
T20 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઇન્ડિયા રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સુપર 12ની પોતાની પ્રથમ બે મેચ જીતી ચૂકેલી ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પર્થના મેદાન પર દક્ષિણ આફ્રિકાનો પડકાર ભારત માટે આસાન બનવાનો નથી. ચાહકોને આશા છે કે અહીં બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થશે. પર્થમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મેચમાં ખરો મુકાબલો ભારતીય બેટ્સમેનો અને દક્ષિણ આફ્રિકાના બોલરો વચ્ચે થશે.
ભારત બે જીત સાથે ગ્રુપ II માં ટોચ પર છે જ્યારે દક્ષિણ આફ્રિકાના ત્રણ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન અને પછી નેધરલેન્ડને હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પહેલા બાંગ્લાદેશને હરાવ્યું અને પછી ઝિમ્બાબ્વે સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આવી સ્થિતિમાં, આ મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોરખિયાએ શનિવારે કહ્યું હતું કે કાગિસો રબાડા સાથે તેની જોડી વિશ્વ ક્રિકેટમાં શ્રેષ્ઠ ઝડપી બોલિંગ હુમલાઓમાંની એક છે અને તે રવિવારે ભારતીય બેટ્સમેનોની કસોટી માટે તૈયાર છે. નોરખિયા અને રબાડા ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનો સામે સખત પડકાર રજૂ કરશે કારણ કે અહીંની પિચમાં ખૂબ ગતિ અને ઉછાળ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 ઓક્ટોબર, રવિવારે મેચ રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર્થના પર્થ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. મતલબ કે ટોસ સાંજે 4 વાગે થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Hotstar પર થશે. તમે tv9gujaati.com પર આ મેચના લાઈવ અપડેટ્સ પણ વાંચી શકો છો.
Published On - 11:26 pm, Sat, 29 October 22