on

T20 શ્રેણી રવિવારે પૂર્ણ થતાં જ ટેસ્ટ શ્રેણીનું રણશિંગુ ફૂંકાશે. ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) ના ખેલાડીઓ 4 માર્ચથી સફેદ યુનિફોર્મમાં આમને-સામને થશે. આ માટે બંને ટીમના મોટાભાગના ખેલાડીઓ ચંદીગઢ પહોંચી ગયા છે. આ ટેસ્ટ મેચ મોહાલી (Mohali Test) ના PCA સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમો ચંદીગઢ સ્થિત હોટલમાં છે. ટેસ્ટ ટીમમાં સામેલ ભારતીય ટીમ (Indian Cricket Team) ના ખેલાડીઓએ પણ ચંદીગઢ પહોંચીને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ખેલાડીઓને હોટલથી સ્ટેડિયમ સુધી લઈ જવા માટે બસ છે. શનિવારે જ્યારે બસ ખેલાડીઓની સેવામાં હતી ત્યારે તેમાંથી કારતુસના બે ખોખા મળી આવ્યા હતા, જેના કારણે હોબાળો મચી ગયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, ખેલાડીઓને સ્ટેડિયમ તરફ જતી બસમાંથી જે કારતુસ મળી આવ્યા છે તે .32 બોરની પિસ્તોલના છે. તારા બ્રધર્સની આ બસ આઈટી પાર્ક સ્થિત હોટેલ લલિતની બહાર પાર્ક કરવામાં આવી હતી, જ્યાં બંને ટીમના ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બસમાં કારતુસ મળી આવતાં ખળભળાટ મચી ગયો

ટીમ બસમાંથી કારતુસ મળી આવ્યા હોવાની માહિતી મળતાની સાથે જ બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલામાં કાર્યવાહી હાથ ધરી છે. બસમાંથી કારતુસ મળ્યા બાદ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં પણ તપાસ કરવામાં આવી હતી. હાલ પોલીસે બંને કારતૂસના ખોખાને મળી આવતા કબજે કર્યા હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આર અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શુભમન ગિલ, હનુમા વિહારી, પ્રિયંક પંચાલ, ઉમેશ યાદવ, જયંત યાદવ, સૌરભ કુમાર અને કેએસ ભરત જેવા ખેલાડીઓ શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમવા માટે હોટેલ લલિતમાં રોકાયા છે. વિરાટ કોહલી અને રિષભ પંત પણ શનિવારે ચંદીગઢ આવ્યા છે.

ખેલાડીઓને બીજી બસ દ્વારા સ્ટેડિયમ મોકલ્યા

ભારતીય ટીમને શનિવારે પ્રેક્ટિસ કરવા માટે મોહાલીના PCA સ્ટેડિયમમાં જવાનું હતું. જે અંતર્ગત બપોરે એક વાગ્યાના સુમારે બસની તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન સીટ નીચે બે કારતુસ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ બસની તપાસ તત્પરતાથી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ખેલાડીઓને બીજી બસ દ્વારા સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. બસમાંથી કારતૂસના ખોખા મળ્યા બાદ ટીમોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

શ્રીલંકાના ખેલાડીઓ હાલમાં હોટલમાં જ ક્વોરેન્ટાઇન છે અને તેઓ 28 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરશે.

 

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

Published On - 7:40 pm, Sun, 27 February 22

Next Article