ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ (India Vs Sri Lanka, 2nd T20I) આજે ધર્મશાલામાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ T20I શ્રેણીમાં 1-0થી આગળ છે અને આજે તેને કબજે કરવા માટે પ્રયત્ન કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે (Indian Cricket Team) આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને લખનૌમાં આસાનીથી જીત નોંધાવનાર 11 ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો છે. તો દરમિયાન, શ્રીલંકાની ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. છેલ્લી મેચમાં રમનાર જેફરી વેન્ડરસે અને જનિત લિયાંનગે બહાર થઈ ગયા છે. તેમના સ્થાને બુનુરા ફર્નાન્ડો અને દાનુષ્કા ગુણાતિલકાને તક આપવામાં આવી છે.
ધર્મશાળામાં લગભગ અઢી વર્ષ બાદ ક્રિકેટ પરત ફરી છે. આ પહેલા 2019માં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચ રમાવાની હતી, જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આજની મેચમાં પણ વરસાદની સંભાવના હતી, પરંતુ હાલમાં મેચ કોઈપણ વિક્ષેપ વિના સમયસર શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી લીધો છે, જેના દ્વારા તે સંજોગોનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાને નાના સ્કોર પર રોકી શકે છે.
Captain @ImRo45 wins the toss and elects to bowl first in the 2nd T20I.
An unchanged Playing XI for #TeamIndia
Live – https://t.co/ImBxdhXjSc #INDvSL @Paytm pic.twitter.com/DdEebeL2rP
— BCCI (@BCCI) February 26, 2022
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડા, વેંકટેશ ઐયર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ
શ્રીલંકન ટીમ: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાશાંકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), ચામિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, પ્રવીણ જયવિક્રમા, લાહિરુ કુમારા, બુનુરા ફર્નાન્ડો અને દાનુષ્કા ગુણતિલકા.
Published On - 7:02 pm, Sat, 26 February 22