IND vs SA, 3rd ODI, LIVE Streaming: તમે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

|

Jan 23, 2022 | 9:33 AM

કેપટાઉન વનડેમાં હવે શ્રેણી દાવ પર રહી નથી. તો ટીમ ઈન્ડિયા (Team India)માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારો બેટિંગ અને બોલિંગ બંનેમાં શક્ય છે.

IND vs SA, 3rd ODI, LIVE Streaming: તમે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
IND vs SA, 3rd ODI, LIVE Streaming

Follow us on

IND vs SA 3rd ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની વનડે શ્રેણી (ODI Series) ની ત્રીજી અને અંતિમ મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર પોતાની વિશ્વસનીયતા બચાવવા માટે ઉતરશે. કારણ કે, તેના પરિણામની શ્રેણી પર કોઈ અસર નહીં થાય. કારણ કે દક્ષિણ આફ્રિકાએ પહેલા બે વનડે જીતીને વનડે શ્રેણી પર કબ્જો કરી લીધો છે. દક્ષિણ આફ્રિકાએ અગાઉ પાર્લમાં રમાયેલી તેમની બંને મેચ જીતી હતી.

તેણે પ્રથમ વનડે 31 રને જીતી હતી. જ્યારે બીજી વનડેમાં ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો. કેપટાઉનમાં આજે શ્રેણીની છેલ્લી લડાઈ છે. જ્યાં યજમાન ટીમનો પ્રયાસ આ પણ જીતીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનો રહેશે. બીજી તરફ, ભારત પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે.

કેપટાઉન (Cape Town)વનડેમાં હવે શ્રેણી દાવ પર નથી. તો ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારો બેટિંગ અને બોલિંગ બંનેમાં શક્ય છે. છેલ્લી બે વનડેમાં ભારતની બોલિંગ અસ્તવ્યસ્ત રહી હતી. સાથે જ મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ ચાલી ન હતી. કેએલ રાહુલ આ ખામીઓને સુધારવા ઈચ્છશે અને ન્યૂલેન્ડ્સના મેદાન પર ત્રીજી ODI રમવા જશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

IND vs SA 2જી ODI: ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ અને Online Streaming જોવી

સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ ક્યાં અને કયારે શરૂ થશે અને તમે તેને કેવી રીતે જોઈ શકશો, તેની સંપૂર્ણ માહિતી તમને અહીં મળશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ 23 જાન્યુઆરી (રવિવાર)ના રોજ રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ ક્યાં રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પણ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પણ બપોરે 02:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1:30 વાગ્યે થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકોશો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય
tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

 

Next Article