IND vs SA: ઓડિશાના CM એ બીજી T20 મેચની પ્રથમ ટિકિટ ખરીદી, 12 જૂને બારાબતીમાં રમાશે મેચ

|

Jun 07, 2022 | 7:12 AM

IND vs SA 2nd T20: Odisha CM નવીન પટનાયકે ભારત (Team India) અને સાઉથ આફ્રિકા (Cricket South Africa) વચ્ચે 12 જૂને રમાનારી બીજી T20 મેચ રમાશે.

IND vs SA: ઓડિશાના CM એ બીજી T20 મેચની પ્રથમ ટિકિટ ખરીદી, 12 જૂને બારાબતીમાં રમાશે મેચ
Naveen Patnaik (PC: Twitter)

Follow us on

IPL 2022 બાદ ક્રિકેટ પ્રેમીઓ ફરી એકવાર તેમના મનપસંદ ખેલાડીને મેદાન પર વિકેટ લેતા અને જોરદાર શોટ મારતા જોઈ શકશે. ભારતીય ક્રિકેટ ટીમ (Team India) 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી (T20 Series) માટે દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની યજમાની કરવા જઈ રહી છે. આ દરમિયાન સીરિઝની પહેલી T20 દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ના મેદાન પર રમાશે અને બીજી મેચ 12 જૂને કટકમાં રમાશે.

ટીમ ઈન્ડિયા (Team India) ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં તેની બીજી T20 મેચ રમવા મેદાન પર ઉતરશે. મેચ પહેલા ક્રિકેટ પ્રેમીઓમાં ટિકિટ ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 12 જૂને રમાનારી બીજી T20 મેચની પ્રથમ ટિકિટ ખરીદી છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ઓડિશાના CM ટીમ ઇન્ડિયાની બીજી ટી20 મેચ સ્ટેડિયમમાં બેસીને જોશે

ઓડિશા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પંકજ લોચન મોહંતી અને ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA) ના સચિવ સંજય બેહરાએ સોમવારે મુખ્યમંત્રી નવીન પટનાયકને આ ટિકિટ આપી હતી. આ સાથે OCA સેક્રેટરી સંજય બેહરાએ સીએમ નવીન પટનાયકને ટિકિટના સરળ વેચાણ માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી આપી છે.

 

લોકેશ રાહુલ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે

સીરીઝની વાત કરીએ તો આ સીરીઝમાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ને આરામ આપવામાં આવ્યો છે અને કેએલ રાહુલ (KL Rahul) ને ટીમ ઈન્ડિયા (Team India) નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો છેલ્લા કેટલાક સમયથી IPL અને ટીમ ઈન્ડિયામાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) અને ઉમરાન મલિક (Umran Malik) ને આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

ટી20 સીરિઝ માટે ભારતીય ટીમઃ

કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

ટી20 સીરિઝ માટે દ. આફ્રિકાની ટીમઃ

ટેમ્બા બાવુમા (સુકાની), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબારીઝ શમ્સી, ટ્રીસ્ટાન ડુબ્સ, રોબ્સ અને માર્કો જેન્સન.

ટી20 સીરિઝનો સંપુર્ણ કાર્યક્રમઃ

  1. પહેલી ટી20 મેચઃ 9 જુન, અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
  2. બીજી ટી20 મેચઃ 12 જુન, બારાબતી સ્ટેડિયમ, કટક
  3. ત્રીજી ટી20 મેચઃ 14 જુન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  4. ચોથી ટી20 મેચઃ 17 જુન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ
  5. પાંચમી ટી20 મેચઃ 19 જુન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

Published On - 7:12 am, Tue, 7 June 22

Next Article