IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટમાં 202 ના સ્કોર પર સમેટાવા છતાં ભારતીય ટીમનો વિશ્વાસ અદ્ભૂત, અશ્વિને કહી આ મોટી વાત

|

Jan 04, 2022 | 9:45 AM

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) માં ટીમ ઈન્ડિયા માત્ર 202 રનમાં સમેટાઈ ગઈ, ઓફ સ્પિનર ​​અશ્વિને (Ashwin) પીચ વિશે કહી મોટી વાત.

IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટમાં 202 ના સ્કોર પર સમેટાવા છતાં ભારતીય ટીમનો વિશ્વાસ અદ્ભૂત, અશ્વિને કહી આ મોટી વાત
Ravichandran Ashwin: મુશ્કેલ સમયમાં ઉપયોગી બેટીંગ ઇનીંગ રમી હતી.

Follow us on

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ના પહેલા દિવસે ભારતીય ટીમ (Indian Cricket Team) ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનો ટીમને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યા ન હતા. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 202 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે માત્ર કેએલ રાહુલે (KL Rahul) અડધી સદી ફટકારી હતી. તેના બેટમાંથી 50 રન નીકળ્યા હતા. બીજી તરફ ઓફ સ્પિનર ​​આર અશ્વિને (R AShwin) 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જોહાનિસબર્ગની પીચ પર ટીમ ઈન્ડિયા ભલે ઓછા સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હોય, પરંતુ તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. આર અશ્વિને પ્રથમ દિવસની રમત બાદ કહ્યું કે ટીમ ભલે ઓછો સ્કોર કર્યો હોય પરંતુ તેમની પાસે એવા બોલર્સ છે જે આટલા સ્કોર છતાં ટીમને જીતના માર્ગ પર લઈ જઈ શકે છે. આ સાથે અશ્વિને જોહાનિસબર્ગની પિચ વિશે જે કહ્યું છે તે ખરેખર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોના હોશ ઉડાડવા માટે પૂરતું છે.

જોહાનિસબર્ગની પિચ પર ડબલ પેસ

રવિચંદ્રન અશ્વિને મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે જોહાનિસબર્ગની પીચ પર રન બનાવવા સરળ નથી, કારણ કે બોલ ક્યારેક ઝડપી અને ક્યારેક ધીમો આવી રહ્યો છે. અશ્વિને કહ્યું, ‘મને લાગે છે કે પિચ પર ડબલ પેસ છે. સામાન્ય રીતે વાન્ડરર્સમાં બોલ પહેલા ધીમો આવે છે અને ત્યારબાદ પીચ ઝડપી બને છે પરંતુ આ પીચ થોડી અલગ છે. અમારે જોવાનું રહેશે કે મંગળવારે આ પિચ કેવી રીતે રમે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમારો સ્કોર એટલો ઓછો પણ નથીઃ અશ્વિન

અશ્વિને સ્વીકાર્યું કે દક્ષિણ આફ્રિકાની પીચો પર પ્રથમ બેટિંગ કરવી 250 થી વધુ રન બનાવવા માટે વધુ યોગ્ય રહેશે પરંતુ ઓફ-સ્પિનરને ખાતરી છે કે ભારતીય બોલરો 202 રન કરીને પણ સારો દેખાવ કરી શકે છે.

આગળ અશ્વિને કહ્યું, ‘દક્ષિણ આફ્રિકામાં 250 રન બનાવવા માટે પહેલા બેટિંગ કરવી હંમેશા સારી વાત છે. મને લાગે છે કે અમે થોડો ઓછો સ્કોર કરી શક્યા છીએ પરંતુ અમારું સમગ્ર બોલિંગ યુનિટ ફોર્મમાં છે અને અમે આ સ્કોરમાંથી પણ કંઈક મેળવી શકીએ છીએ. મને લાગે છે કે સિરાજ મંગળવારે બોલિંગ કરવા માટે ફિટ થઈ જશે.

કહ્યુ ખુલીને રમવાથી રન બનાવી શક્યો

તેની બેટિંગ અંગે અશ્વિને કહ્યું કે તેણે મુક્તપણે રમીને રન ફટકારવામાં મદદ મળી હતી. આ સાથે અશ્વિને કેપ્ટન કેએલ રાહુલની શાનદાર ઇનિંગની પણ પ્રશંસા કરી હતી. અશ્વિનના મતે કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં સફળતા હાંસલ કરવાનો પોતાનો રસ્તો શોધી લીધો છે.

સ્પિનર અશ્વિને કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં સફળતાની કોઈ ફોર્મ્યુલા નથી. ટીમ તમારી બેટિંગમાં ખામીઓ શોધતી રહે છે. આપણે બધા જાણીએ છીએ કે કેએલ રાહુલની અંદર ઘણી પ્રતિભા છે. તે ઈંગ્લેન્ડ સિરીઝથી અલગ દેખાઈ રહ્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના ખરાબ દિવસો, 2 વર્ષમાં 1 શતક સામે 12 ડક અને 25 ની સરેરાશ

 

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીની પીઠની ઇજાએ વધારી ચિંતા, ત્રણ વર્ષ પહેલાની સ્લિપ ડિસ્ક સમસ્યા ફરી પેદા થયાની આશંકા!

 

Published On - 9:44 am, Tue, 4 January 22

Next Article