IND vs SA: દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ સાથે કરી ખાસ વાત

Cricket : ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ (T20 Series) રમાશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. સીરીઝની અન્ય ચાર મેચ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાવાની છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ સાથે કરી ખાસ વાત
Rahul Dravid (PC: BCCI)
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:07 AM

ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી પહેલા એક્શનમાં આવી ગયા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તે ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ (T20 Series) રમાશે.

અત્યાર સુધી તમામ ભારતીય ખેલાડીઓ IPL 2022 માં વ્યસ્ત હતા અને હવે ત્યાર બાદ તેમની પ્રથમ શ્રેણી સાઉથ આફ્રિકા સામે છે. આવી સ્થિતિમાં હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ મેદાનમાં પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તેનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે તમામ ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો દિલ્હીમાં ભારતીય ટીમના ટ્રેનિંગ સેશનનો છે.

ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હેડ કોચ રાહુલ દ્રવિડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. સીરીઝની અન્ય ચાર મેચ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાવાની છે. ભારતે આ શ્રેણી માટે તેના કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા આ સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા જોવા નહીં મળે કારણ કે તેને બ્રેક આપવામાં આવ્યો છે.

 

 

ભારતીય ટીમમાં એવા ખેલાડીઓને વધુ તક આપવામાં આવી છે જેમનું પ્રદર્શન IPL 2022 માં ઘણું સારું રહ્યું હતું. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે.

યુવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ પર ભારતીય ટીમને જીત અપાવવાની જવાબદારી રહેશે. ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં આ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે અનુભવી ખેલાડીઓ સિવાય યુવા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરે અને ટીમ માટે મેચ જીતે. જેથી T20 વર્લ્ડ ટીમના ખેલાડીઓની પસંદગી કરી શકાય.