IND vs SL, 2nd T20: ભારતે ટોસ જીત્યો, શ્રીલંકા પહેલા બેટિંગ કરશે, રાહુલ ત્રિપાઠીનુ ડેબ્યૂ

|

Jan 05, 2023 | 7:17 PM

India Vs Sri Lanka 2nd T20 Match: ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ પુણેમાં રમાઈ રહી છે, ભારતીય ટીમે ટોસ જીત્યો હતો.

IND vs SL, 2nd T20: ભારતે ટોસ જીત્યો, શ્રીલંકા પહેલા બેટિંગ કરશે, રાહુલ ત્રિપાઠીનુ ડેબ્યૂ
પુણેમાં રમાઈ રહી છે બીજી મેચ

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચનો ટોસ ભારતીય ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ જીત્યો હતો. હાર્દિક પંડ્યાએ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ શ્રીલંકન ટીમ પહેલા બેટિંગ કરશે. ભારતીય ટીમમાં રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને ડેબ્યૂ કરવાની તક મળી છે. અર્શદીપ સિંહ પણ ટીમમાં પરત ફર્યો છે.  શ્રીલંકન ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઈજાને લઈ સંજૂ સેમસન ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ તોફાની ખેલાડીને ઘૂંટણમાં ઈજાને લઈ ટીમની બહાર થવા મજબૂર થવુ પડ્યુ છે. ભાનુકા રાજપક્ષેનો કેચ ઝડપવાના પ્રયાસમાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તે ટીમ ઈન્ડિયા સાથે પુણે આવ્યો નહોતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

સેમસનના સ્થાને રાહુલને મોકો

 

 

આઈપીએલમાં રાહુલને 76 મેચનો અનુભવ

રાહુલ ત્રિપાઠી માટે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે પુણેના એમસીએ સ્ટેડિયમથી કરી રહ્યો છે, જ્યાં તેણે લાંબી કારકિર્દીમાં ઘણી મેચ રમી છે. રાહુલે 125 T20 મેચમાં 134ના સ્ટ્રાઈક રેટથી 2801 રન બનાવ્યા છે. આઈપીએલની 76 મેચોમાં રાહુલે 140ના સ્ટ્રાઈક રેટથી 1798 રન બનાવ્યા છે.

હર્ષલના સ્થાને અર્શદીપ સિંહ

ટીમ ઈન્ડિયામાં અર્શદીપ સિંહ પરત ફર્યો છે. તે માંદગીને લઈ પ્રથમ ટી20 મેચમાં આરામ પર બહાર રહ્યો હતો. હવે તે સ્વસ્થ થઈ જવાને લઈ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો, તેના પરત આવવા પર હર્ષલ પટેલે પોતાનુ સ્થાન ખાલી કરવુ પડ્યુ હતુ. હર્ષલ પટેલ ખર્ચાળ બોલર રહ્યો હતો અને તેણે અર્શદીપ માટે જગ્યા કરવી પડશે તેવુ પહેલાથી જ અનુમાન લગાવાઈ રહ્યુ હતુ. અર્શદીપના સ્થાને શિવમ માવીને સ્થાન અપાયુ હતુ અને તેણે મુંબઈમાં ડેબ્યૂ મેચમાં જ શાનદાર દેખાવ કરતા 4 વિકેટ ઝડપી હતી. જેથી તેને પુણેમાં ફરી મોકો મળ્યો છે.

 

India Vs Sri Lanka Playing XI

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકા: દાસુન શાનકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, વાનિન્દુ હસારંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના, કાસુન રાજિતા, દિલશાન મધુશંકા.

Published On - 6:46 pm, Thu, 5 January 23

Next Article