IND vs SA: સેમસનની મહેનત એળે ગઈ, આ 4 કારણોથી ભારતીય ટીમને હાર સહન કરવી પડી

|

Oct 07, 2022 | 9:26 AM

India Vs South Africa: દક્ષિણ આફ્રિકાએ લખનૌમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને 9 રનના નજીકના માર્જિનથી હરાવ્યું હતું અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

IND vs SA: સેમસનની મહેનત એળે ગઈ, આ 4 કારણોથી ભારતીય ટીમને હાર સહન કરવી પડી
Sanju Samson એ અણનમ 86 રનની ઈનીંગ રમી હતી

Follow us on

કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત મોટા ભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં ભારતીય ટીમે (Indian Cricket Team) પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને સખત ટક્કર આપી હતી. સંજુ સેમસન (Sanju Samson), શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની જોરદાર બેટિંગ અને શાર્દુલ ઠાકુરનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન પણ ટીમ ઈન્ડિયાની હાર ટાળી શક્યું નથી. લખનૌમાં રમાયેલી આ મેચમાં મુલાકાતી ટીમે ભારતને 9 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

ગુરુવારે, 6 ઑક્ટોબરે એકાના સ્ટેડિયમમાં, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી અને વરસાદને કારણે માત્ર 40 ઓવરની ઈનિંગમાં 4 વિકેટ ગુમાવીને 249 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જવાબમાં ભારતીય ટીમ 40 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવી શકી હતી. ભારતીય ટીમની હારના મુખ્ય કારણો પર એક નજર.

લખનૌમાં હારના 4 કારણો

નબળી ફિલ્ડિંગઃ અગાઉની ઘણી મેચોની જેમ આ મેચમાં પણ ભારતીય ટીમની ફિલ્ડિંગ ખાસ રહી ન હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં કુલ 3 કેચ છોડ્યા હતા. શુભમન ગીલે ઇનિંગની શરૂઆતમાં એક કેચ છોડ્યો હતો, જ્યારે 38મી ઓવરમાં મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈએ સતત બોલમાં ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેનનો કેચ છોડ્યો હતો. આ સિવાય ભારતીય ફિલ્ડરો પણ કેટલાક પ્રસંગોએ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપઃ ભારતીય ટીમ આ મેચમાં મોટા બેટ્સમેન વગર ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમના ટોપ ઓર્ડરમાં અનુભવની કમી હતી. ટોચના ચારમાં ફક્ત સુકાની ધવનને જ અનુભવ હતો, જ્યારે શુભમન ગિલ અને ઈશાન કિશન આ ફોર્મેટમાં માત્ર થોડી જ મેચ રમ્યા હતા. તે જ સમયે ઋતુરાજ ગાયકવાડ ડેબ્યુ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં ધવન સહિત ચાર બેટ્સમેનોની નિષ્ફળતાએ મિડલ ઓર્ડર પર દબાણ સર્જ્યું હતું. ચારેય માત્ર 51 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા.

ભાગીદારી તોડવામાં નિષ્ફળતાઃ ટીમ ઈન્ડિયા તરફથી બોલરોએ સારી શરૂઆત કરીને દક્ષિણ આફ્રિકાને દબાણમાં લાવી દીધું હતું અને 23મી ઓવર સુધીમાં 4 વિકેટ પડી ગઈ હતી, જ્યારે માત્ર 110 રન થયા હતા. જો કે, આ પછી હેનરિક ક્લાસેન અને મિલર વચ્ચે 139 રનની ઝડપી ભાગીદારી થઈ, જેને ભારતીય બોલરો તોડી શક્યા ન હતા, જેમાં નબળી ફિલ્ડિંગ પણ ફાળો આપે છે.

દક્ષિણ આફ્રિકાની મજબૂત બોલિંગઃ સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પૂરી ક્ષમતા સાથે તેમાં ઉતરી હતી, કારણ કે તેમના માટે આ શ્રેણી ODI સુપર લીગની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારત પર તેમનું વર્ચસ્વ હોવું સ્વાભાવિક હતું અને એવું જ થયું. કાગીસો રબાડા, વેઈન પેર્નેલ અને કેશવ મહારાજે પણ ઇકોનોમી બોલિંગ સાથે વિકેટો લીધી હતી, જ્યારે લુંગી એનગીડીએ શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર જેવી મોટી વિકેટો લઈને મોટી ભાગીદારી તોડી હતી અને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.

ભારત તરફથી સંજુ સિવાય શ્રેયસ અય્યરે 50 રન બનાવ્યા હતા. ભારતનો અન્ય કોઈ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને અણનમ 74 અને ડેવિડ મિલરે અણનમ 75 રન બનાવ્યા હતા.

 

 

Published On - 9:25 am, Fri, 7 October 22

Next Article