IND vs SL: શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ, ટીમ ઇન્ડીયાનુ એલાન, ચેતન સાકરિયાને તક

|

Jun 11, 2021 | 7:40 AM

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ (Sri Lanka tour) ખેડનારી છે. જૂલાઇ માસ દરમ્યાન ખેડનારા પ્રવાસ માટે BCCI એ ટીમનુ એલાન કર્યુ હતુ. હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) ફાઇનલમાં ભાગ લેવા માટે મુખ્ય ટીમ ઇંગલેંડ પ્રવાસે છે.

IND vs SL: શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ, ટીમ ઇન્ડીયાનુ એલાન, ચેતન સાકરિયાને તક
Team India

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) શ્રીલંકાનો પ્રવાસ (Sri Lanka tour) ખેડનારી છે. જૂલાઇ માસ દરમ્યાન ખેડનારા પ્રવાસ માટે BCCI એ ટીમનુ એલાન કર્યુ હતુ. હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) ફાઇનલમાં ભાગ લેવા માટે મુખ્ય ટીમ ઇંગલેંડ પ્રવાસે છે. જ્યાં ફાઇનલ મેચ બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમનાર છે. આ દરમ્યાન બીજી ટીમ વન ડે અને ટી20 મેચોની શ્રેણી રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. આમ એક જ સાથે ભારતની બે ટીમો બે દેશનો પ્રવાસ કરી રહી હશે.

ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવન (Shikhar Dhawan) ને સોંપવામાં આવી છે. જ્યારે ભૂવનેશ્વર કુમારને ટીમનો વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આઇપીએલ માં કેટલીક સિઝનથી દમદાર પ્રદર્શન કરી રહેલા ડાબોડી બેટ્સમેન નિતીશ રાણાનો પણ પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેવદત્ત પડીક્કલ અને ઋતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાવનગરના ચેતન સાકરીયા (Chetan Sakaria) ની પસંદગી પણ શ્રીલંકા પ્રવાસ માટે કરવામાં આવી છે. સાકરીયાએ આઇપીએલ રાજસ્થાન રોયલ્સ વતી થી ડેબ્યૂ કર્યુ હતુ. તે આઇપીએલમાં માત્ર 7 જ મેચ રમ્યો છે. જ્યાં તેની પસંદગી થઇ ચુકી છે. કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને નવદીપ સૈનીને પણ ફરી થી ટીમમાં સ્થાન મળ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ધવનને કેપ્ટનશીપની તક

વિરાટ કોહલી, રોહિત શર્મા જસપ્રિત બુમરાહ જેવા નિયમીત ખેલાડીઓ વિના જ ભારતીય ટીમ વિદેશ પ્રવાસ ખેડી રહી છે. શિખર ધવન કરિયરમાં પ્રથમ વાર કેપ્ટન તરીકેની ભૂમિકા નિભાવશે. તેણે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં દિલ્હીની ટીમ માટે કેપ્ટનશીપ નિભાવી હતી. ધવન ટીમમાં સિનીયર ખેલાડી છે.

ભારત-શ્રીલંકા ક્રિકેટ કાર્યક્રમ

ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 વન ડે અને 3 ટી20 મેચોની શ્રેણી રમનાર છે. આગામી 13 જૂલાઇ થી શ્રીલંકા અને ભારત વચ્ચે વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. આણ 13, 16 અને 18 જૂલાઇએ વન ડે મેચ રમાશે. જ્યારે 21, 23 અને 25 જૂલાઇએ ટી20 શ્રેણી રમાશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બંને શ્રેણીની તમામ મેચો કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનારી છે.

ભારતીય ટીમ

કેપ્ટન શિખર ધવન, વાઇસ કેપ્ટન ભૂવનેશ્વર કુમાર, પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નિતીશ રાણા, ઇશાન કિશન (વિકેટ કીપર) સંજૂ સેમસન (વિકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રાહુલ ચાહર, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, વરુણ ચક્રવર્તી, દિપક ચાહર, નવદિપ સૈની અને ચેતન સાકરિયા.

નેટ બોલર

ઇશાન પોરેલ, સંદિપ વોરિયર, અર્શદિપ સિંહ, સાંઇ કિશોર, સિમરનજીત સિંહ.

Next Article