IND vs SL : સૂર્યકુમાર યાદવને મળી તક, ભારતના આ 11 ખેલાડીઓ ત્રીજી વનડેમાં રમશે

ભારતની નજર ત્રીજી વનડેમાં ક્લીન સ્વીપ કરવા પર હશે. ભારત અને શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2-2 ફેરફાર કર્યા છે.

IND vs SL : સૂર્યકુમાર યાદવને મળી તક, ભારતના આ 11 ખેલાડીઓ ત્રીજી વનડેમાં રમશે
ભારતની નજર ત્રીજી વનડેમાં ક્લીન સ્વીપ કરવા પર
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 15, 2023 | 1:45 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝ કોણ જીતશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. ભારતે પ્રથમ બે ODI જીતી છે અને 3 ODI સિરીઝ જીતી પોતાને નામે કરી લીધી છે. આવી સ્થિતિમાં આજે એટલે કે ત્રીજી વનડેમાં ભારતની નજર ક્લીન સ્વીપ પર હશે. તિરુવનંતપુરમમાં ત્રીજી વનડેમાં ટોસ કરવામાં આવ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ ભારત અને શ્રીલંકા બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

 

 

ભારત અને શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2-2 ફેરફાર કર્યા છે. ભારતીય ટીમમાંથી હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. આ બંનેના સ્થાને સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે. એસેન બાંદેરા અને જેફરી વેન્ડરસેને શ્રીલંકાની ટીમમાં સ્થાન મળ્યું છે.

આ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન છે

 

 

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર

 

 

 

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

અવિષ્કા ફર્નાન્ડો, એન. ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, આસેન બંદારા, ચરિથ અસલંકા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, જેફરી વાન્ડેરસે, કસુન રાજીથ, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા

 

 

 

આ રીતે ભારતે પ્રથમ બે વનડે જીતી

ભારતે ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે 67 રને જીતી હતી. જ્યારે કોલકાતામાં ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટનો પીછો કરતા 4 વિકેટે જીત મેળવી હતી. હવે ફરી એકવાર તિરુવનંતપુરમમાં તેની સામે સ્કોર બચાવવાનો પડકાર રહેશે.ભારતના વિરાટ કોહલી ત્રીજી વન-ડેમાં 63 રન બનાવતાની સાથે જ સૌથી વધુ વન-ડે રનની યાદીમાં પાંચમા નંબર પર પહોંચી જશે.