
સચિન તેંડુલકરે વિદેશમાં 146 ODI ઇનિંગ્સમાં 37.34ની એવરેજથી 5065 રન બનાવ્યા, જેમાં 12 સદી સામેલ છે. વિરાટ કોહલી ભલે છેલ્લા બે વર્ષથી સારા ફોર્મમાં ન હોય, પરંતુ તેમ છતાં તે તેની પેઢીના દરેક ખેલાડી કરતાં ઘણો આગળ છે.

જો કે, વિરાટ કોહલીએ બોલેન્ડ પાર્ક ODIમાં 27 રન બનાવતાની સાથે જ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીથી આગળ નીકળી ગયો હતો. વિરાટ કોહલી હવે દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં રાહુલ દ્રવિડે 1309 રન અને સૌરવ ગાંગુલીએ 1313 રન બનાવ્યા હતા.