IND vs SA: રવિ શાસ્ત્રીએ કહ્યું- ધોનીની જગ્યાએ આ ખેલાડી ફિનિશર બની શકે, T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે

|

Jun 05, 2022 | 4:00 PM

T20 વર્લ્ડ કપ 2022: ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું માનવું છે કે સિનિયર ક્રિકેટર ધોનીની જેમ ટીમ માટે ફિનિશર તરીકે કામ કરી શકે છે.

IND vs SA: રવિ શાસ્ત્રીએ કહ્યું- ધોનીની જગ્યાએ આ ખેલાડી ફિનિશર બની શકે, T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે
Ravi Shastri (File Photo)

Follow us on

રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચેની T20 સીરીઝ (T20 Series) પહેલા મોટું નિવેદન આપ્યું છે. 5 મેચની T20 શ્રેણી (IND vs SA) 9 જૂનથી શરૂ થઈ રહી છે. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, એમએસ ધોની (MS Dhoni) ની જગ્યા ભરવા માટે એક વિકેટકીપરની જરૂર છે. જે ફિનિશર તરીકે પણ કામ કરી શકે. મારા મતે દિનેશ કાર્તિક (Dinesh Kartik) આ રોલ માટે ફિટ છે. IPL 2022 માં દિનેશ કાર્તિકે ફિનિશર તરીકે RCB માટે સારી રમત બતાવી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 183 થી ઉપર હતો. જેના કારણે તેને લાંબા સમય બાદ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, “દિનેશ કાર્તિક માટે આ તક છે. જો તેને સીરિઝમાં રમાડે છે તો તે ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે તેની પાસે અનુભવ છે. તેથી તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે.” તેણે કહ્યું કે, તમારે ટીમના દૃષ્ટિકોણથી જોવું પડશે કે તેઓ શું શોધી રહ્યા છે. શું તેઓને એવો વિકેટકીપર જોઈએ છે જે ઉપરના ક્રમમાં આવીને બેટિંગ કરે કે પછી તેઓને એવો વિકેટકીપર જોઈએ જે ફિનિશરની જવાબદારી નિભાવે. હું બીજા વિકલ્પ સાથે છું. તમારે એક કીપરની જરૂર છે જે એમએસ ધોનીની ભૂમિકા ભજવે.

મેચ પૂરી કરનાર ખેલાડી જોઇએ

રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ કહ્યું કે, ઋષભ પંત પહેલેથી જ ટીમમાં હાજર છે. જે T20 ક્રિકેટમાં ટોપ-4 અથવા ટોપ-5 માં બેટિંગ કરી શકે છે. પરંતુ તમને કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે રમત બનાવી શકે અને પુરી પણ કરી શકે. તેણે કહ્યું કે ટીમમાં વધારે ફિનિશર્સ નથી. કેમ કે એમએસ ધોનીએ નિવૃત્તિ લઈ લીધી છે. તેથી મને લાગે છે કે દિનેશ કાર્તિક પાસે સારી તક છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે તો તે 2010 પછી ઓસ્ટ્રેલિયામાં T20 મેચ રમશે. 37 વર્ષીય કાર્તિકે IPL 2022 ની 16 મેચમાં 330 રન બનાવ્યા હતા. પરંતુ સુકાની કેએલ રાહુલ અને કોચ રાહુલ દ્રવિડ તેને સાઉથ આફ્રિકા સામેની પ્લેઈંગ-11 માં તક આપે છે કે કેમ તે જોવાનું રહેશે.

Next Article