IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝની શરુઆતે જ ઋતુરાજ ગાયકવાડનુ તૂટ્યુ દિલ, આ કારણથી રહેવુ પડ્યુ બહાર

|

Feb 24, 2022 | 7:52 PM

India vs Sri Lanka, 1st T20I: શ્રીલંકા સામેની પ્રથમ T20માંથી અચાનક ઋતુરાજ ગાયકવાડ બહાર, સંજુ સેમસનને મળી તક

IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝની શરુઆતે જ ઋતુરાજ ગાયકવાડનુ તૂટ્યુ દિલ, આ કારણથી રહેવુ પડ્યુ બહાર
Ruturaj Gaikwad પ્લેયીંગ ઇલેવનની બહાર છે

Follow us on

ભારતીય ક્રિકેટનો ઉભરતો સ્ટાર એટલે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad). તેની પાસે ક્લાસ છે, જે ઝડપથી મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમ છતાં તે ઘણીવાર ટીમ ઇન્ડિયા (Indian Cricket Team) ની બહાર જોવા મળે છે. ગાયકવાડ ખૂબ જ પ્રતિભાશાળી છે પરંતુ કદાચ નસીબ તેની સાથે ઉભું હોય તેવું લાગતું નથી. તાજેતરના ભૂતકાળમાં ગાયકવાડ સાથે કંઈક એવું બન્યું છે કે તેઓ ઘણી મેચો રમી શક્યા નથી. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી પહેલા તેની સાથે પણ આવું જ કંઈક થયું હતું. ઋતુરાજ ગાયકવાડને પ્રથમ મેચ (India vs Sri Lanka, 1st T20I) માં રમવાનું હતું પરંતુ તે રમતની શરૂઆત પહેલા જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો હતો.

વાસ્તવમાં ઋતુરાજ ગાયકવાડ મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. બેટિંગની પ્રેક્ટિસ કરતી વખતે ગાયકવાડને જમણા હાથના કાંડામાં દુખાવો થવા લાગ્યો, જેના કારણે તે શોટ રમી શકતો ન હતો. આ પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો અને તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને ગાયકવાડની ઈજા અંગે માહિતી આપી હતી.

ગાયકવાડના કાંડામાં ઈજા

ઋતુરાજ ગાયકવાડની ઈજા પર બીસીસીઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, ‘ઋતુરાજ ગાયકવાડે જમણા હાથના કાંડામાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ દર્દની અસર તેની બેટિંગ પર પડી રહી છે. ગાયકવાડ પ્રથમ ટી20માં પસંદગી માટે ઉપલબ્ધ નથી. BCCIની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સીરીઝ પહેલા ઋતુરાજ ગાયકવાડ કોવિડ પોઝીટીવ આવ્યો હતો. જેના કારણે તે આખી વનડે સિરીઝ રમી શક્યો નહોતો. આ પછી તેને ટી20 સીરીઝની પ્રથમ બે મેચમાં તક પણ મળી ન હતી. છેલ્લી મેચમાં ગાયકવાડને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી પરંતુ તે ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

તેની પાસેથી શ્રીલંકા સામેની ત્રણેય T20Iમાં રમવાની અપેક્ષા હતી પરંતુ તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો. જો કે, ગાયકવાડની ઈજાએ ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ પર T20 શ્રેણી રમનારા સંજુ સેમસનને તક આપી હતી, જ્યાં તે ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો. સેમસન સિવાય દીપક હુડ્ડાને પણ ટી20 ડેબ્યૂ કરવાની તક મળી.

 

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ ઐયર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.

 

આ પણ વાંચોઃ IND VS SL, 1st T20I: લખનૌમાં આ ભારતીય બેટ્સમેનનુ બેટ ‘હિટ’ રહે છે, અહીં તોફાની T20 શતક નોંધાવી ચુક્યો છે

Published On - 7:45 pm, Thu, 24 February 22

Next Article