IND vs SL: સૌરાષ્ટ્રની ટીમના જયદેવ ઉનડકટને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ નહી કરાતા ભડક્યો પૂર્વ ક્રિકેટર

|

Jun 12, 2021 | 7:42 PM

સિનીયર ખેલાડીઓ ઇંગ્લેંડ પ્રવાસે હોઇ નવા ચહેરાઓને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મળ્યુ છે. જોકે સૌરાષ્ટ્રની ટીમના જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) તેમજ રાહુલ તેવટીયાને ટીમમાં સ્થાન નહી મળતા પૂર્વ વિકેટકીપર ભડક્યા છે.

IND vs SL: સૌરાષ્ટ્રની ટીમના જયદેવ ઉનડકટને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ નહી કરાતા ભડક્યો પૂર્વ ક્રિકેટર
Jaydev Unadkat

Follow us on

ગત ગુરુવારે શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા જનારી ટીમનું એલાન BCCI એ કર્યુ હતુ. મુખ્ય ટીમ હાલમાં ઇંગ્લેંડ પ્રવાસે (England Tour) હોવાને લઇ BCCI એ મર્યાદિત ફોર્મેટ માટે અન્ય ટીમની પસંદગી કરી છે. સિનીયર ખેલાડીઓ ઇંગ્લેંડ પ્રવાસે હોઇ નવા ચહેરાઓને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે સૌરાષ્ટ્રની ટીમના જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) તેમજ રાહુલ તેવટીયાને ટીમમાં સ્થાન નહી મળતા પૂર્વ વિકેટકીપર દિપ દાસગુપ્તા ભડક્યા છે.

મીડિયા રિપોર્ટસ મુજબ દીપ દાસગુપ્તા (Deep Dasgupta) એ કહ્યું, મને લાગે છે કે, આ મહામારીના સમયમાં પસંદગી આટલી આસાન થઇ ગઇ છે. છ મેચ છે. ત્રણ T20 અને ત્રણ વન ડે મેચ. તમારે 20 ખેલાડીઓ પસંદ કરવાના છે અને પાંચ નેટ બોલર પસંદ કરવાના છે. તમે કેટલાક અન્ય ખેલાડીઓને પણ સામેલ કરી શકતા હતા. તેમણે શું ખોટું કર્યુ છે.

જયદેવ ઉનડકટ એટલે સુધી કહ્યું કે રાહુલ તેવટીયા (Rahul Tewatia) જેવા ખેલાડીઓને પણ સામેલ કરી શકાતા હતા. જેઓ પાછળની સિઝનમાં ટીમનો હિસ્સો રહ્યા હતા. 25 ના બદલે 27 લેવાથી કોઇ ફરક નથી પડતો. ઉનડકટને નહી પસંદ કરવાને લઇને દાસગુપ્તા વધારે આશ્વર્ય અનુભવે છે. તેઓએ ઉનડકટને મહેનતું અને ઝનૂની બતાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ (Saurashtra cricket team) માંથી રમતા જયદેવ ઉનડકટે 2019-20 ની રણજી ટ્રોફીમાં 67 વિકેટ ઝડપી હતી. ભારત માટે તેણે અંતિમ મેચ 2018માં રમી હતી. તેણે માર્ચ 2018માં બાંગ્લાદેશ સામે નિદાહાસ ટ્રોફીની ફાઇનલ મેચ રમી હતી.

જેમને સ્થાન મળ્યુ તે પણ યોગ્ય-દાસગુપ્તા

આગળ વાત કરતા કહ્યુ કે, હું ટીમ પસંદ કરવા અંગે વધારે કંઇ નહીં કહું. 20 ખેલાડી છે, જે પણ દાવેદાર હતા. તેમને સ્થાન મળ્યું. તેમાં કોઇ આશ્વર્ય નથી. હું હકીકતમાં ઇચ્છતો હતો કે, જયદેવ ઉનડકટને સ્થાન મળે, કારણ કે તે ખુબ જ મહેનત કરવાવાળો અને ઝનૂની ખેલાડી છે. ફક્ત IPL જ નહી, તેણે રણજી ટ્રોફીમાં પણ 20-25 ઓવર નાંખી. આકરી મહેનત કરી અને શાનદાર પ્રદર્શન કર્યુ છે. પહેલા પણ મેં કહ્યું છે, તેમ 25 ના બદેલ 26 ખેલાડી પસંદ કરતા કોઇ ફરક ના પડતો.

Published On - 7:42 pm, Sat, 12 June 21

Next Article