IND Vs SA: મુંબઇ ટેસ્ટ બાદ તરત જ ટીમ ઇન્ડિયાની પસંદગી કરાશે, અજિંક્ય રહાણે નહી જાય દક્ષિણ આફ્રિકા!

|

Dec 05, 2021 | 7:41 PM

ભારતીય ટીમ (Team India) દક્ષિણ આફ્રિકા (IND VS SA)માં ટેસ્ટ અને ODI શ્રેણી રમશે. ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

IND Vs SA: મુંબઇ ટેસ્ટ બાદ તરત જ ટીમ ઇન્ડિયાની પસંદગી કરાશે, અજિંક્ય રહાણે નહી જાય દક્ષિણ આફ્રિકા!
Ajinkya Rahane

Follow us on

દક્ષિણ આફ્રિકા (South Africa) માં કોરોના વાયરસ (Corona virus) ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron variant) ના ખતરા છતાં ટીમ ઈન્ડિયા પ્રવાસ પર જઈ રહી છે. આ પ્રવાસમાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમાશે, જેના માટે મુંબઈ ટેસ્ટ (Mumbai Test) પછી તરત જ ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલા સૌથી મોટો સવાલ એ છે કે શું અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને ટીમમાં સ્થાન મળશે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિંક્ય રહાણે માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવું ખૂબ જ મુશ્કેલ છે.

અજિંક્ય રહાણે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેને મુંબઈ ટેસ્ટમાં તક મળી નથી. જો કે તેનું કારણ તેની ઈજા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ BCCIના કેટલાક સભ્યો દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે અજિંક્ય રહાણેની પસંદગીના પક્ષમાં નથી. મીડિયા અહેવાલ મુજબ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી મુંબઈ ટેસ્ટ બાદ ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે અને રહાણેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. રહાણેની ઉપ-કપ્તાની રોહિત શર્માને આપવામાં આવી શકે છે.

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

રહાણેની પસંદગી દ્રવિડ-કોહલીના હાથમાં!

મીડિયા રિપોર્ટ મુજબ વાત કરતા BCCI ના એક અધિકારીએ કહ્યું, રહાણે માટે સ્થિતિ મુશ્કેલ છે, તે ખરાબ ફોર્મમાં છે પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની સાથે છે. રહાણેની કારકિર્દી શાનદાર રહી છે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેની પસંદગી ટીમ મેનેજમેન્ટના હાથમાં છે. જોકે, બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું કે જો રહાણેની દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદગી કરવામાં આવે તો પણ રોહિત શર્માને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે. રહાણેને માત્ર બેટિંગ પર ધ્યાન આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

ટીમ ઈન્ડિયાને મળ્યો રહાણેનો વિકલ્પ!

ટીમ ઈન્ડિયા રહાણેને પણ બહાર કરી શકે છે કારણ કે તેની પાસે આ બેટ્સમેનનો વિકલ્પ છે. શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી છે. અય્યરે કાનપુરમાં ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. તે જ સમયે, શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં રમી રહ્યો હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. આટલું જ નહીં, જો ટીમ ઈન્ડિયા મયંક અગ્રવાલને ઓપનર તરીકે જાળવી રાખે છે તો ટીમ મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલને પણ રમી શકે છે.

દક્ષિણ આફ્રિકા જતા પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ મુંબઈમાં યોજાશે. આ કેમ્પ એક અઠવાડિયા સુધી ચાલશે અને ટીમ 16 કે 17 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. પ્રથમ પ્રવાસમાં 4 ટી20 મેચોની શ્રેણી પણ રમવાની હતી પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટને કારણે તે મુલતવી રાખવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: ભારતમાં ઇતિહાસ રચીને પણ એજાઝ પટેલ 1 વિકેટ માટે ચૂકી ગયો 36 વર્ષ જૂનો રેકોર્ડ

આ પણ વાંચોઃ IND vs NZ: એજાઝ પટેલનો કમાલ IPL મેગા ઓક્શન દરમ્યાન કરાવી શકે છે સ્પર્ધા, 10 વિકેટનો કમાલ કરોડોની બોલી બોલાવશે !

Published On - 7:39 pm, Sun, 5 December 21

Next Article